GSSSB Hall ticket: ગૌણ સેવા CCE પરીક્ષા ની હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની શરૂ, તમારે કઇ તારીખે અને કયા પરીક્ષા છે

GSSSB Hall ticket: ગૌણ સેવા હોલ ટીકીટ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 5554 જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી હતી. ગૌણ સેવા દ્વારા આ ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટે પરીક્ષા પેટર્ન બદલવામા આવી છે. ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા દ્વારા સરકારી ભરતીઓ માટે પરીક્ષા પેટર્ન બદલવામા આવી છે અને હવે થી કમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષા લેવામા આવનાર છે. આ પરીક્ષાઓ માટે ના કોલ લેટર એટલે કે GSSSB Hall ticket ડાઉનલોડ થવાનુ શરૂ થઇ ગયેલ છે.

GSSSB Hall ticket

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા Group A અને Group B ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ના કોલ લેટર ઓનલાઇન મુકાઇ ગયેલા છે. આ પરીક્ષા ની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે જરૂરી માહિતી નીચે મુજબ છે.

  • પરીક્ષા સંસ્થા: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
  • જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪
  • સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ગ્રુપ-A ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) H MCQ CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નિયત તારીખો મા નિયત સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે.
  • ગૌણ સેવાની આ સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા ના ઉમેદવારો તા. ૨૭/૦૩/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી ૩૧/૦૩/૨૦૨૪ના રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી ડાઉનલોડ કરી શકશે.
  • તા. ૩૧/૦૩/૨૦૨૪ રાત્રીના ૨૩:૫૯ કલાક પછી કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરવાની રહેશે.
  • ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે.
  • કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Train Coach: ટ્રેનમા 1st કલાસ AC, 2nd કલાસ AC અને 3rd ક્લાસ AC મા શું સુવિધાઓ મળે ?

GSSSB HALL TICKET
GSSSB HALL TICKET

GSSSB HALL TICKET Download Process

ગૌણ સેવા ની પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ નીચે મુજબ છે.

  • હોલ ટીકીટ “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું.
  • MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું.
  • ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
  • ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે.

important Link

GSSSB HALL TICKET Downloadclick here
Home pageclick here
jon whatsapp Groupclick here

ગૌણ સેવા ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા ના કોલ લેટર કયારથી ડાઉનલોડ થશે ?

27 માર્ચ થી

Leave a Comment

error: Content is protected !!