બગોદરા બાવળા અકસ્માત: અમદાવાદના બાવળા – બગોદરા નજીક આજે ભયાનક અકસ્માત થયો હતો જેમાં 10 લોકોના મોત થયા છે તેમજ 10થી પણ વધુ લોકો હાલ ઇજા થવાથી સારવાર હેઠળ છે. હાઇવે પર ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે PM, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ એ Tweet કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.
બગોદરા બાવળા અકસ્માત
શુક્રવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે. બાવળા બગોદરા રોડ પર એક ગમ્ખ્વાર ગોઝારો અકસ્માત સ્ર્જાયો હતો જેમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પંચર પડેલી ટ્રક રોડ પર ઉભી હતી, ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી ગયુ હતુ તેને લીધે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા હાથીમાં સવાર 10 લોકો મોતને ભેટયા હતા. જેમા 5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષોના મોત થયા છે.
PMOએ કરી સહાયની જાહેરાત
દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અકસ્માત મામલે સહાયની જાહેરાત કરી દુખ વ્યક્ત કર્યું છે. PMએ ટ્વીટ કરી લખ્યું છે કે, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર બનેલી માર્ગ દુર્ઘટના ખુબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના તેમજ ઈજાગ્રસ્ત જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. રૂપિયા 2 લાખ મૃતકના પરિવારજનોને તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યુ
બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટનાને પગલે CM ભૂપેન્દ્ર પટેલે પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે Tweet કરી લખ્યું કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના દ્રદયદ્રાવક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

છોટા હાથીની અંદર આગળ 3 માણસો અને પાછળ 10 લોકો બેઠા હતા, જેમાંથી 10 મુસાફરોના મોત નિપજ્યા હ્તા. તેમજ 3 ઘાયલોને સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર માટે ખસેડવામા આવ્યા છે. 10 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ ઘટનાને લીધે ગમગીની છવાઈ ગઈ છે. આ તમામ લોકો ચોટીલાથી દર્શન કરી ઘરે પરત જઇ રહ્યા હતા. તમામ કપડવંજના સુણદા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે બાવળા બગોદરા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.
અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માતમાં 2 પુરુષ, 5 મહિલા, 3 બાળકો નો સ્માવેશ થાય છે. પરંતુ આ અકસ્માતમાં એક અગત્યની બાબત એ સામે આવી છે કે બે બાળકીનો આબાદ બચાવ થયો છે. કહેવત છે ને કે, રામ રાખે એને કોણ ચાખે. અમદાવાદ બગોદરા હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે, પરંતુ બે બાળકીને જરા પણ આંચ નથી આવી. ઘસરકો પણ આવ્યો નથી. અકસ્માતમાં બે બાળકીનો આબાદ બચાવ થયો છે. હાલ બન્ને બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને ડોક્ટર્સ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ બન્ને બાળકીના માતા-પિતા અકસ્માતમાં હયાત છે કે કેમ? તે અંગે કોઇ માહિતી મળી નથી.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |

Q