અંબાલાલની આગાહિ: માવઠુ આગાહિ: આ વર્ષે કમોસમી વરસાદ એટલે કે માવઠુ જાણે ખેડૂતોનો પીછો છોડવાનુ નામ નથી લઇ રહ્યુ. સતત રાજયના અલગ અલગ વિસ્તારોમા કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત એપ્રીલ મહિનાના અંતમા કમોસમી વરસાદ પડશે તેવે આગાહિ હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી છે.
અંબાલાલની આગાહિ
- ફરી કમોસમી વરસાદની કરવામા આવી આગાહી
- ગાજવીજ સાથે પડી શકે કમોસમી વરસાદ
- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની માવઠાની આગાહી
અંબાલાલની આગાહિ ગુજરાતમાં હાલ ખુબ જ ગરમી પડી રહિ છે. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદ પડશે તેવી આગાહી આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી 3 મે વચ્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠુ થઇ શકે છે.
આ જિલ્લાઓમા થઇ શકે માવઠુ
રાજયના આ વિસ્તારમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ.
અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ છે કે પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 27 એપ્રિલથી 3 મે ની વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, સુરત, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાના વિસ્તારોમા પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો: ઉનાળામા કેરી ખાવાના ફાયદાઓ વાંચો
કેવુ રહેશે આ વર્ષે ચોમાસુ ?
અંબાલાલની આગાહિ: હોળીની જાર અને અખાત્રીજ્ના પવન પરથી હવામાન નિષ્ણાંતો આવતા વર્ષે ચોમાસુ કેવુ રહેશે તેની આગાહિ કરતા હોય છે. ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અખાત્રીજના પવનનો વરતારો ગાંધીનગર ખાતેથી જોવામાં આવ્યો હતો. અખાત્રીજના દિવસે પવનની વાત કરીએ તો પરોઢનો પવન નૈઋત્ય પશ્ચિમ અને સહેજ ઉતર તરફનો હતો. ઉતર ગુજરાતમાં ભાગોમાં નૈઋત્યના પવનના સમાચાર મળ્યા છે. આથી આગામી ચોમાસું સમધારણ રહેવાની શ્કયતાઓ છે. વરસાદ વહેલો આવે અને પવન વાયવ્ય તરફનો ઝુકાવ હતો જેના કારણે આંધી વંટોળ સાથે વરસાદ આવે તેવી પણ શકયતાઓ દેખાઇ રહિ છે.
આ પણ વાંચો: ઉનાળાની કાળઝાળ ગરમીમા શુંંકરવુ ? શું ન કરવુ ?
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ચોમાસું સમધારણ રહેવાની સંભાવનાઓ રહે છે. દક્ષિણ પવન ન હતો એટલે એકંદરે દુષ્કાળ ઉતેજક ન ગણાય એટલે ચોમાસું સમધારણ રહે છે.
લૂ અને ગરમીમા શું કરવુ ?
હાલ ખૂબ જ ગરમી અને લૂ પડી રહિ છે. ત્યારે હિટવેવની સ્થિતિમાં 1થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઈએ તેવી સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ઉપરાંત લૂ અને ગરમીમા બાળકો અને વૃદ્ધો ને બને ત્યા સુધી ઘરની બહાર ન નીકળવુ જોઇએ. ગરમી અને લૂ મા પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી કરીને શરીર મા પાણી ઘટે નહિ. તેમજ કમોસમી વરસાદમાં પણ ભારે પવન કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે. ત્યારે તૈયાર પાકને યોગ્ય જગ્યા પર ખેડૂતોએ રાખવો જોઈએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
વરસાદનો વરતારો શેના પરથી કરવામા આવે છે?
હોળીની જાર અને અખાત્રીજના પવન પરથી