શિક્ષકોના પગાર: PRAISA SOFTWARE: રાજયના પ્રાથમિક શિક્ષકોના પગાર અત્યાર સુધી SAS સોફટવેર મુજબ ઓનલાઇન બનાવવામા આવતા હતા. પરંતુ છેલ્લા 2 માસથી PRAISA SOFTWARE મા કરવાની સૂચના મળતા અને આ સોફટવેરમા રહેલી ટેકનીકલ ખામીઓને કારણે શિક્ષકોને અડધો મહિનો થવા છતા હજુ પગાર મળ્યા નથી. હાલ તહેવારો નજીક આવતા હોઇ અને શિક્ષકોને પગારની ખાસ જરૂર હોઇ શિક્ષક સંઘો તરફથી આ માસ માટે PRAISA SOFTWARE ને બદલે એસ.એ.એસ. સોફટવેર મુજબ જ પગાર ચૂકવવામા આવે તેવી રજુઆતો કરવામા આવી હતી.
શિક્ષકોના પગાર
રાજ્યમાં સરકારી પ્રાથમિકશાળાઓના શિક્ષકોનીતમામ માહિતી અપડેટકરવાની અને પગાર તેમજ પુરવણી બિલોની ચૂકવણી સહિતની કામગીરી S.A.S. સોફ્ટવેરના બદલે PRAISA સોફ્ટવેરમાં કરવા સૂચના અપાઇ હતી. જેમાં હાલ ઘણી ટેકનિકલ ઇસ્યુ અને ક્ષતિઓ રહી જવાની પૂરી સંભાવના હોવાથી શિક્ષકો અને વિવિધ જિલ્લા સંઘો મારફતે રજૂઆતો મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિકશિક્ષકસંઘે આગામીતહેવારોને ધ્યાને લઇ હાલ ઉતાવળ નહીં કરતાં અત્યારે ચાલતા એસ.એ.એસ. સોફ્ટવેર દ્વારા ચાલુ માસનો પગાર રાબેતા મુજબ કરવા રાજ્યના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અને વિકાસ કમિશ્નરને રજૂઆત કરી હતી.
રાજ્યના તમામ જિલ્લા પંચાયત દ્વારા PRAISA SOFTWARE દ્વારા શિક્ષકોની તમામ ચાલુ માહિતી અપડેટ કરવાની અને પગાર વગેરે ચૂકવણીની કામગીરી કરાઇ રહી છે ત્યારે હાલમાં શિક્ષકોના બદલી કેમ્પ તેમજ વિદ્યા સહાયકોની નવી ભરતી થઇ હોઇ શિક્ષકોની માહિતિ હજુઅપડેટ થઈ નથી ત્યારે ઉતાવળમાં શિક્ષકોની માહિતી અપડેટ કરવા આ સોફ્ટવેરમાં ટેકનિકલ ઇસ્યુ અને ક્ષતિ રહી જવાની સંભાવના હોઇ આગામી તહેવારોને લઇ જૂના સોફ્ટવેર મારફતે જ શિક્ષકોનો આ મહિનાનો પગાર કરવા માંગ કરાઇ હતી. કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પ્રાથમિક શિક્ષકોની પગાર ગ્રાન્ટ રાજ્યકક્ષાએથી ફાળવી તેને ઘણો સમય થઈ ગયો હતો.
PRAISA SOFTWARE
તહેવારોને અનુલક્ષીને આ વખતે એક સાથે બે માસની પગાર ગ્રાન્ટ ફાળવાઈ હતી. પણ સિસ્ટમની ખામીના કારણે છતી ગ્રાન્ટ હજુ સુધી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો સપ્ટેમ્બર માસનો પગાર પણ થયો નહોતો .શિક્ષકોછતી ગ્રાન્ટપગારથી થઇ વંચિત રહ્યા હતા. ઘણા શિક્ષકોના લોનના હપ્તાઓ પણ બાઉન્સ થયા હતા..નવા સોફ્ટવેરમાં હજુ પગાર બિલની કામગીરી ચાલી રહી છે ત્યારે પગાર વધુ વિલંબિત શકે તેમ હોઇ આ બાબતોને ધ્યાને લઇ શિક્ષકોનો ગત અને ચાલુ માસનો પગાર નવા PRAISA સોફ્ટવેરના બદલે જૂના S.A.S. સોફ્ટવેર મુજબ કરવા રાજ્ય સંઘ દ્વારા માંગ કરવામાંઆવી હતી.
આ રજૂઆતને પગલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમા ચીફ એકાઉન્ટઓફિસર બારોટ એ તમામ એકાઉન્ટ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આગામી તહેવારો તથા કર્મચારીઓની નોંધણી / વેરીફીકેશનને ધ્યાને લઈ ૩૦ઓકટોબર સુધી પ્રેઇસાના બદલે જૂના સોફટવેરમાં જપગાર કરવાની સૂચના આપી છે. આસમાચારથી શિક્ષકોમાં રાહતની લાગણી વ્યાપી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |