નુકશાની સહાય: વાવાઝોડા માટે નુકશાની સહાય જાહેર, કઇ નુકશાની માટે શું સહાય મળશે;જાનો પુરૂ લીસ્ટ

નુકશાની સહાય: વાવાઝોડુ સહાય: તાજેતરમાં જ ગુજરાત ઉપર આવેલા બિપોરજોય વાવાઝોડાના કારણે આઠ જિલ્લામાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્યોદ્યોગમાં ઘણુ નુકશાન થયુ હતુ ઉપરાંત પશુમૃત્યુ પણ થયા હતા છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકશાનમાં મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પાક નુકશાની અને પશુમૃત્યુ અંગેનો સર્વે કરવામા આવ્યો છે.

નુકશાની સહાય

  • બિપોરજોય વાવાઝોડાને લઇ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામા આવી છે.
  • કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકારે 7 હજાર રૂપિયા ચુકવવામા આવશે.
  • સંપૂર્ણ નાશ થયેલા કાચા માકા મકાનોમાં 1 લાખ 20 હજારની સહાય આપવામા આવશે.
  • આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય આપવામા આવશે.
  • આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય આપશે સરકાર.
  • સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય મળશે.
  • ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની સહાય આપવામા આવશે.
  • તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી પણ વધારાની રકમ આપશે.

આ પણ વાંચો: ચોમાસુ આગાહિ: અંબાલાલ પટેલની ચોમાસાની આગાહિ, આ તારીખોમા તૂટી પડશે વરસાદ

વાવાઝોડુ સહાય

ખાસ કરીને કચ્છ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની ઘણી અસર થઈ હતી. પાક નુકશાની અને પશુપાલન ક્ષેત્રે ઘણુ નુકશાન થયું હોવાનો અંદાજ છે. જેથી રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ સર્વે કામગીરીની સમીક્ષા માટે ૨૩મી જૂન, શુક્રવારના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેનાર છે. તેઓ દરિયાકાંઠે માછીમારોને થયેલી નુકશાની અંગે પણ સમીક્ષા કરવાના છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમની કચ્છ મુલાકાત દરમિયાન નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર અને ભુજ તાલુકાના વાવાઝોડાથી પ્રભાવિત ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરનાર છે.

આ પણ વાંચો: કૂલર અને પંખો એકસાથે ચાલુ રાખી શકાય: કુલીંગ ઓછુ મળે કે વધુ, જાણવા જેવી માહિતી

કેશડોલ્સ ની ચુકવણી

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવા મા આવી હતી.
સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન વધુમા વધુ 5 દિવસ માટે જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો નિર્ણય કરવામા આવ્યો હતો, ખાસ વાત એ છે કે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી રોકડમા કરવામાં આવી હતી.

અગત્યની લીંક

નુકશાની વળતર સહાય ઠરાવઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
નુકશાની સહાય
નુકશાની સહાય

Leave a Comment

error: Content is protected !!