બચત યોજનાઓ: આ છે બેસ્ટ બચત યોજનાઓ, મળશે સારુ રીટર્ન; સાથે ટેકસ મા થશે બચત

બચત યોજનાઓ: Investment Scheme: હવે ઇન્કમટેકસની બે વ્યવસ્થાછે. જો તમે રોકાણ મારફતે ટેક્સ બચાવવા ઇચ્છો છો તો જૂનો ટેકસ વિકલ્પ યોગ્ય છે. જો તમે હજુ સુધી આ વર્ષ માટે ટેક્સ પ્લાનિંગ કર્યુ નથી તો હજુ પણ સમય છે. કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર તમારે ટેક્સ પ્લાનિંગ કરી લેવાની જરૂર છે. જેથી આગામી વર્ષે ટેક્સ પેમેન્ટ કરતી વેળા પૈસાની બચત કરી શકો છો. આના માટે પ્લાન સરળ બનાવવા માટે આપણે અહીં તમને કેટલીક એવી સ્કીમ અંગે માહિતી આપવા જઇ રહ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે 8.2 ટકા સુધી રિટર્નની સાથે મહેનતની કમાણીનો એક હિસ્સો ઇન્કમટેક્સ ભરવામાથી બચાવી શકો છો.

બચત યોજનાઓ

અહિં કેટલીક સારી બચત યોજનઓઅ આપી છે. જે તમને સારૂ રીટર્ન તો આપશે જ સાથે સાથે તેમા કરેલુ રોકાણ ઇન્કમટેકસ મા પણ બાદ મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

 • આ યોજનામાં 8.2 ટકા વ્યાજ મળે છે.
 • દીકરીની વય 10 વર્ષ થાય ત્યાં સુધી તમે આમાં ખાતું ખોલાવી વાર્ષિક 2.50 થી લઇને 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો.
 • તેમાં 1.5 લાખ રૂપિયા સુધી વાર્ષિક રોકાણ ક૨વાની સ્થિતિમાં સેક્શન 80 સી હેઠળ ટેક્સમાં છૂટછાટ મળે છે.

આ પણ વાંચો: ડ્રોન દીદી યોજના: સરકાર આપી રહિ છે મહિલાઓને આપી રહિ છે 8 લાખની સહાય, મળશે 15000 ની સહાય

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

 • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) લાંબી અવધિની સ્કીમ છે.
 • તેમાં 7.1 ટકા વ્યાજ હાંસલ કરવા માટે એક નાણાકીય વર્ષમાં 500 થી લઇને 1.50 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે.
 • 15 વર્ષ બાદ રોકાણની અવધિ 5-5 વર્ષ માટે વધારી શકાય છે. પીપીએફમાં રોકાણ કરીને તમે કલમ 80 સી હેઠળ વાર્ષિક 1.50 લાખ સુધી ટેક્સમાં છૂટછાટ.

ટાઇમ ડિપોઝિટ સ્કીમ

 • પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 1થી 5 વર્ષના રોકાણ પર 6.9–7.5 ટકા સુધી વ્યાજ મળે છે.
 • ઓછામાં ઓછા 1000 રૂપિયાથી લઇને અમર્યાદિત રોકાણ કરી શકાય છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

 • આ યોજના અંતર્ગત Indian Post મા રોકાણ કરી શકો છો.
 • આ સ્કીમમાં વાર્ષિક 7.7 ટકા વ્યાજ મળશે. તેમાં લઘુતમ રૂપિયાનું રોકાણ કરી 1000 શકાય છે. મહત્તમ રોકાણની કોઇ મર્યાદા નથી. આ સ્કીમમાં પાંચ વર્ષ માટે સિંગલ અથવા તો જોઇન્ટ એકાઉન્ટ તરીકે ત્રણ લોકો રોકાણ કરી શકે છે.

સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ

 • આમાં 60 વર્ષ અથવા તો તેના કરતાં વધારે વયની કોઇ પણ નિવૃત્ત વ્યક્તિ રોકાણ કરી શકે છે.
 • તેમાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે.
 • આ સ્કીમમાં 1000 થી લઇને 15 લાખ સુધી રોકાણ કરી શકાય છે.
 • આ રોકાણ પર કલમ 80 સી હેઠળ ટેક્સમાં છૂટછાટ મળે છે.

આ પણ વાંચો: દ્રાક્ષ ખાવાના ફાયદા: કઇ દ્રાક્ષ ખાવાથી વધુ ફાયદો થશે લીલી કે કાળી, દ્રાક્ષ ખાવાથી થશે આટલા ફાયદા

નેશનલ પેન્શન સિસ્ટમ

 • ટેક્સ બચાવવા માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ રોકાણ કરી શકાય છે.
 • તેમાં કલમ 80 સીસીડી (1બી ) હેઠળ 50 હજાર રૂપિયાની ટેક્સ છૂટછાટ મળે છે.
 • આમાં દર વર્ષે રોકાણ પર ટેક્સ છૂટછાટની સાથે સાથે વૃદ્ધાવસ્થામાં પેન્શનનો લાભ પણ મેળવી શકાય છે

અન્ય કેટલીક સારી બચત યોજનાઓ

 • ઇએલએસએસ : મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી લિન્ક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરીને તમે કલમ 80 સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બચાવી શકો છો.
 • હેલ્થ ઇન્શ્યોરન્સ : જો તમે 60 વર્ષથી ઓછી વયના છો અને પોતાના, જીવનસાથી અથવા તો આશ્રિત બાળકો માટે હેલ્થ વીમાના પ્રિમિયમ ચૂકવી રહ્યા છો તો 25,000 રૂપિયા સુધી ટેક્સમાં છૂટછાટ મળી શકે છે. તમે અને તમારા પરિવારના સભ્યો જો સિનિયર સિટિઝન છે તો કુલ 50 હજાર સુધી ટેક્સ છૂટછાટ મળે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!