Best Place of Manali: મનાલીમા જોવાલાયક સ્થળો: ઉનાળામા લોકો ઠંડા પ્રદેશોમા ફરવા વધુ જતા હોય છે. ઠંડા પ્રદેશોમા લોકો ની પહેલી પસંદગી હિમાચલ પ્રદેશ હોય છે. એમા પણ લોકો મોટાભાગે કુલુ-મનાલી ફરવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. મનાલી હિમાચલ પ્રદેશમા આવેલ નાનુ શહેર છે. આ શહેર જંગલ અને નદીઓથી ઘેરાયેલુ છે. જે લોકો મનાલી ફરવા જતા હોય છે તેઓ મનાલીની આજુબાજુ આવેલા જોવાલાયક સારા સ્થળો ની મુલાકાત લેવાનુ ચુકી જતા હોય છે. મનાલીની આજુબાજુમા આવેલા બેસ્ટ સ્થલો એટલે કે Best Place of Manali ની આપણે માહિતી મેળવીશુ.
Best Place of Manali
આજે આપણે મનાલીની આજુબાજુમા આવેલા સારા અને ફરવાલાયક બેસ્ટ સ્થળોની માહિતી મેળવીશુ. જો કે મનાલીમા પણ ઘણા સારા સ્થળો જોવાલાયક આવેલા છે. પરંતુ મનાલીથી થોડા અંતરે આવેલા અન્ય બેસ્ટ સ્થળો એટલે કે મનાલીમા જોવાલાયક સ્થળો ની માહિતી મેળવીએ.
આ પણ વાંચો: WATER PARK In GUJARAT: ગુજરાત મા આવેલા 5 વોટર પાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે.
રોહતાંગ પાસ
મનાલી ફરવા જતા લોકો રોહતાંગ પાસ ન જાય્ તેવુ ભાગ્યે જ બને. મનાલી થી 35 કીમી ના અંતરે આવેલ લગભગ 3 કલાકનો રસ્તો કાપવાનો રહેશે. રોહતાંગ પાસ લગભગ 4000 મીટર જેટલી ઉંચાઇ પર આવેલુ છે. રોહતાંગ જતી વખતે બરફ ના ડુંગરોની વચ્ચે મુસાફરી કરવી એ પણ એક અદભુત લ્હાવો છે.

અટલ ટનલ
મનાલી થી અંદાજીત 30 કીમી ના અંતરે અટલ ટનલ આવેલી છે. જે 10 કીમી જેટલી લાંબી છે. અદભુત એંજીનીયરીંગ અને કલાકારીગરી એટલે અટલ ટનલ. જે ડુંગરોની વચ્ચે ખોદીને 10 કીમી લાંબી બનાવવામા આવેલ છે. અટલ ટનલમા 10 કીમી મુસાફરી કરવી એ પણ એક અદભુત લ્હાવો છે. આ ટનલ બનવાથી મનાલીથી લેહ જતા રસ્તા પર 30-35 કીમી જેટલુ અંતર ઘટી જાય છે.

પત્તિકુહલ
મનલીની નજેક આવેલુ આ ખુબ જ સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. આ જગ્યા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તેથી અહીં તમને શાંતિ મળશે. મનાલીથી આ જગ્યા માત્ર 27 મિનિટ ના અંતરે દુર આવેલી છે.

મલાના
મનાલીથી આ જગ્યા પર જવા માટે તમારે લગભગ 2 કલાકની મુસાફરી કરવી પદશે. આ જગ્યા વિદેશી પ્રવાસીઓને વધારે આકર્ષે છે. અહીંના લાકડાના મંદિર ખુબ જ આકર્ષક અને જોવાલાયક છે.
થાનેદાર
મનાલીથી આ જગ્યા પર જવા માટે તમારે 3 કલાક જેટલી મુસાફરી કરવી પડે છે. પરંતુ અહીં પહોંચ્યા બાદ તેનું કુદરતી સૌંદર્ય જોઈ તમારો આખો થાક ઉતરી જશે. આ જગ્યા પર સફરજન અને ચેરીની ખેતી થાય છે.
સોલાંગવેલી
મનાલીતી ખુબ જ નજીક આવેલ આ જગ્યા પ્રવાસીઓના આકર્શણ નુ કેંદ્ર છે. મનાલીથી રોહતાંગ કે અટલ ટનલ જતા આ જગ્યા રસ્તામા જ આવે છે. સોલાંગવેલી પ્રવાસીઓમા પેરાગ્લાયડીંગ માટે ખુબ જ જાણીતુ છે. ઉપરાંત અહિંનુ કુદરતી સૌદર્ય પણ ખુબ જ આકર્ષક છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

મનાલી કયા આવેલુ છે ?
મનાલી હિમાચલ પ્રદેશમા આવેલુ છે.