Team India For world cup: india playing 11 for world cup 2023: india world cup 2023 schedule: india team list: icc world cup 2023 schedule, icc world cup 2023 team list : ભારતમા ઓકટોબરમા વર્લ્ડ કપ રમાનાર છે. આ વર્લ્ડ કપ ને લઇને ક્રિકેટ ચાહકોમા ભારે આતુરતા છે. એમા પણ વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મેચ નો ફીવર ખૂબ જ જોવા મળી રહ્યો છે. 14 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા રમાનારી ભારત પાકિસ્તાનની મેચ ની બધી ટીકીટ ઓનલાઇન વેચાઇ ગઇ છે. 14 અને 15 તારીખે અમદાવાદમા હોટેલોના ભાડા રૂ.50000 થી શરૂ કરીને રૂ.2 લાખ સુધીના જોવા મળે છે. એવામા ક્રિકેટ ચાહકો ભારતની ટીમ ની જાહેરાત ની રાહ જોઇ રહ્યા હતા. વર્લ્ડ કપ માટે ભારતની ટીમની જાહેરાત કરવામા આવી છે.
Team India For world cup
વર્લ્ડ કપ માટે ભારતની 15 ખેલાડીની પસંદગી કરવામા આવી છે. જેમા નીચે મુજબના ખેલાડીઓને સ્થાન અપાયા છે.
વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમ Team India For world cup નીચે મુજબ છે.
- રોહિત શર્મા (કેપ્ટન)
- શુભમન ગીલ
- ઇશાન કિશન (વિકેટ કીપર)
- વિરાટ કોહલી
- કેએલ રાહુલ (વિકેટ કીપર)
- શ્રેયસ ઐયર
- હાર્દિક પંંડયા
- શાર્દુલ ઠાકુર
- રવિન્દ્ર જાડેજા
- મોહમ્મદ સિરાજ
- જસપ્રિત બુમરાહ
- કુલદીપ યાદવ
- સૂર્યકુમાર યાદવ
- અક્ષર પટેલ
- મોહમ્મદ શમી
આ પણ વાંચો: World Cup 2023: વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન ની મેચમા થશે ફેરફાર, બદલાઇ અન્ય 10 મેચની તારીખ;જાણો નવુ શીડયુલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ શનિવારે મોડી રાત્રે આગામી ICC ODI વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરી હતી જેમાં KL રાહુલને ટીમમાં સ્થાન આપવામા આવ્યુ હતું જ્યારે સંજુ સેમસન ને ટીમમાથી પડતો મૂકવામા આવ્યો છે.
પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર શ્રીલંકા હાલ ચાલી રહેલા એશીયા કપ મા ગયા હતા જ્યાં તેઓ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને મળ્યા હતા અને ટીમની પસંદગી કરી હતી. કેન્ડીમાં ભારત વિ પાકિસ્તાન એશિયા કપની રમત બાદ આ બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન ની આ મેચ મા ભારતનો ટોપ બેટીંગ ઓર્ડર સદંતર નિષ્ફળ ગયો હતો.
સંજુ સેમસનની સાથે, તિલક વર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્ના, જેઓ આ સમયે ઉપરોક્ત એશિયા કપ માટે શ્રીલંકામાં છે, તેમને પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામા આવ્યુ નથી.
વર્લ્ડ કપ માટે ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્મા કરશે અને મિડલ ઓર્ડરમાં બેટીંગથી હાલ શાનદાર ફોર્મ મા આવી રહેલા ઈશાન કિશનને પણ ટીમમાં જગ્યા મળી છે.

કેપ્ટન શર્મા ઉપરાંત શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ આ વર્લ્ડ કપ મા ભારતની બેટિંગ લાઇન અપનું નેતૃત્વ કરશે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં સ્થાન આપવામા આવ્યુ છે. કારણ કે પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે બેટિંગની ઊંડાઈ પર ભાર મૂક્યો હતો.
બોલિંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પેસ આક્રમણની આગેવાની કરશે જ્યારે સ્પિનર કુલદીપ યાદવને પણ ટીમમાં સ્થાન આપવામા આવ્યુ છે.
આ રીતે બનશે ટીમ ઇન્ડીયા
વર્લ્ડ કપ માટે આ 15 ખેલાડીઓની આ રીતે પસંદગી કરવામાં આવી છે.
વિશ્વકપ માટે 15 ખેલાડીઓની ટીમમાં આ રીતે પસંદગી કરવામા આવી છે.
- સાત બેટસમેન ની પસંદગી કરવામા આવી છે. જેથી બેટીંગ ઓર્ડર મજબૂત બને. તેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને ઈશાન કિશન જેવા ધુરંધર નો સમાવેશ થાય છે.
- ત્રણ ઓલરાઉન્ડર ની પસંદગી કરવામા આવી છે. જેમા અક્ષર પટેલ, ,હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજા નોસમાવેહ્સ ઓલ રાઉન્ડર તરીકે કરવામા આવ્યો છે.
- એક મુખ્ય સ્પિનર અને ચાર ફાસ્ટ બોલરોને ટીમમા જગ્યા આપવામા આવી છે. જેમા કુલદીપ યાદવ સ્પેશીયલ સ્પીનર અને ફાસ્ટ બોલરની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને તીમમા સ્થાન આપવામા આવ્યુ છે.
india playing 11 for world cup 2023
આ વર્ષે ભારતના ઘર આંગણે જ ક્રિકેટનો મહાસંગ્રામ એટલે કે વર્લ્ડ કપ યોજાઇ રહ્યો છે. ત્યારે ક્રિકેટ ચાહકો મા ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. ત્યારે આ વખતની ટીમ ઇન્ડીયા ખૂબ જ સંતુલીત જોવા મળી રહી છે. અને વર્લ્ડ કપમા જીત અપાવશે તેવો ક્રિકેટ ચાહકોને વિશ્વાસ છે.
અગત્યની લીંક
ICC ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

વર્લ્ડ કપ ક્યારથી શરૂ થશે ?
5 ઓકટોબર 2023
વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મેચ કઇ તારીખે રમાશે ?
14 ઓકટોબરે
વર્લ્ડ કપનુ લાઇવ પ્રસારણ કઇ એપ. પર જોઇ શકાસે ?
ડીઝની + હોટસ્ટાર એપ.પર
વર્લ્ડ કપની ફાઇનલ કઇ તારીખે અને ક્યા રમાશે ?
19 નવેમ્બર 2023 એ અમદાવાદ મા રમાશે.
Nice team but Yashasvi jeswal not to play in world cup