8 Pay Commission Update: 8 મુ પગારપંચ અપડેટ: સરકારી નોકરી કરતાં લોકોને હાલ મળતા પગાર ધોરણમાં 7 મુ પગારપંચ ચાલી રહ્યું છે. જેમાં દરેક કર્મચારીઓને આ લાભ મળી રહ્યો છે. ત્યારે ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ 8 માં પગારપંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલ સમાચાર સામે આવી રહયા છે કે 8 Pay Commission Update વિશે સરકાર ગમે ત્યારે જાહેર કરી શકે છે. મળતી માહિતી અનુસાર અને ન્યૂઝ ચેનલ મારફત સરકાર આવતા અઠવાડિયે જાહેર કરી શકે છે.
8 Pay Commission Update
નિર્મલા સિતારામન 23 જુલાઇ 2024 ના રોજ કેન્દ્રિય બજેટ 2024-25 ની જાહેરાત કરવા જઈ રહયા છે. બજેટ પહેલા કેન્દ્રિય કર્મચારીની માંગણી બજેટમાં રજૂ કરવામાં આવી હતી. કર્મચારીની માંગણીમાં સૌથી અગત્યની માંગણી 8 મુ પગારપંચ છે. 8 માં પગારપંચ મુજબ કામદાર સંઘે માંગણી રજૂ કરી હતી. અને સરકારને પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો. એવી અપેક્ષા છે કે ત્રીજી વખત સાતમા આવેલી સરકાર બજેટમાં 8 માં પગારપંચની જાહેરાત કરી શકે છે.
8 મુ પગારપંચ અપડેટ
વર્ષ 2024 – 25 ના બજેટમાં સરકારી કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકારે 8 માં પગારપંચનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેના દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્સન ધારકોના હાલના ભથ્થા, લાભોની ચર્ચા કરી હતી. અને આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો હતો. જેથી કરીને બજેટમાં સામેલ કરી કરવામાં આવે.
અગાઉની રચના
અગાઉ 7 મુ પગારપંચની રચના 28 ફેબ્રુઆરીએ 2014 ના રોજ વચગાળાના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016 થી અમલ કરવામાં આવ્યો હતો. વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન આ પહેલી વખત બનશે. જ્યારે નવા પગારપંચની રચના કરવામાં આવશે. સામાન્ય રીતે 10 વર્ષના અંતરિયાળ મુજબ 8 મુ કેન્દ્રિય પગારપંચ 1 જાન્યુઆરી 2026 થી શરૂ થવાની દરખાસ્ત છે. જો કે હજુ સુધી આની ઓફિશિયલ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી.
આ પણ વાંચો: Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે સહાય કીટ
સકારાત્મક ફેરફારની અપેક્ષા
2024-25 ના બજેટમાં આ પ્રસ્તાવના સમાવેશથી સરકારી કર્મચારીઓને સકારાત્મકતા મળશે અને તેઓ સમયસર પગારપંચની સૂચિત ફેરફારનો લાભ મેળવી શકશે. બજેટ 2024 – 25 માં 8માં પગારપંચની જાહેરાત સાથે સરકારી કર્મચારીઓ અને પેન્સન ધારકોને જીવનમાં સકારાત્મક ફેરફારોની અપેક્ષા છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
