વર્લ્ડ કપ ફાઇનલ: ફાઇનલ મા વરસાદ પડશે તો કઇ ટીમ વિજેતા જાહેર થશે, શું છે આઇસીસી ના નિયમો

વર્લ્ડ કપ ફાઇનલ: વર્લ્ડ કપ ફાઇનલનો ક્રેઝ ક્રિકેટ ચાહકોમા સાતમા આસમાને છે. આખા દેશમા ક્રિકેટ ફીવર દેખાઇ રહ્યો છે. અને દેશભરના ક્રોડો ક્રિકેટ ચાહકો ભારત વર્લ્ડ કપ ફાઇનલ જીતે તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે. ત્યારે રવિવાર હોવાથી દેશભરના ક્રિકેટ ચાહકો બપોરે 2 વાગ્યાથી ટીવી સામે ગોઠવાઇ જવાના છે. જો કોઇ કારણ થી ફાઇનલ મેચ નથી રમાતી તો કઇ ટીમ વિજેતા બનશે ? આ બાબતે શું છે આઇસીસી ના નિયમોત એ વિગતે જોઇએ.

વર્લ્ડ કપ ફાઇનલ

રવિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ મા ભવ્ય માનવ મેદની સેલીબ્રીટીઓ ફાઇનલ મેચ જોવા માટે ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય સેલીબ્રીટીઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે ક્રિકેટ ચાહકોને એક પ્રશ્ન થાય છે કે જો વરસાદ કે અન્ય કોઇ કારણસર ફાઇનલ મેચ નથી રમાતી તો કઇ ટીમ ને વિજેતા જાહેર કરવામા આવશે ? ચાલો જાણીએ આ બાબતે આઇસીસી ના શું નિયમો છે ?

  • આઇસીસી ના નિયમોનુસાર વર્લ્ડ કપ ના નોકઆઉટ મેચો માટે રીઝર્વ ડે રાખવામા આવેલ છે.
  • જો વરસાદ જેવા કારણોસર રવિવારે મેચ રમવી શકય ન બને તો બીજે દિવસે મેચ રમાડવામા આવશે તેવી જોગવાઇ કરવામા આવી છે.
  • જો બીજે દિવસે પન મેચ રમવી શકય ન બને તો લીગ રાઉન્ડ મા પોઇન્ટ ટેબલ મા જે ટીમ ઉપર હશે તેને વિજેતા જાહેર કરવામા આવશે. પોઇન્ટ ટેબલ મા ભારત ઓસ્ટ્રેલીયા કરતા આગળ હતુ.
  • જો મેચ આખી રમાય છે અને ટાઇ થશે તો સુપર ઓવર રમાડવામા આવશે. જો સુપર ઓવર પણ ટાઇ થશે તો જયા સુધી મેચનુ પરિણામ ન આવે ત્યા સુધી સુપર ઓવર રમાડવામા આવશે.
  • ઉલ્લેખનીય છે કે 2019 ના વર્લ્ડ કપમા ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ની ફાઇનલ મેચ ટાઇ થઇ હતી. જેને લીધે સુપર ઓવર રમાડવામા આવી હતી. સુપર ઓવર પણ ટાઇ મા પરિણમી હતી. જેમા બાઉન્ડ્રી ના હિસાબથી ઇંગ્લેન્ડ ને વિજેતા જાહેર કરવામા આવ્યુ હતુ. આઇસીસી ના આ નિર્ણયની ચારેબાજુ બોવ જ ટીકા થઇ હતી, જેને લીધે આ વર્લ્ડ કપ મા આ નિયમ બદલવામા આવ્યો છે. અને જયા સુધી મેચનુ અંતિમ પરિણામ ન મળે ત્યા સુધી સુપર ઓવર રમાડવામા આવશે.
world cup final performance shedule
world cup final performance shedule

જો કે રવિવારે અમદાવાદનુ હવામાન જોતા વરસાદ આવે તેવી બીલકુલ શકયતા દેખાતી નથી. તેથી રવિવારે જ ફાઇનલ મેચ આખી રમાશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!