Richest Village of Gujarat: ગુજરાતનુ ધનીક ગામ: માધાપર ગામ: દેશમાં તો આપણે ઘણા પૈસાદાર માણસો તથા ગામો વાત કરતાં હોઈએ છીએ, અને સાંભળતા હોઇએ છીએ. ભારતમાં ઘણા ધનીકો વસવાટ કરે છે. તેમજ તમે ક્યારેય એવું જાન્યુ છે કે આપના ગુજરાતનું સૌથી ધનિક ગામડું ક્યૂ છે? અને ત્યના લોકોશું વ્યવસાય કરે છે? અને આ ગામ કયાર થી સમૃદ્ધ અને ધનવાન છે? આવા અનેક પ્રશ્નોનાં જવાબ સામે તમે નીચે આપલી માહિતી વાચો.
ગુજરાતના ક્યાં જિલ્લાનું છે? આ ગામ
Richest Village of Gujarat: ગુજરાતનાં આ ગામ વિષે વાત કરવા માં આવે તો તે ગુજરાતના કચ્છ જિલ્લાનું માધાપર ગામ વિશ્વનું સૌથી ધનિક ગામોમાંનું એક ગામ ગણવામાં આવે છે. આ ગામના લોકોએ બેંકોમાં લગભગ 5000 કરોડ રૂપિયા જેટલી ડિપોઝિટ પેટે જમા કરાવ્યા છે, એટલા માટે જ આ નાના એવા ગામમાં 13 જેટલી બેંકો આવેલી છે.
કઈ સાલથી પ્રખ્યાત છે આ ગામ?
Richest Village of Gujarat: ગુજરાતના કચ્છ જિલ્લા મુખ્ય મથક ભુજથી માત્ર 3 કિલોમીટર ના અંતરે આવેલું આ માધાપર ગામ આજથી નહીં પણ 1934 થી પ્રગતિશીલ છે. આ ગામ1934માં તે સમયની ભવ્ય પ્રાથમિક શાળાનું નિર્માણ થયું ત્યારે બહાર ગામથી લોકો તેને જોવા આવતા હતા. જ્યારે 2001 ભૂકંપમાં ગામને નુકસાન થયું હતું, ત્યારે તે સમયે અભ્યાસ કરતા બધા વિદ્યાર્થીઓએ એ જ શાળાને ફરીથી નવી બનાવી હતી. આજે માત્ર આ ગામના માણસોની ગામમાં આવેલી બેંકોમાં જ 5000 કરોડ રૂપિયાથી વધુની થાપણો છે.
5000 કરોડ જેટલી બેન્ક થાપણો
Richest Village of Gujarat: કચ્છ જિલ્લાના માધાપરના લેઉઆ પટેલ સમાજના અગ્રણી અને કચ્છ જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય જયંતભાઈ માધાપરિયાએ જણાવ્યું હતું કે ગામ છેલ્લા પાંચ દશકાથી સમૃદ્ધ છે. 1975ની સાલમાં લોકો પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવતા હતા, તે સમયે આખા ગુજરાતની જેટલી પણ પોસ્ટ ઓફિસ છે તણા કરતાં એકલા માધાપરમાં સૌથી વધુ થાપણ આ ગામની હતું અને તે રકમ હતી 500 કરોડથી પણ વધુ રૂપિયા. અને આજે 2023 માં ગામમાં 13 જેલી બેન્કો આવેલી છે અને આ બેંકોમાં 5000 કરોડ રૂપિયા થી વધુની થાપણો છે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં હશે તે અલગ.
આ પણ જુઓ: જાપાનમા થતી વિશ્વની સૌથી મોંઘી કેરી
કેવી રીતે બન્યું સમૃદ્ધ આ ગામ
Richest Village of Gujarat: માધાપર ગામમાં આટલો બધા પૈસા અને સમૃદ્ધિ કેમ છે તેનું રહસ્ય જણાવતા જયંતભાઈ માધાપરિયા કહ્યું હતું કે, 1940 થી ગામમાં લેઉઆ પટેલ સમાજના પરિવારના યુવકો અમેરિકા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, દુબઈ, કેનેડા અલગ અલગ દેશોમાં જઈને વસ્યા, ત્યાથી પૈસા કમાયા અને ગામડામાં પૈસા મોકલવાની શરૂઆત કરી.
13 જેટલી બેન્કો આવેલી છે.
Richest Village of Gujarat: આ નાનકડા માધાપર ગામના લોકો પહેલાં તેઓ પોસ્ટ ઓફિસમાં જમા કરાવતા હતા અને 1990 ના સમય પછી જ્યારે બેંકો આવવા લાગી ત્યારે બેંકોમાં સીધા વિદેશ થી પૈસા મોકલવામાં આવ્યા. આજે મોટી ખાનગી અને સરકારી સહિત કુલ 13 જેટલી બેંકો આ ગામ માં આવેલી છે. હવે ગામજનો આજની રોકાણ પદ્ધતિ શેરબજારમાં અને મ્યુચલ ફંડમાં પણ રોકાણ કરે છે.
આ ગામમાં તમામ સુવિધાઓ છે.
આ માધાપર ગામ એક લાખની વસ્તી ધરાવતું મોટું ગામ બની ગયું છે. ભૂકંપ પછી માધાપર ગામમાં અનેક લોકો સ્થાયી થયા હતા. આજે ગામમાં અતિ આધુનિક ગૌશાળા, રમતગમત સંસ્થા, મંદિર, ચેકડેમ, શાળા સહિતની તમામ સારી સુવિધા ઓ છે. મોટાભાગના લોકો ખેતીની પ્રવૃતિસાથે જોડાયેલા છે. લંડનમાં માધાપર વિલેજ એસોસિએશનની પણ રચના કરવામાં આવી છે જે ગામને આર્થિક, સામાજિક, અન્ય રીતે મદદ કરે છે.
આ પણ જુઓ: વૃધ્ધ પેંશન યોજના ફોર્મ ડાઉનલોડ કરો
આ ગામમાં વીરાંગના સ્મારક આવેલું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 માં યુદ્ધ થયું હતુ, અને ભારત જીત્યું હતું. જેમાં ભુજમાં જ્યારે પાકિસ્તાન દ્વારા એરસ્ટ્રીપ પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે માધાપર ગામની મહિલાઓએ આ એરફોર્સને રનવે બનાવવામાં મદદ કરી હતી. તમે અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ‘Bhuj: The Pride of India’ ફિલ્મ પણ તેના પર બની છે.
અતિ આધુનિકતા થી સુવિધા યુક્ત આ ગામ ભારતનું તથા વિશ્વનું સૌથી ધનિક ગામમાં નામના ધરાવે છે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
માધાપર ગામ ક્યાં જિલ્લામાં આવેલું છે?
કચ્છ જિલ્લામાં
આ ગામ માં કેટલી બેન્કો આવેલી છે?
13 જેટલી
આ ગામના યુવાનો ક્યાં વસ્યા છે?
અમેરિકા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, દુબઈ, કેનેડા