Vande Bharat Train: Vande bharat Train Fare: વન્દે ભારત ટ્રેન ભાડુ: ભારતીય રેલ્વે મા નવી પહેલ એટલે વન્દે ભારત ટ્રેન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશમા એકસાથે 9 જેટલી વન્દે ભારત ટ્રેન નો શુભારંભ કરાવવામા આવ્યો હતો. જે પૈકી 1 ટ્રેન ગુજરાત મા પણ ફાળૅવવામા આવી છે. ગુજરાતમા આ ટ્રેન જામનગર થી અમદાવાદ વચ્ચે દોડનારી છે. ત્યારે વન્દે ભારત ટ્રેન ની ખાસીયતો અને તેના ભાડાની વિગતો જાણીએ.
Vande Bharat Train
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરમાં એકસાથે નવ સેમી હાઇ સ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામા આવ્યો હતો. જે પૈકી જામનગર-અમદાવાદ રેલવે રુટની સૌથી ઝડપી ‘વંદે ભારત’ ટ્રેન રાજકોટ પહોંચતા તેનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે રાજ્યના મંત્રી રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, તથા મુળુ બેરા અને અન્ય મહાનુભાવો એ ફૂલોથી ટ્રેનનું સ્વાગત કરવામા આવ્યુ હતુ.
આ પણ વાંચો: શિક્ષણ સહાય યોજના: વિદ્યાર્થીઓને રૂ.1800 થી રૂ. 2 લાખ સુધીની મળે છે સરકારી સહાય, આ રીતે કરો ઓનલાઇન અરજી
Vande bharat Train Fare
જામનગર થી અમદાવાદ વન્દે ભારત એકસપ્રેસ ટ્રેન ની ભાડાની વિગતો નીચે મુજબ છે. આ ટ્રેન ન ચેર ક્લાસ અને એકઝીકયુટીવ ક્લાસ ભાડાના દર નીચે મુજબ છે.
- જામનગર થી અમદાવાદ જવા માટે રૂ.955 થી રૂ.1790 ભાડુ ચૂકવવાનુ રહેશે.
- રાજકોટ થી અમદાવાદ જવા માટે રૂ.810 થી રૂ.1510 ભાડુ ચૂકવવાનુ રહેશે.
- વાંંકાનેર થી અમદાવાદ જવા માટે રૂ.740 થી રૂ.1370 ભાડુ ચૂકવવાનુ રહેશે.
- સુરેન્દ્રનગર થી અમદાવાદ જવા માટે રૂ.610 થી રૂ.1110 ભાડુ ચૂકવવાનુ રહેશે.
- વિરમગામ થી અમદાવાદ જવા માટે રૂ.440 થી રૂ.825 ભાડુ ચૂકવવાનુ રહેશે.
વન્દે ભારત ટ્રેન ભાડુ
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સંપૂર્ણ સ્વદેશી નવ જેટલી ‘વંદે ભારત’ ટ્રેનનું પ્રસ્થાન કરાવી શુભારંભ કરાવ્યો છે, જે દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અભૂતપુર્વ સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ ‘મેક ઈન ઈન્ડિયા’ તથા ‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને પણ સાર્થક કર્યું છે. કાર્યનિષ્ઠ આગેવાનો અને અધિકારીઓની મહેનતના પરિણામે લોકોને ‘વંદે ભારત’ ટ્રેનની સુવિધા પ્રાપ્ત થશે, જેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: વરસાદ ની અંબાલાલ ની આગાહિ: ટૂંક સમયમા શરૂ થશે વરસાદ નો નવો રાઉન્ડ, અરબસાગર મા સર્જાશે વાવાઝોડુ
વન્દે ભારત ટ્રેન વિશેષતાઓ
- આ ટ્રેન સંપૂર્ણ સ્વદેશી છે.
- આ ટ્રેન જામનગર થી અમદાવાદ વચ્ચે દોડનારી છે.
- આ ટ્રેન સપ્તાહમા જામનગર થી બુધવાર સિવાય સપ્તાહમા 6 દિવસ તથા અમદાવાદ થી મંગળવાર સિવાય સપ્તાહમા 6 દિવસ ચાલનારી છે.
- આ ટ્રેન આધુનીક ટેકનોલોજી નો ઉપયોગ કરીને બનાવવામા આવી છે.
- આ ટ્રેન ની ચેર આનંંદદાયક મુસાફરી કરી શકાય તે માટે 360 ડીગ્રી એ ફેરવી શકાય છે.
- આ ટ્રેન રાજકોટ, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે સ્ટોપ કરનાર છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ની સુવિધાઓની વાત કરીએ તો તેમાં રિક્વાઇનિંગ અને આરામદાયક બેઠક રાખવામા આવી છે. સાથે સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા જેવી અત્યાધુનીક સુવિધાઓ આપવામા આવી છે.
વન્દે ભારત ટ્રેન ટાઇમ ટેબલ
જામનગર થી અમદાવાદ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેન નુ સમયપત્રક નીચે મુજબ છે.
જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન તેના રૂટમા આવતી અને જતી વખતે એમ બંને તરફ સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર સ્ટોપ કરનાર છે. અમદાવાદ-જામનગર વન્દે ભારત ટ્રેન ટાઇમ ટેબલ આ મુજબ છે. આ ટ્રેન સાંજે 5.55 કલાકે ઉપડશે. જે સાબરમતી સ્ટેશન પર સાંજે 6.05 કલાકે, વિરમગામ સ્ટેશન પર સાંજે 06.44 કલાકે, સુરેન્દ્રનગર સ્ટેશન પર 07.40 કલાકે, વાંકાનેર 08.33 કલાકે અને રાજકોટ સ્ટેશન પર રાત્રે 09.29 કલાકે પહોંચશે.
જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેન જામનગરથી સવારે 05.30 કલાકે ઉપડશે જે રાજકોટ સવારે 06.35 કલાકે, વાંકાનેર સ્ટેશન પર સવારે 7.15 કલાકે, સુરેન્દ્રનગર સ્ટેશન પર સવારે 08.16 કલાકે, વિરમગામ સ્ટેશન પર સવારે 09.20 કલાકે અને સાબરમતી સ્ટેશન પર સવારે 09.58 કલાકે પહોંચનાર છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
વંદે ભારત ટ્રેન ક્યા શહેરો વચ્ચે ચાલનાર છે ?
જામનગર થી અમદાવાદ
વંદે ભારત ટ્રેન અમદાવાદ થી કેટલા વાગ્યે ઉપડશે ?
સાંજે 5:55 કલાકે
વંદે ભારત ટ્રેન જામનગર થી કેટલા વાગ્યે ઉપડશે ?
સવારે 5:30 ક્લાકે
Rate shu