વરસાદ ની અંબાલાલ ની આગાહિ: ટૂંક સમયમા શરૂ થશે વરસાદ નો નવો રાઉન્ડ, અરબસાગર મા સર્જાશે વાવાઝોડુ

વરસાદ ની અંબાલાલ ની આગાહિ: અંબાલાલ પટેલ: હવામાન આગાહિ: અંબાલાલ વાવાઝોડુ આગાહિ: રાજયમા વરસાદે 2 મહિના વિરામ લીધા બાદ હાલ સપ્ટેમ્બર મહિનામા ભુક્કા બોલાવી દિધા હતા. ખાસ કરીને દક્ષિણ ગુજરાત મા અતિભારે પડેલા વરસાદથી તારાજી સર્જી હતી. અને હાલ મેઘરાજા એ વિરામ લીધો છે. ત્યારે વધુ એક વરસાદના રાઉન્ડ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહિ સામે આવી છે. ચાલો જાણીએ અંબાલાલ પટેલ શું કહે છે વરસાદ ના નવા રાઉન્ડ અંગે. ?

વરસાદ ની અંબાલાલ ની આગાહિ

  • રાજ્યમાં હજુ આવશે વરસાદનો એક રાઉન્ડ
  • લો પ્રેશરના કારણે પડી શકે છે વરસાદ
  • 30 સપ્ટેમ્બર આસપાસ સર્જાશે વરસાદી સીસ્ટમ

rainfall forecast : ગુજરાતભરમાં હાલ વરસાદ ના ચોતહ રાઉન્ડ મા મેઘરાજા એ ભુક્કા બોલાવી દિધા હતા. હાલ મોટાભાગના જિલ્લાઓમા વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વરસાદ નો હજુ એક રાઉન્ડ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી શકયતાઓ રહેલી છે. જેને લઈ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય તેવી શકયતાઓ રહેલી છે.

આ પણ વાંચો: સરકારી યોજના: ખેડૂતો માટે ઉપયોગી 5 સરકારી યોજનાઓ, ફટાફટ ઉઠાવો આ યોજનાઓ નો લાભ

વાવાઝોડા અંગે આગાહિ

2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાઈ તેવી આગાહિ અંબાલાલ પટેલ દ્વારા કરવામા આવી છે.
અંબાલાલ પટેલે આગાહિ કરતાકહ્યું હતુ કે, 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાની પુરી શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. 2 ઓક્ટોબરે બંગાળમાં વાવાઝોડું સર્જાય તેવી શકયતાઓ રહેલી છે.

આ સમયગાળામા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેમણે કહ્યું કે, કચ્છ જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે તેમજ 27 સપ્ટેમ્બરે ગુજરાતમાંથી ચોમાસા નુ જોર ઓછુ પડશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાનું સર્જન થઈ શકે છે તેમ અંબાલાલએ આગાહી કરી છે.

હવામાન આગાહિ

આવતા 5 દિવસ માટે હવામાન વિભાગ તરફથી વ્વીધ જિલ્લાઓમા વરસાદ માટે નીચે મુજબ આગાહિ આપવામા આવી છે.

ઉતર ગુજરાત વરસાદ આગાહિ

આવનારા 5 દિવસ માટે ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી મા હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા રહેલી છે.

આ પણ વાંચો: ભારે વરસાદ સહાય: ભારે વરસાદ થી અસરગ્રસ્ત જિલ્લાઓમા કેશડોલ્સ રોકડ સહાય ચૂકવવાની સરકારની જાહેરાત, વ્યક્તિદિઠ મળશે રૂ.500

મધ્ય ગુજરાત વરસાદ આગાહિ

મધ્ય ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા વડોદરા, પંચમહાલ મા આવનારા 5 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

દક્ષિણ ગુજરાત વરસાદ આગાહિ

દક્ષિન ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરત, ભરુચ, નર્મદા, ડાંગ, નવસારી મા આવનારા 5 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહિ હવામાન વિભાગ તરફથી કરવામા આવી છે.

સૌરાષ્ટ્ર વરસાદ આગાહિ

સૌરાષ્ટ્ર ના વિવિધ જિલ્લાઓ જેવા કે પોરબંદર, જુનાગઢ, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ માં વાતાવરણ મહદઅંશે શુષ્ક રહેવાની શકયતાઓ રહેલી છે અને છુટા છવાયા ઝાપટા ને બાદ કરતા વરસાદ પડવાની શકયતાઓ નહીવત છે.

અગત્યની લીંક

અંબાલાલ ની વાવાઝોડા અંગેની આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

1 thought on “વરસાદ ની અંબાલાલ ની આગાહિ: ટૂંક સમયમા શરૂ થશે વરસાદ નો નવો રાઉન્ડ, અરબસાગર મા સર્જાશે વાવાઝોડુ”

Leave a Comment

error: Content is protected !!