Dangerous Apps: આજકાલ આપણે ગુગલ પ્લે સ્ટોર માથી વિચાર્યા વગર આડેધડ ઘણી એપ ડાઉનલોડ કરતા હોઇએ છીએ. ઘણી એપ્સ. એવી હોય છે જે મોબાઇલમા ઇન્સ્ટોલ કર્યા બાદ ફોન નો ડેટા ચોરી કરે છે પરિણામે બેંક ખાતુ ખાલી થવા જેવા ફ્રૌડ નો શીકાર બનવુ પડતુ હોય છે. હાલમા જ આવી 17 એપ્સ. ને ગુગલ પ્લે સ્ટોર પરથી રીમુવ કરવામા આવી છે જે 1 કરોડથી વધુ ડાઉનલોડ કરવામા આવી હતી.
Dangerous Apps
જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય તો કોઇ પન એપ.નો આડેધડ ઉપયોગ કરતા પહેલા સાવધાન થઈ જાવ. સિક્યોરિટી રિસર્ચરોએ ગુગલ પ્લે સ્ટોર થરથી એવી કેટલીક ફાઇનાન્સ એપ્સ શોધી કાઢી છે જે માલવેર વાયરસથી સંક્રમિત હતી. ખાસ વાત એ છે કે આ ફાઇનાન્સ એપ્સ લાખો ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરવામા આવી છે. જો તમારા ફોનમાં આમાંથી કોઈ પણ Dangerous Apps હોય તો તેને તરત જ ડિલીટ કરી દો.
Apple અને Google ની ઇકોસિસ્ટમ તદ્દન અલગ છે. જ્યારે Apple મર્યાદિત ઍક્સેસ સાથે એક લીમીટેડ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે Google વધુ એપ્સ. ઓફર કરે છે પરંતુ તેની સાથે વધુ જોખમો પણ રહેલા છે. ઘણી સીકયુરીટી હોવા છતાં, Google Play Store અને થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્લેટફોર્મ પર લેભાગુ મોબાઈલ એપ્લિકેશનો ઉપલબ્ધ હોવાના સમાચાર વારંવાર આવતા રહે છે. આવી એપ્સ યુઝરના ડેટા ચોરી કરે છે અને પરિણામે ફ્રૌડ થવાના બનાવો બનતા હોય છે.
‘SpyLoan’ તરીકે ઓળખાતી આ એપ્સ ઇન્સ્ટન્ટ લોનનું વચન આપે છે પરંતુ સાથે સાથે પર્સનલ ડેટાની ચોરી પણ કરે છે. ગૂગલે આવી મોટાભાગની એપ્સને ડિલીટ મારી દીધી છે પરંતુ આ એપ્સને હટાવતા પહેલા તેને 1.2 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે. તમને જણાવી દઈએ કે જે યૂઝર્સે આ એપ્સ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી છે, તેમણે ડિલીટ કર્યા પછી પણ સાવધ રહેવું જોઈએ. અને આ એપ્સ. નો બધો ડેટા અને આપેલા એકસેસ પણ ફોનમાથી રીમુવ કરી દેવા જોઇએ.
PhoneArena એ આ Dangerous Apps નુ લીસ્ટ શેર કર્યુ છે. જો તમારા ફોનમાં પણ આ 17 માંથી કોઈ પણ એપ ઈન્સ્ટોલ કરેલી હોય તો તેને તરત જ ડિલીટ કરી દેવી જોઇએ. આ ઉપરાંત તમારે તમારા ડિવાઇસના પાસકોડ અને વાઈ-ફાઈ પાસવર્ડ પણ ચેન્જ કરી નાંખો. જો શક્ય હોય તો, તમારા બેંક ખાતા, ડિજિટલ વોલેટ વગેરેનો પાસકોડ પણ બદલી નાખો. તમારા સ્માર્ટફોનમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ લાગે તો તે અંગે સાવધાન રહો. ઈમેલ કે મેસેજમાં મળેલી કોઈપણ અજાણી લિંક પર કયારેય ક્લિક કરશો નહીં. આ એપ્સ. ને ડીલીટ કરવા ઉપરાંત ફોનમા ગુગલ સેટીંગમા જઇ આ એપ્સ. માટે આપેલા તમામ એકસેસ પણ રીમુવ કરી દો.
માલવેર એપ. લીસ્ટ
- એએ ક્રેડિટ (AA Kredit)
- અમોર કેશ (Amor Cash)ક્રેડિટ લોન-યુમીકેશ
- ગો ક્રેડિટો (Go Crédito)
- ઇન્સ્ટન્ટેનિયો પ્રેસ્ટામો (Instantáneo Préstamo)
- GuayabaCash (GuayabaCash)ઝડપી ક્રેડિટો (Rápido Crédito)
- ફિનઅપ લેન્ડિંગ (Finupp Lending)
- ઇઝીક્રેડિટ(EasyCredit)
- કેશવો (Cashwow)
- ક્રેડીબસ (CrediBus)
- ફ્લેશલોન (FlashLoan)
- PrestamosCredit
- કારટેરા ગ્રાન્ડ (Cartera grande)
- 4S કેશ (4S Cash)
- TrueNaira
- ઇઝીકેશ (EasyCash)
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |