World Cup Upset: વર્લ્ડ કપમા મોટો અપસેટ, અફઘાનીસ્તાને ડીફેન્ડીંગ ચેમ્પીયન ઇંગ્લેન્ડ ને 69 રને હરાવ્યુ

World Cup Upset: વર્લ્ડ કપ અપસેટ: હાલ ક્રિકેટનો મહાકુંભ એટલે કે આઇસીસી વન ડે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તેમા આજે ડીફેન્ડીંગ ચેમ્પીયન ઇંગ્લેન્ડ અને અફઘાનીસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. જેમા મોટો અપસેટ સર્જાયો છે. અફઘાનીસ્તાને ઇંગ્લેન્ડ જેવી મજબૂત ગણાતી ટીમ ને આસાનીથી 69 રને હરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ 2019 મા રમાયેલ વર્લ્ડ કપનુ વિજેતા છે અને આ વર્લ્ડ કપમા પણ દાવેદાર ગણાતી ટીમો પૈકી એક છે.

World Cup Upset

વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ મા દર વખત અપસેટ સર્જાતા રહે છે. જેમા સામાન્ય ગણાતી ટીમ કોઇ મજબૂત ટીમ ને હરાવી દેતી હોય છે. આ વર્લ્ડ કપ મ અપણ આવો અપસેટ સર્જાયો છે. અફઘાનીસ્તાન જેવી સામાન્ય ગણાતી ટીમ કે જે પોતાની પ્રથમ બન્ને મેચ હારી ગઇ છે. અફઘાનીસ્તાને આ મેચમા World Cup Upset સર્જતા ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવ્યુ છે.

આ મેચમા ઇંગ્લેન્ડે તોચ જીતીને પહેલા બોલીંગ કરવાનુ પસંદ કયુ હતુ. જેમા અફઘાનીસ્તાને 284 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ઇંગ્લેન્ડ માત્ર 215 રન બનાવી ઓલઆઉટ થઇ ગયુ હતુ. ઇંગ્લેન્ડ ની આ હારની વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલ પર ઘણી અસર પડશે. કારણ કે ઇંગ્લેન્ડ પોતાની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે હારી ગયુ હતુ. હવે ઇંગ્લેન્ડ ને સેમી ફાઇનલમા પ્રવેશવા માટે ઘણી મહેનત કરવી પડશે.

આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર

અફઘાનીસ્તાન ની બેટીંગ

અફઘાનિસ્તાને પ્રથમ બેટીંગ કરતા મજબૂત શરૂઆત કરી હતી.
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાન ના ઓપનરો એ સારી શરૂઆત કરી હતી. પ્રથમ 10 ઓવર મા જ અફઘાનિસ્તાને વિના વિકેટે 79 રન ફટકારી દીધા હતા. વિકેટકીપર ગુરબાઝે વોક્સ, કરન અને ટોપ્લેની ઓવરમાં જોરદાર ફટકાબાજી શરૂ કરી હતી. અફઘાનીસ્તાન ની પ્રથમ વિકેટ 17મી ઓવરમાં પડી હતી. ઈબ્રાહિમ ઝાદરાન 28 રન બનાવી આદિલ રાશિનો શિકાર બન્યો હતો. અફઘાનિસ્તાને 114 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી.

ગુરબાઝની વિસ્ફોટક બેટિંગ
અફઘાનીસ્તાન ના વિકેટકીપર બેટસમેન રહમતુલ્લાહ ગુરબાઝે પ્રથમ બોલથી આક્રમક વલણ અપનાવ્યું હતું. ગુરબાઝે આક્રમક અંદાજમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગુરબાઝ 57 બોલમાં 8 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 80 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રહમત શાહ 3 રન બનાવી રાશિદની ઓવરમાં આઉટ થયો હતો. અફઘાનિસ્તાનનો કેપ્ટન શાહિદી પણ 14 રન બનાવી જો રૂટની ઓવરમાં આઉટ થયો હતો.

152 રનના સ્કોર પર અફઘાનિસ્તાનને ચોથો અને 174 રનના સ્કોર પર પાંચમી વિકેટ પડી ગઇ હતી. અઝમતુલ્લાહ 19 અને મોહમ્મદ નવી 9 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ ઇકરામ અલિખીલ વચ્ચે સાતમી વિકેટ માટે 43 રનની ભાગીદારી નોંધાઇ હતી. રાશિદ ખાને 23 રન બનાવ્યા હતા. ઇકરામ 66 બોલમાં 2 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 58 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં મુઝીબ ઉર રહમાને પણ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મુઝીબ 16 બોલમાં 28 રન બનાવી આઉટ થયો હતો. મુઝીબ અને ઇકરામની ઈનિંગની મદદથી અફઘાનિસ્તાનની ટીમ 280થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી.

ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે 10 ઓવરમાં 1 મેડન સાથે 42 રન આપી ત્રણ વિકેટ મેળવી હતી. માર્ક વુડે 9 ઓવરમાં 50 રન આપી એક વિકેટ ઝડપી હતી. આ સિવાય જો રૂટ, ટોપ્લે અને લિવિંગસ્ટોનને એક-એક સફળતા મળી હતી.

અફઘાનીસ્તાન ની બોલીંગ

ઇંગ્લેન્ડ ના દાવની શરૂઆત થતા જ અફઘાનીસ્તાન બોલરો એ જોરદાર બોલીંગ કરી હતી. અને 1 પછી 1 વિકેટો ખેરવી હતી. ઇંગ્લેન્ડ ને આ મેચમા અફઘાન બોલરોએ કમબેક કરવાની તક જ આપી ન હતી. અને કોઇ પણ બેટસમેન મોટી પાર્ટનર્શીપ બનાવે તે પહેલા જ આઉટ કરી દિધા હતા. અફઘાનીસ્તાન તરફથી મુબીબ ઉર રહેમાન અને રાશીદ ખાને શાનદાર બોલીંગ કરતા 3-3 વિકેટ ઝડપી હતી. જયારે નબી ને 2 વિકેટ તથા ફારૂકી અને નવીન ઉલ હક ને 1-1 વિકેટ મળી હતી.

અગત્યની લીંક

ઇંગ્લેન્ડ અફઘાનીસ્તાન મેચ હાઇલાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
World Cup Upset
World Cup Upset

Leave a Comment

error: Content is protected !!