વરસાદની આગાહિ: હવામાન વિભાગની વરસાદની આગાહિ, 12 તારીખ સુધી પડશે સારો વરસાદ

વરસાદની આગાહિ ; હવામાન વિભાગની આગાહિ: ગુજરાતમા બીજા અને ત્રીજા રાઉન્ડ મા વરસાદ સાંબેલાધારે પડયો હતો. ત્યારબાદ છેલ્લા દોઢ-બે મહિનાથી વરસાદે સંપૂર્ન વિઅરામ લીધો છે. છૂટા છવાયા ઝાપટા ને બાદ કરતા બીલકુલ વરસાદ પડયો નથી. ત્યારે હવે ખેડૂતો વરસાદની કાગાડોળે રાહ જોઇ રહ્યા છે. પાણીની અછતને લીધે ખેતીના પાકને નુકશાન જાય તેવી શકયતાઓ છે. એવામા વરસાદ બાબતે હવામાન વિભાગની સારી આગાહિ સામે આવી છે.

વરસાદની આગાહિ

હવામાન વિભાગ દ્વારા વરસાદ બાબતે સારી આગાહિ સામે આવી છે. ગુજરાતમાં સપ્ટેમ્બરમાં જુલાઈ મહિનામા પડેલા વરસાદની યાદ અપાવે તેવો વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે. તેમણે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદના બે રાઉન્ડ આવવાની શક્યતાઓ જણાવી છે. જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી શકયતાઓ વ્યક્ત કરીએ છે. તેમણે આ વરસાદથી ખાલી થયેલા જળાશયો જેવાકે કૂવા, તળાવ, ડેમ અને નદીઓમાં નવા નીરની આવક થશે તેમ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: રાજકોટનો રંગીલો લોકમેળો: રાજકોટ અને પોરબંંદર મા જામ્યા લોકમેળા, લોકો આનંદની હેલી ચડયા; જુઓ અદભુત આકાશી નજારો

હવામાન અને વરસાદ ની આગાહિ માટે હવામાન વિભાગે વરસાદ ની આગાહિ કરતા જણાવ્યુ છે કે જૂન-જૂલાઇ મહિનામા પડેલા સાંબેલાધાર વરસાદ જેવો જ ફરી વરસાદ નો રાઉન્ડ આવશે. હવામાન વિભાગે આગામી સમયમા વરસાદની આગાહિ અને વરસાદી સિસ્ટમ અંગે વાત કરીને વિગતવાર માહિતી આપી છે. તેમણે સપ્ટેમ્બરમાં સારા વરસાદની સંભાવનાઓ સાથે ઓક્ટોબરમાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે તેવી તેમણે આગાહિ કરી છે. હવામાન વિભાગે જન્માષ્ટમી બાદ રાજ્યમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં અલનીનોની અસરના કારણે વરસાદ ખેંચાયો હતો.

यह भी पढे:  વરસાદ આગાહિ: ટીટોડી, મોર, અખાત્રીજ પવન, હોળી ઝાળ પરથી કઇ રીતે કરવામા આવશે છે વરસાદની આગાહિ, અંબાલાલે જણાવી માહિતી

વરસાદ આગાહિ

અલનીનોની અસર દૂર થવાની સાથે IOD (ઈન્ડિયન ઓસન ડાઈપોલ) સકારાત્મક સ્ટેજમાં આવતા વરસાદ અંગે સાનુકૂળ સંજોગો ઉભા થયા છે તેવુ જણાવ્યુ હતુ. બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાવાથી વરસાદ અંગે સાનુકુળ સંજોગો થયા છે. તેના કારણે આગામી 5-7 દિવસ ગુજરાત ના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં સૌથી વધુ વરસાદ મધ્યપ્રદેશની સરહદ સાથે સંકળાયેલા ભાગોમાં, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની આગાહિ કરવામા આવી છે.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વિશ્વકર્મા લોન યોજના, 5 % ના વ્યાજે મળશે રૂ.3 લાખની લોન; PM મોદિ કરશે આ યોજનાનુ લોન્ચીંગ

દક્ષિણ ગુજરાત વરસાદ આગાહિ

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સાથે છોટાઉદેપુર, રાજપીપળા.. આ તમામ વિસ્તારોમાં સારો વરસાદની પડવાની આગાહિ કરવામા આવી છે. આ વરસાદ 12 સપ્ટેમ્બર સુધી આવશે તેવી આગાહી કરવામા આવી છે. આ સિવાય દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લાઓના વિસ્તારોમા માં સારામાં સારો વરસાદ પડવાની શક્યતાઓ 12 સપ્ટેમ્બર સુધી રહેલી છે.

સૌરાષ્ટ્ર વરસાદ આગાહિ

સૌરાષ્ટ્રના વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરતા હવામાન નિષ્ણાતો ના મત મુજબ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેવા કે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગર આ તમામ વિસ્તારોમાં આગામી દિવસોમા સારો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. જેમાં આજથી 12 તારીખ સુધીમાં 1-2 રાઉંડ મા ભારે વરસાદ પડવાની શકયતાઓ છે. તેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે.

કચ્છ વરસાદ આગાહિ

કચ્છ ના વિવિધ વિસ્તારો મા વરસાદ અંગે સંભાવના વ્યક્ત કરી છે જેમાં સમગ્ર કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, રાપર તાલુકાના અમુક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અન્ય જિલ્લાઓની સરખામણીમાં થોડું ઓછું રહે તેવી શક્યતાઓ છે. જોકે, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં મધ્યમથી સારો વરસાદ પડે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. 6 સપ્ટેમ્બરથી વરસાદ શરુ થઈ જશે અને જેમ-જેમ સમય જશે તેમ-તેમ વરસાદની તિવ્રતામાં વધારો થતો જશે.

यह भी पढे:  વરસાદ નો ચાર્ટ: 18 થી 21 જુલાઇનો વરસાદનો ચાર્ટ, આટલા જિલ્લાઓમા તૂટી પડશે વરસાદ

ગુજરાતમાં ફરી એક વખત લાંબા વિરામ બાદ ચોમાસું સક્રિય બન્યું છે. ઓગષ્ટ મહિનો કોરોધાકોર ગયા બાદ વરસાદ ની આશા ન હતી, પરંતુ ઓગસ્ટમાં ગાયબ થયેલા વરસાદે આખરે સપ્ટેમ્બરમાં ફરી દસ્તક આપી છે. જેને કારણે ગુજરાતમાં ખેડૂતવર્ગમા હરખની હેલી જોવા મળી છે. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળે છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ બાબતે સારી આગાહી સામે આવી છે. આ આગાહીમાં તેઓએ સપ્ટેમ્બર મહિના માટે ગુજરાતના ખેડૂતોને ખાસ સતર્ક રહેવા આગાહિ કરી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
હવામાન વિભાગની આગાહિ
હવામાન વિભાગની આગાહિ

2 thoughts on “વરસાદની આગાહિ: હવામાન વિભાગની વરસાદની આગાહિ, 12 તારીખ સુધી પડશે સારો વરસાદ”

Leave a Comment

error: Content is protected !!