ઠંડી ની આગાહિ: Cold Forecast: રાજ્યમા હાલ મીકસ ઋતુ ચાલી રહી છે. રાત્રે થોડી થોડી ઠંડી પડી રહિ છે તો દિવસનો ધોમ ધખતો તડકો પડી રહ્યો છે. એવામા શિયાળાની શરૂઆત ક્યારથી થશે અને ઠંડી ક્યારથી પડશે તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહિ સામે આવી છે. અંબાલાલ ની આગાહિ મુજબ આ વખતે રાજ્યમા ઠંડી વહેલી પડે તેવી આગાહિ છે. તો સાથે સાથે 7 નવેમ્બર આજુ બાજુ બંગાળ ના ઉપસાગરમા વધુ એક સાયક્લોન સર્જાશે.
ઠંડી ની આગાહિ
રાજ્યમાં હાલ સવારે અને રાતે ગુલાબી ઠંડી પડી રહિ છે તો બપોરે લોકોને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતીઓ હવે ક્યારથી ઠંડી પડવાની શરૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજયમા શિયાળાના આગમન અને ઠંડી અંગેની આગાહી કરી છે. તેમણે પોતાની આગાહિમા જણાવ્યુ છે કે, રાજ્યમાં ગુલાબી ઠંડી બાદ કડકડતી ઠંડીની શરૂઆત ક્યારથી થશે. તો જાણીએ શિયાળા અને ઠંડી બાબતે અંબાલાલ ની આગાહિ શું કહે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહિ કરતા ઠંડી પડવાની ક્યારથી શરૂ થશે તે અંગે જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, આ વખતે ઠંડી વહેલી પડવાની શક્યતાઓ રહેલી છે. એક પછી એક વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ આવશે. 7મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં સાયક્લોન સર્જાવાની સંભાવના રહેલી છે. 28 ઓક્ટોબરની આસપાસ અંદામાન-નિકોબાર ટાપુ પર લો પ્રેશર થવાની શકયતાઓ છે. એટલે 7મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં બીજુ સાયક્લોન સ્ટ્રોમ બનવાની શકયતા છે.
આ પણ વાંચો: Age Calculator: તમારી ઉંમર કેટલી છે, જાણો ચાર્ટ પરથી કોઇ ગણતરી કર્યા વગર
Cold Forecast
આ સાથે તેમણે આગાહિ કરતા જણાવ્યુ છે કે, હાલ ચીન તરફ જબરદસ્ત સાયક્લોન સ્ટ્રોમ છે. તે જોતાં એવું લાગી રહ્યુ છે કે જાણે આ સિઝન જ ચક્રવાતની હોય તેવું લાગી રહ્યું છે. તારીખ 16 થી 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સાયક્લોન બનવાની શકયતાઓ દેખાઇ રહી છે. ડિસેમ્બર સુધી આ સાયક્લોન સર્જાવાનુ ચક્ર ચાલ્યા કરશે. આ સાયક્લોનના કારણે ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. સાથે જ અરબ સાગર મા પણ હલચલ જોવા મળશે.
આ સાથે 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની આગાહિ કરવામા આવી છે. ભારે હિમવર્ષાને કારણે ઠંડી નુ પ્રમાણ વધશે. ધીમે-ધીમે ગાત્રો થીજવતી ઠંડી નો રાઉન્ડ પણ આવશે. જાન્યુઆરી મહિનામાં વધુ થંડી પડવાની શકયતાઓ રહેલી છે. ફેબ્રઆરીની શરૂઆતમાં તેનાથી પણ વધુ ઠંડી પડવાની શક્યતા રહેશે. ઉત્તરીય પ્રદેશોમાં ભારેથી અતિભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેલી છે. દેશના કેટલાક ભાગોમાં તો ઠંડી ને કારણે રેકોર્ડતોડ હમામાન રહેલાવાની શકયતાઓ છે.
આ પણ વાંચો: માર્કેટ યાર્ડ ભાવ: આજના વિવિધ માર્કેટ યાર્ડ ના લેટેસ્ટ ભાવ, કઇ ખેતપેદાશ ના શું ભાવ બોલાયા
હવામાન નિષ્ણાંત અંબાલાલ ની આગાહિ મુજબ ફેબ્રુઆરી ની શરૂઆત મા ઉતર પર્વતીય પ્રદેશોમા ભારે હિમવર્ષા થવાને લીધે રાજ્યમા ઠંડી વધુ પડશે. જેમા તાપમાન 6-8 ડીગ્રી સુધી જવાની શકયતાઓ રહેલી છે.
ચંદ્ર ગ્રહણ લાઇવ
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
