ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃધ્ધો ને તેમના ગુજરાન અને નિભાવ માટે દર મહિને સહાય આપવા માટે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અમલમા છે. આ યોજના અંતર્ગત અગાઉ ગરીબી રેખાની યાદી BPL માં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય હોય તેમને જ સહાયનો લાભ મળતો હતો. હવે આ યોજનાની જોગવાઇઓમા ફેરફાર કરવામા આવ્યા છે. જે અંતર્ગત અન્ય કેટેગરીના વૃધ્ધો ને પણ આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે. કેટલી સહાય મળશે ? કોને સહાય મળશે ? કયા ડોકયુમેન્ટ જોઇશે ? તેની વિગતો આ પોસ્ટમા મેળવીએ.
ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના
ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત સહાય મેળવવા માટે નીચે મુજબ ના પાત્રતા ધોરણો નક્કી કરવામા આવેલ છે.
- અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી થી વધુ હોવી જોઈએ .
- દિવ્યાંગ અરજદારના કિસ્સામાં ઉંમર ૪૫ વર્ષ કે તે થી વધુ હોવી જોઈએ અને દિવ્યાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વધુ હોવી જોઈએ.
ઉપર મુજબની પાત્રતા ધરાવતા હોય અને BPL ન હોય તો પણ આ યોજના અંતર્ગત વૃધ્ધ પેંશન મેળવી શકે છે.
વૃધ્ધ પેન્શન યોજના આવક મર્યાદા
ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત નીચે મુજબ અવક મર્યાદા નિયત કરવામા આવી છે.
- ગ્રામ્ય વિસ્તાર માટે અરજદાર ઉમેદવારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
- શહેરી વિસ્તાર માટે ઉમેદવારના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦/-થી વધુ ન હોવી જોઇએ.
અન્ય શરતો
- અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં વસવાટ કરતો હોવો જોઈએ. તો જ આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે.
- અરજદારને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર કે પૌત્ર ન હોવો જોઈએ.
- જેમને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર અથવા પૌત્ર હયાત હોવા છતાં તે પુત્ર કે પૌત્ર શારિરીક દિવ્યાંગતા અથવા માનસિક અસ્થિરતા ધરાવતી હોય અને કમાવવાને અશક્તિમાન હોય તેવા નિરાધાર વૃધ્ધ કે નિરાધાર દિવ્યાંગ સહાયને પાત્ર થશે.
- જેમને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર હયાત હોવા છતાં તેના પુત્ર કેન્સર કે ટી.બી.થી પિડાતા હોય અને કમાવવા માટે અશકત હોય તેવા નિરાધાર વૃધ્ધ, નિરાઘાર દિવ્યાંગ વ્યકિત જો તેમના પુખ્ત ઉંમરના પુત્રની ઉપર જણાવેલ ગંભીર પ્રકારની બિમારી અંગે સિવિલ સર્જન પાસેથી પ્રમાણપત્ર રજુ કરે તો સહાયને પાત્ર થશે. ટી,બી, ની બિમારીમાંથી સ્વસ્થ અને કમાવવાને શક્તિમાન થયે સહાય બંધ થશે,
ગરીબી રેખા નીચે (B.P.L.) સામાવિષ્ટ થતાં અરજદારો માટે પાત્રતાનાં ધોરણો
- ઉંમરનું ધોરણ : અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી થી વધુ હોવી જોઈએ .
આવક મર્યાદા :
૧,અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને ગરીબી રેખા હેઠળ B.P.L. યાદીમાં ૦ થી ૨૦ નાં સ્કોરમાં સમાવિષ્ઠ હોવો જોઇએ.
૨. શહેરી વિસ્તારનાં અરજદારો માટે કેન્દ્ર સરકારનાં અર્બન હાઉસિંગ & પોર્વટી એલીવેશન મંત્રાલયનાં ગરીબી નિવારણ કાર્યક્રમોનાં સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.P.L. યાદીમાં સમાવિષ્ઠ હોવો જોઇએ.
વસવાટનું ધોરણ :
૧. અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં વસવાટ કરતો હોવો જોઇએ.
વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ
- જિલ્લા કલેકટર કચેરી પરથી આ યોજનાનુ ફોર્મ મેળવી શકાય છે.
- મામલતદાર કચેરીથી પણ આ યોજનાનુ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી પણ અરજી ઓનલાઈન કરી શકાય છે.
- આ ઉપરાંત નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- આ યોજના અંતર્ગત અરજી મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
વૃધ્ધ પેન્શન યોજના સહાય
આ યોજના અંતર્ગત ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે.
અગત્યની લીંક
| ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના સુધારા ઠરાવ | અહિં ક્લીક કરો |
| ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
વૃધ્ધ પેન્શન યોજના મા કેટલી સહાય મળવાપાત્ર છે ?
૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે.
વૃધ્ધ પેન્શન યોજના નુ ફોર્મ ભરીને કયા આપવાનુ હોય છે ?
મામલતદાર કચેરીએ
JAY SHREE RAM 🔱🚩
JAY THAKAR
Jay shree Krishna 🙏