GIFT City Liquor Permission: ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર, કોને છૂટ મળશે; કોને મળશે પરમીટ

GIFT City Liquor Permission: ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામા આવી છે. આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

GIFT City Liquor Permission

  • GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.
  • GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.
  • સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

એફ.એલ-૩ લાયસન્સ

  • ગીફ્ટ સીટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/કલબ રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ. ગીફટ સીટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે.
  • જે તે હોટલ/કલબ/રેસ્ટોરન્ટ નિયમો અતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામકશ્રી, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરુરી ચકાસણી કરી સરકારશ્રીએ નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.
  • ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે.
  • ગીફટસીટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી ગીફટના દ્વારા અધિકૃત અધિકારીશ્રી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.
  • ગીફટસીટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજુરી ગીફટસીટીના જે તે કંપનીના HR હેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામા આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે.
  • લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે.
  • એફ.એલ-૩ લાયસંન્સ હેઠળ અધિકૃત કરેલ ગીફટ સીટી વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.
  • લાયસન્સ ધારક,લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા,નિયમો કે સુચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
  • લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અગેનું લાયસન્સ,ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે
  • એફ.એલ.3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમીટ ધારક્ને લિકર વેચાણ કરી શકાશે નહી.
  • લાયસન્સ જે સ્થળે મંજુર કર્યુ હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.
  • લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જ જરૂરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.
  • વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહીં
  • ૨૧ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને જ લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામા આવશે.
  • લિકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ અને એફ.એલ-૩ લાઈસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.
  • લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનુ સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
GIFT City Liquor Permission
GIFT City Liquor Permission

Leave a Comment

error: Content is protected !!