World Cup Upset: Africa vs Natherland: ક્રિકેટ અનિશ્વિતતાઓ ની રમત છે. ક્રિકેટમા કયારે શું થાય તે નક્કી ન કહેવાય. હજુ 2 દિવસ પહેલા અફઘાનીસ્તાને ઇંગ્લેન્ડ ને હરાવી આ વાત સાબિત કરી હતી. ત્યા વર્લ્ડ કપમા બીજો મોટો અપસેટ સર્જાયો હતો. નેધરલેન્ડ જેવી સામાન્ય ગણાતી ટીમે ઇનફોર્મ સાઉથ આફ્રીકાને હરાવી દિધુ છે. વર્લ્ડ કપની ધર્મશાળામા રમાયેલી આ મેચમા અપસેટ સર્જાયો હતો.
World Cup Upset
વર્લ્ડ કપની ત્રીજા રાઉન્ડ ની ધર્મશાળામા રમાયેલી આ મેચમા વરસાદ આવવાથી મેચ ઘટાડીને 43 ઓવરની કરી દેવામા આવી હતી. જેમા આફ્રીકા એ ટોચ જીતીન પહેલા બોલીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જેમા નેધર લેન્ડે 43 ઓવરમા 8 વિકેટે 245 રન કર્યા હતા. જવાબમા આફ્રીકા ની વિકેટો પડતી ગઇ હતી અને 207 રનમા ઓલાઆઉટ થઇ ગયુ હતુ. આ મેચ નેધરલેન્ડે 38 રને જીતી લીધી હતી. આ મેચ જીતવાની સાથે નેધરલેન્ડ પોઇન્ટ ટેબલમા 8 મા સ્થાને આવી ગયુ છે. ઉલ્લેખનીય છે કે 3 રાઉન્ડ ના અંતે નેધરલેન્ડ પોઇન્ટ ટેબલ મા ઓસ્ટ્રેલીયા અને શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમોથી આગળ છે.
આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર
નેધરલેન્ડ ની બેટીંગ
નેધરલેન્ડે પ્રથમ દાવમા 8 વિકેટે 43 ઓવરમા 245 રન ફટકાર્યા હતા. નેધરલેન્ડ ના દાવની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને એક તબક્કે 140 રનમા 7 વિકેટ પડી ગઇ હતી. ત્યારે નેધરલેન્ડ 200 ર્ન પણ નહી કરી શકે તેમ લાગતુ હતુ.. પરંતુ ત્યારબાદ નેધરલેન્ડ ના કેપ્ટન એડવર્ડ અને વાન ડેર મર્વે એ 64 રનની તોફાની પાર્ટનરશીપ કરી હતી. આ મેચમા નેધરલેન્ડ ના કેપ્ટન એડવર્ડે 69 બોલમા 78 રનની તોફાની ઇનીંગ રમી હતી. તેના મદદથી ટીમે સન્માનજનક 245 રનનઓ જુમલો નોંધાવ્યો હતો. નેધરલેન્ડ તરફથી છેલી ઓવરોમા આર્યન દતે માત્ર 9 બોલમા 23 રન કર્યા હતા. સાઉથ આફ્રીકા તરફથી રબાડા, ન્ગીડી અને યાન્સેને 2-2 વિકેટો લીધી હતી. જયારે કોએત્જે અને કેશવ મહારાજ ને 1-1 વિકેટ મળી હતી.
નેધરલેન્ડ ની બોલીંગ
246 રનનો ટારગેટ ચેજ કરવા ઉતરેલી આફીકાની ટીમ ની શરૂઆત ધીમી રહી હતી. ઓપનીંગ પાર્ટનરશીપ 36 રનની થઇ હતી. પરંતુ ત્યારબાદ ક્રમશ: પડેલી વિકેટો ને લીધે આફ્રીકા કયારેય મેચમા કમ બેક કરી જ શકયુ ન હતુ. ઉપરાઉપરી વિકેટો પડી ગઇ હતી. મિલર અને ક્લાસેન ની પાંચમી વિકેટની પાર્ટનરશીપ ને લીધે આફ્રીકને મેચમા પરત ફરવાની આશા જાગી હતી પરંતુ ત્યારબાદ ક્લાસેન અને મિલર પણ આઉટ થતા આ આશા પણ નિષ્ફળ ગઇ હતી. નેધરલેન્ડ ના તમામ બોલરોએ શાનદાર બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. જેમા લોગાન વાન બીકે 3 વિકેટ ઝડપી હતી. જયારે મેકરન, વાન ડેર મર્વે અને બસ ડે લીડે એ 2-2 વિકેટો ઝડપી હતી. આફ્રીકા તરફથી મિલરે 43 રન જયારે કેશવ મહારાજે 40 રન કર્યા હતા.
અગત્યની લીંક
નેધરલેન્ડ-આફ્રીકા મેચ હાઇલાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |