અંબાલાલની વરસાદની આગાહિ: ખેડૂતો માટે સારા સમાચાર, સપ્ટેમ્બર મહિનામા અંબાલાલે કરી વરસાદની આગાહિ

અંબાલાલની વરસાદની આગાહિ: વરસાદ ના સમાચાર: રાજયમા છેલ્લા દોઢેક મહિનાથી મેઘરાજાએ સંપૂર્ણ વિદાઇ લીધી છે. બીજા અને ત્રીજા રાઉન્ડ મા વરસાદે ભુક્કા બોલાવ્યા બાદ વચ્ચે સંપૂર્ણ વિરામ લીધો છે. જેને લીધે ખેતીના પાકને નુકશાન જાય તેવી ભીતી સેવાઇ રહી છે. ખેડૂતમિત્રો વરસાદની કાગાડોળે રાહ જોઇ રહ્યા છે. એવામા અંબાલાલની વરસાદ બાબતે સારી આગાહિ સામે આવી છે.

અંબાલાલની વરસાદની આગાહિ

હવામાન નિષ્ણાંત અંબાલાન ના જણાવ્યા અનુસાર હાલ 2 વરસાદી સીસ્ટમ બની રહિ છે. જેના લીધે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમા જ જન્માષ્ટમી ના તહેવારો બાદ સારો વરસાદ આવશે. ઓગષ્ટ મહિનો સાવ કોરો ધાકોર ગયો હતો. અને ખેડૂતોને સંપૂર્ણ પણે પિયત પર જ નિર્ભર રહેવુ પડયુ હતુ. વરસાદના બીજા અને ત્રીજા રાઉન્ડ મા જળાશયો ભરાવાથી ખેતીમા પિયત આપવુ શકય બન્યુ હતુ.

રાજ્યમા હાલ તો ચોમાસામાં પણ ઉનાળાની ઋતુનો લોકોને અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા દોઢેક મહિના થી વરસાદ થયો નથી. વરસાદના વિરામથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. વરસાદી સિસ્ટમ તો ઘણી બની પરંતુ તે ગુજરાત સુધી આવી નહીં, જેના કારણે વરસાદ થયો નથી. વરસાદ ખેંચાવાથી ખેડૂતોએ પિયત શરુ કરી દીધું હતું. જોકે, જુલાઈ મા પડેલા વરસાદે ઓગસ્ટમાં રંગ રાખ્યો હતો. કેમ કે, જળાશયો નવા નીરથી છલકી ગયા હતા. જેથી ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા પિયત શકય બન્યુ છે.

આ પણ વાંચો: શિક્ષણ સહાય યોજના: વિદ્યાર્થીઓને રૂ.1800 થી રૂ. 2 લાખ સુધીની મળે છે સરકારી સહાય, આ રીતે કરો ઓનલાઇન અરજી

ઓગસ્ટમાં અલનીનોની અસર જોવા મળી હતી. ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યો છે, પરંતુ હવે સપ્ટેમ્બરમાં શું થશે? તેની ચિંતા સતાવી રહિ છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહિ કરતા ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલ ની આગાહિ મુજબ સપ્ટેમ્બરમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

વરસાદ ના સમાચાર

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહિ કરતાં જણાવ્યું છે કે, ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદ આવાની હજુ આશાઓ છે. કારણ કે બંગાળના ઉપસાગર પર એક વરસાદી સિસ્ટમ બની રહી છે. જેને લીધે 4 થી 10 સપ્ટેમ્બર સુધીમાં મજબુત સિસ્ટમ બની જશે. 4થી 7 સપ્ટેમ્બરમાં ઓડીસા, ઝારખંડ સહિત પૂર્વ ભારતના વિસ્તારમાં ભારે વરસાદ થવાની અને કેટલાક ભાગોમા પુર આવવાની શકયતાઓ રહેલી છે.

આ સિસ્ટમના એકટીવ થવાને કારણે સપ્ટેમ્બરની શરુઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 7 થી 10 તારીખ સપ્ટેમ્બરના ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે.

આ ઉપરાંત 10 થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ એક વરસાદી સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થનાર છે અને જે વરસાદ લાવશે, તેવી આશા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, વરસાદ મોડો-મોડો પણ આવશે ખરો.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો સાવ કોરો ધાકોર રહ્યા બાદ હવે વરસાદની આતૂરતાથી રાહ જોવાઇ રહી છે. એવામા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ભારે ભરખમ વહન આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, આ સિસ્ટમ ગુજરાતને પણ વરસાદમા તરબોળ કરી દેશે તેવી આગાહિ કરવામા આવી છે.

રાજ્યમાં ઓગસ્ટ મહિના દરમિયાન મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લીધા બાદ હવે ગુજરાતને ફરી એકવાર વરસાદ તરબોળ કરે તેવી આગાહિઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરના મધ્યમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન થાય તેવી સારી આગાહિ કરી છે. હવે અંબાલાલ પટેલે જબરજસ્ત વહન બનવાની અને ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ જણાવી છે. જોકે, આ સંભાવનાઓ સાચી ઠરે તેવી પ્રાર્થનાઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. કારણે ઓગસ્ટ મહિનો લગભગ કોરો ધાકોર રહ્યો હતો બાદ હવે કૂવા અને બોરના પાણીના સ્તર ખાલી થવા માંડયા છે.

અગત્યની લીંક

ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!