Chandrayan Landing Live: ચંદ્રયાન લેન્ડીંગ નો ઇસરો એ શેર કર્યો ઓરીજનલ વિડીયો, ચંદ્રયાન ના અતિઆધુનિક કેમેરાથી લેવાયેલો વિડીયો

Chandrayan Landing Live: ચંદ્રયાન લેન્ડીંગ લાઇવ: Chandrayan Live youtube: Chandrayan Live Facebook: 23 ઓગષ્ટ ભારત માટે ઇતિહાસ સર્જનારી અને ગૌરવપૂર્ણ હશે. 23 ઓગષ્ટે ચંદ્રયાન-3 નુ સોફટ લેન્ડીંગ ચંદ્ર પર થનાર છે. ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણની આખો દેશ આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. 14 જુલાઇએ ઇસરો દ્વારા હરિકોટા ના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 નુ સફળ લોંચીંગ કરવામા આવ્યુ હતુ. હાલ ચંદ્રયાન તેની નિર્ધારીત ગતિથી આગળ વધી રહ્યુ છે. અને 23 તારીખે આ ચંદ્રયાનનુ સોફટ લેન્ડીંગ સફળતાપૂર્વક થયુ હતુ. આ સોફટ લેંડીંગ સાથે જ ભારતે ઇતિહાસ સર્જી દિધો છે.

Chandrayan Landing Live

[Live Update]

ચંદ્રયાનની પળેપળની લાઇવ અપડેટ માટે આ પોસ્ટ જોતા રહો.

  • સમગ્ર વિશ્વમા વાગ્યો ઇસરો અને ભારતનો ડંકો
  • ભાતે ચંદ્રયાનનુ સોફટ લેંડીંગ કરાવી ઈતિહાસ સર્જયો છે.
  • ચંદ્રની ધરતી પર ઉતરનાર ભારત ચોથો દેશ બન્યો છે.
  • ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ છે.
  • PM મોદિ હાલ સાઉથ આફ્રીકાના પ્રવાસે છે. જહોનીસબર્ગથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
  • ભારત બન્યો ચંદ્ર ની ધરતી પર સોફટ લેન્ડીંગ કરનાર ચોથો દેશ
  • ચંદ્રયાન નુ લેન્ડર આજે 6:04 વાગ્યે ચંદ્ર પર લેન્ડ કરનાર છે.ચંદ્ર પર 14 દિવસ અંધકાર અને 14 દિવસ પ્રકાશ રહે છે. 23 ઓગષ્ટે જ ચંદ્ર પર સૂર્યોદય થવાનો છે. જેથી સૂર્યની રોશનીમા ચંદ્રયાનનુ રોવર ચાર્જ થતુ રહેશે.

23 ઓગષ્ટ તમામ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. જ્યારે ચંદ્રયાન-3 નુ ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરનાર છે. ચંદ્રયાન ના આ સોફટ લેન્ડીંગ ની પ્રક્રિયા સાંજે અંદાજીત 5:27 વાગ્યે થી શરૂ થયુ હતુ. જેનુ ઇસરો દ્વારા યુ ટયુબ, ફેસબુક પેજ અને વેબસાઇટ ના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટ થનાર છે. તમામ દેશવાસીઓને અને શાલા કોલેજોમા વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ ક્ષણ લાઇવ નિહાળવા ઇસરો તરફથી અપીલ કરવામા આવી છે. ચાલો ત્યારે જાણીએ Chandrayan Landing Live કઇ રીતે નિહાળશો.

ISRO એ સર્જયો વધુ એક વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંંચો: Moon Image: ચંદ્રયાને અતિઆધુનિક કેમેરાથી લીધા ચંદ્રની નજીકથી નવી ઈમેજ અને વિડીયો, ઇસરો એ કર્યા શેર

સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) – ઈસરોના દ્વારા ચંદ્રયાન ના લેન્ડીંગની પ્રક્રિયા લાઇવ કરવામા આવી હતી. જે લાઇવ સ્ટ્રીમીંગ એક્સાથે 8 મીલીયન લોકોએ નિહાળ્યુ હતુ. એકસાથે આટલા લોકોએ લાઇવ ટેલીકાસ્ટ નિહાળ્યુ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. તે પણ એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ઈતિહાસ રચવા ઉપરાંત ભારતે જમીન પર વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ જોવાના મામલે ભારતીયોએ રેકોર્ડ બનાવ્યો છે.ઈસરોએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું, જેને 8.5 મિલિયન એટલે કે લગભગ 85 લાખ લોકોએ લાઈવ જોયું હતું, જે એક રેકોર્ડ બની ગયો છે.

ચંદ્ર થી કેટલુ છે દૂર ?

ઈસરોએ એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. લેન્ડર હાલમાં ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા માટે સપાટ જમીનની શોધી રહ્યુ છે. લેન્ડર ચંદ્ર પર એવી જગ્યાની શોધમાં છે જ્યાં બોલ્ડર્સ અને ખાઈઓ નથી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી જેતૅલુ જ દૂર છે. જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવશે તો ભારત આવું કરનારો પ્રથમ દેશ બની જશે. અને તે ક્ષણ દરેક દેશવાસી માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે.

આ પણ વાંંચો: Somnath Live Darshan: પવિત્ર શ્રાવણ માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઘરેબેઠા

ચંદ્રયાન મિશન કોણે તૈયાર કર્યું?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના અગ્રણી અને નિષ્ણાંત વૈજ્ઞાનિકો એ સાથે મળીને ચંદ્રયાન મિશન તૈયાર કર્યું છે. જેમાં ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ અને તેમની નિષ્ણાંત વૈજ્ઞાનીકોની ટીમ સામેલ છે. ચંદ્રયાન-3 પ્રોજેક્ટના ડિરેક્ટર અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડિરેક્ટર પણ આ ટીમનો એક હિસ્સો છે. ચાલો તેમના વિશેમાહિતી મેળવીએ.
એસ સોમનાથઃ ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગયા વર્ષે જાન્યુઆરીમાં સ્પેસ એજન્સીનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ ભારતના ચંદ્ર મિશનમાં સામેલ સૌથી અગ્રણી વ્યક્તિ કહી શકાય. ISROના અધ્યક્ષ બનતા પહેલા, સોમનાથ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. ચંદ્રયાન ઉપરાંત, સૂર્ય પર મોકલવામાં આવેલ આદિત્ય-L1 અને ગગનયાન (ભારતનું પ્રથમ માનવ મિશન) મિશન પણ તેમની દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે.

પી વીરમુથુવેલઃ ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલ છે. તેમને 2019માં ચંદ્રયાન-3 માટે ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. વીરમુથુવેલ ઈસરોના મુખ્ય કાર્યાલયમાં ‘સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસ’માં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

chandrayan Landing Live Telecaste

23 ઓગષ્ટે ચંદ્રયાન ના લેન્ડીંગની પ્રક્રિયા ઇસરો દ્વારા લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે. જે ઇસરોની યુ ટયુબ ચેનલ, ફેસબુક પેજ, ઇસરો વેબસાઇટ અને દુરદર્શન ચેનલ પરથી લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે.

રેકોર્ડ તોડ્યો
ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગના કિસ્સામાં ભારતીયોએ સ્પેનિશ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઈબાઈનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. Ibai પાસે સૌથી વધુ 3.4 મિલિયન એટલે કે 3.4 મિલિયન લોકો એકસાથે લાઇવ સ્ટ્રીમિંગ જોવાનો રેકોર્ડ હતો, જે હવે ભારતીયોએ તોડી નાખ્યો છે. આ પણ એક અનોખો રેકોર્ડ છે, જે ભારતીયોનો આ મિશન પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે.

અગત્યની લીંક

Chandrayan Landing Live જુઓ યુ ટયુબ પરઅહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ ફેસબુક પરઅહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ ઇસરો વેબસાઇટ પરઅહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ દુરદર્શન ચેનલ પરઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Chandrayan Landing Live
Chandrayan Landing Live

ચંદ્રયાન ક્યારે સોફટ લેન્ડીંગ કરનાર છે ?

23 ઓગષ્ટ

Chandrayan Landing Live શેના પર કરવામા આવનાર છે ?

યુ ટયુબ, ફેસબુક અને ઇસરો ની વેબસાઇટ પર

13 thoughts on “Chandrayan Landing Live: ચંદ્રયાન લેન્ડીંગ નો ઇસરો એ શેર કર્યો ઓરીજનલ વિડીયો, ચંદ્રયાન ના અતિઆધુનિક કેમેરાથી લેવાયેલો વિડીયો”

  1. VANDE MAATARAM…JAY HIND…A BIG SALUTE TO OUR GREAT SCIENTISTS OF ISRO for successfully landing Chandrayan 3 on ..Lunar South Pole.

    Reply

Leave a Comment

error: Content is protected !!