Diabetes : આપણે સૌ કોઇએ ડાયાબીટીસ નામની બીમારી વિશે સાંભળ્યુ જ હશે. ભારત ડાયાબીટીક કેપીટલ બનવા તરફ આગળ વધી રહ્યુ છે. National Library of Medicine ના અંદાજ મુજબ 2021 મા ભારત મા 74 મીલીયન ડાયાબીટીસ ના દર્દીઓ હતા. હાલ ડાયાબીટીસ મા ભારત ચીન પછી બીજો નંબર ધરાવે છે. ડાયાબીટીસ મા સૌથી મોટો પ્રશ્ન શું ખાવુ અને શું ન ખાવુ તેનો હોય છે. ચાલો જાણીએ ડાયાબીટીસ મા કયા ફળ ખાઇ શકાય અને કયા ન ખાઇ શકાય ?
Diabetes Info
સૌથી પહેલા થોડી માહિતી મેળવીએ કે ડાયાબીટીસ ની બીમારી શું છે. જયારે તમારા શરીરમા સ્વાદુપીંડ મા આવેલા બીટાસેલ ઇન્સ્યુલીન બનાવવાનુ બંધ કરી દે છે અથવા ઓછુ થઇ જાય ત્યારે આપણે જે ખોરાક લઇએ છીએ તેમા રહેલી ગ્લુકોઝ/શર્કરા/સ્યુગર લોહિમા પડી રહે છે અને શરીરના અન્ય અંગો સુધી પહોંચતી નથી. હવે પ્રશ્ન એ થાય કે ડાયાબીટીસ છે કે નહિ તે કેમ ખબર પડે ? આ માટે જાણવુ ખૂબ સરળ છે. ડાયાબીટીસ માપવા માટેની કીટ બજારમા મળે છે. અથવા તમે કોઇ આરોગ્ય વર્કર પાસે પણ ચેક કરાવી શકો છો.
જો ભૂખ્યા પેટે તમારૂ RBS 100 mg/dL કરતા વધુ હોય તો તે ડાયાબીટીસ ની નીશાની છે. અને જો જમ્યાના 2 કલાક બાદ તમારૂ RBS 140 mg/dL કરતા વધુ આવે તો તે પણ ડાયાબીટીસ ની નીશાની છે.
ડાયાબીટીસ મા શું ખાઇ શકાય ?
જો ડાયાબીટીસ હોય તો સૌથી અગત્યનુ ડોકટર ની સલાહ મુજબ ઇન્સ્યુલીન અથવા દવા ચાલુ કરી દેવી જોઇએ. તેનાથી પણ વધુ અગત્યનુ તમારા દરરોજ ના રૂટીન મા તમે ખોરાક મા શું લો છો તે છે. આ માટે જે ખોરાક અને પીણામા ઓછી શર્કરા હોય તેવા ખોરાક લેવાનુ રાખવુ જોઇએ.
- ઘરે બનેલો સાદો ખોરાક લેવાનુ જ હંમેશા આદત રાખો.
- ઘંઉ ની સરખામણીમા મા જવ અને બાજરી નો ગ્લાયસેમીક ઇન્ડેક્ષ અને લોડ ઓછો હોવાથી જવ ની રોટલી અને બાજરી નો રોટલો ખોરાક મા સામેલ કરો.
- સફરજન, કીવી, નારંગી, સ્ટ્રોબેરી, ચેરી, જામફળ, ગુલાબ જેવા ફળો નો ગ્લાયસેમીક ઇન્ડેક્ષ ઓછો હોવાથી આ ફળો લઇ શકાય.
- સાદિ સોડા કે લીંબુ સોડા પી શકાય.
ડાયાબીટીસ મા શું ન ખાઇ શકાય ?
ડાયાબીટીસ મા નીચેના જેવી વસ્તુઓ અને પીણા લેવાનુ હંમેશા ટાળો.
- બહારનો બજારનો બનેલો ખોરાક લેવાનુ બીલકુલ ટાળો.
- કોલ્ડડ્રીંકસ, સોફટડ્રીંકસ, લીંબુ શરબત વગેરે ન પીવા.
- કેળા, ચીકુ, તરબુચ, કેરી જેવા મીઠા ફળ ખાવાનુ ટાળો
- ચોકલેટ, કેક,બીસ્કીટ જેવી વસ્તુઓ ન ખાવી.
- મેંદા માથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઇએ.
- બ્રેડમાથી બનેલી વસ્તુઓ જેવી કે પકોડા, દાબેલી, સેન્ડવીચ, પાંઉભાજી જેવી વસ્તુઓ બીલકુલ ન ખાવી જોઇએ. કારણ કે વ્હાઇટ બ્રેડ નો glycemic index 100 જેટલો છે. જેનાથી સ્યુગર ખૂબ જ વધી શકે છે.
- ડાયાબીટીસ ના દર્દીઓએ ફળો નો જયુસ પીવાનુ ટાળવુ જોઇએ. ખાસ કરીને પેકેજડ જયુસ ન પીવા જોઇએ.
ડાયાબીટીસ હોય કેરી ખાઇ શકાય કે નહિ ?
ઉનાળામા કેરીની સીઝન હોવાથી સૌ કોઇ ડાયાબીટીસ ના દર્દીઓને કેરી ખાવાની ઇચ્છા થતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે કેરીનો glycemic index 56 જેટલો હોવાથી ડાયાબીટીસ ના દર્દીઓ માટે કેરી ખાવી હિતાવહ નથી. છતા કેરી ખાવાની ઇચ્છા થાય તો કેરીના રસ મા ગોળ કે ખાંડ ભેળવ્યા વગર શુધ્ધ કેરીનો રસ અને પણ થોડી માત્રા મા લઇ શકાય. પરંતુ કેરીનો GI વહુ હોવાથી તમારૂ સ્યુગર વધી શકે છે. એટલે શકય હોય ત્યા સુધી ડાયાબીટીસ ના દર્દીઓ એ કેરી ખાવાનુ ટાળવુ જોઇએ.
ડાયાબીટીસ મા શુંં કાળજી લેશો ?
જો તમને અથવા તમારા પરિવાર માથી કોઇને ડાયાબીટીસ હોય તો નીચેના જેવી બાબતોની ખાસ કાળજી લો.
- નિયમિત ડોકટર ની સલાહ મુજબ ઇન્સ્યુલીન/દવાઓ લો.
- મગજ પર બીનજરૂરી સ્ટ્રેસ ન લો. તેનાથી તમારૂ સ્યુલર લેવલ વધુ/ઓછુ થઇ શકે છે.
- ઘરે સ્યુલર લેવલ ચેક કરવા માટેની કિટ વસાવો. અને નિયમિત સ્યુલર લેવલ ચેક કરી મોનીટર કરતા રહો.
- સ્યુગર વધારી શકે તેવા ખોરાક અને પીણા લેવાનુ ટાળો.
- ઓછી સ્યુગર વાળા અને શરીર માટે હેલ્ધી ખોરાક લો.
- સ્યુગર ઘટી જવાના કિસ્સામા ડોકટર ની સલાહ મુજબ ગ્લુકોઝ પાઉડર/ ગ્લુકોવીટા ટેબ્લેટ/ગ્લુકાગોન ના ઇન્જેકશન વગેરે ઘરમા રાખો. કારણ કે નિયત માત્રામા ઇન્સ્યુલીન ના ડોઝ લીધા બાદ પુરતો ખોરાક ન લઇ શકો તો તમારૂ સ્યુગર 70 થી નીચે જઇ શકે છે. જે ખૂબ જ જોખમી છે. આવા સંજોગો મા તાત્કાલીક સ્યુગર લેવલ વધારવુ જરૂરી બની જાય છે.
- નિયમિત તમારા ડોકટર ની મુલાકાત લો. અને ડોકટરના સૂચવ્યા મુજબ ખાનપાન મા પરેજી રાખો તથા દવાઓ/ઇન્સ્યુલીન લો.
- નિયમિત યોગ પ્રાણાયામ કરો. ખાસ કરીને મંડૂકાષન, અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ ખાસ ફાયદાકારક બની શકે.
ડાયાબીટીસ ના પ્રકાર
ડાયાબીટીસ ના 2 પ્રકાર છે. Type-1 Diabetes અને Type-2 Diabetes.
- Type-1 Diabetes: ટાઇપ 1 ડાયાબીટીસ નાના બાળકો ને વધુ diagnosis થાય છે. જે diagnosis થયા બાદ મોટાભાગે આજીવન રહેતુ હોય છે. અને માત્ર 1-2 % કિસ્સાઓમા જ ટાઇપ-1 ડાયાબીટીસ રીવર્સલ થતુ હોય છે. એટલે કે ટાઇપ-1 ડાયાબીટીસ diagnosis થયા બાદ તે રીવર્સલ થવાની શકયતા નહિવત જેવી છે. ટાઇપ-1 ડાયાબીટીસ થવાના કારણો મા મુખ્યત્વે જીનેટીકલ એટલે કે વંશપરંપરાગત અને એન્ટી બાયોટીક દવાઓનો ઓવરડોઝ હોય છે. એક અંદાજ મુજબ 2021 મા ભારતમા 0 થી 19 વર્ષના 23 લાખ જેટલા દર્દીઓ ટાઇપ-1 ડાયાબીટીસ ના નોંધાયેલા હતા.
- Type-2 Diabetes: ટાઇપ-2 ડાયાબીટીસ મુખ્યત્વે મોટી ઉંમરના વ્યક્તિઓમા વધુ જોવા મળે છે. અને જો યોગ્ય કાળજી રાખવામા આવે તો ટાઇપ-2 ડાયાબીટીસ ને પુરૂ કન્ટ્રોલ મા રાખી શકાય છે. તથા ઘણા કિસ્સામા ટાઇપ-2 ડાયાબીટીસ થયા બાદ રીવર્સલ પણ થતુ હોય છે. ટાઇપ-2 ડાયાબીટીસ થવા પાછળના મુખ્ય કારણો મા અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, ખાન પાન ની ખરાબ આદતો, વધુ પડતો સ્ટ્રેસ લેવો, હાઇપર ટેન્શન જેવા કારણો મુખ્ય છે. ભારત મા સૌથી વધુ દર્દીઓ ટાઇપ-2 ડાયાબીટીસ ના છે.
આમ ડાયાબીટીસ એ આજીવન ચાલતી અને દૂર ન કરી શકાય તેવી બીમારી છે. અને લાંબા ગાળે ડાયાબીટીસ ને લીધે આંખો, કીડની જેવા શરીરના અવયવો પર તેની ખરાવ અસરો થવાની સંભાવના રહે છે. પરંતુ જો પુરતી કાળજી લેવામા આવે તો ડાયાબીટીસ ના દર્દીઓ પણ અન્ય વ્યક્તિઓની જેમ તંદુરસ્ત જીવન જીવી શકે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “Diabetes : ડાયાબીટીસ હોય કેરી ખાઇ શકાય કે નહિ ? કયા ફળ ખાઇ શકાય ? કયા ન ખાઇ શકાય ?”