કેરીના ભાવ: કેરીની આવક મા થયો વધારો, જાણો કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ

કેરીના ભાવ: Mango Price 2024: કેસર કેરીના ભાવ: હાફૂસ કેરીના ભાવ: ઉનાળાની ગરમીઓની શરૂઆત થઇ ગઇ છે અને ઉનાળો આવે એટલે ફળોનો રાજા કેરીની સીઝન શરૂ થઇ જાય છે. કેરી નાના મોટા સૌ કોઇને પ્રીય હોય છે. કેરીના રસિયાઓ ઉનાળાની સીઝનમા મન ભરીને કેરીની લિજ્જત માણે છે. માર્ચ મહિના ની શરૂઆત થી જ કેરીની આવક શરૂ થઇ જાય છે. પરંતુ શરૂઆત મા કેરીની આવક ઓછી હોવાને લીધે ભાવ પણ ખૂબ ઉંચા હોય છે. ચાલો જાણીએ હાલ કયા વિસ્તારની કેરીની આવક થઇ રહિ છે અને હાલ કેરીના ભાવ શું બોલાઇ રહ્યા છે.

કેરીના ભાવ

આમ તો કેરીની ઘણી જાત આવે છે. પરંતુ ગુજરાત મા મુખ્યત્વે 2 જાતની કેરી જ લોકો ખાવાનુ વધુ પસંદ કરે છે. કેસર કેરી અને હાફૂસ કેરી. કેસર કેરી જુનાગઢ તાલાલા ગીર પંથકની ખૂબ જ ફેમસ છે. પરંતુ હવે તો પોરબંદર ના અમુક વિસ્તારો અને કચ્છ પંથકમા પણ સ્વાદિષ્ટ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે. પોરબંદર અને કચ્છ મા કેસર કેરીનુ ઉત્પાદન વધવાથી છેલ્લા 2-3 વર્ષોથી કેસર કેરીના ભાવ નીચા રહે છે અને મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગ ના લોકો પણ મન ભરીને કેરીનો સ્વાદ માણી શકે છે.

હાફૂસ કેરીનુ ઉત્પાદન મહારાષ્ટ્ર ના રત્નાગીરી મા અને વલસાડ પંથકમા વધુ થાય છે. ઉલ્લેખનીય છે કે હાફૂસ કેરીની આવક હાલ ચાલુ થઇ ગઇ છે. અને કેસર કેરીની આવક ધીમે ધીમે વધતી જાય છે.

કેસર કેરીના ભાવ

હાલ રાજકોટ, ગોંડલ, પોરબંદર જેવા માર્કેટ યાર્ડ મા કેસર કેરીની આવક શરૂ થઇ છે. આગોતરા આંબાઓ મા કેરી આવી રહિ છે. હાલ કેસર કેરીની આવક ઓછી હોવાને લીધે કેરી પકવતા ખેડૂતો ને પણ ઊંચા ભાવ મળી રહ્યા છે. જેમ જેમ કેરીની આવક વધતી જશે તેમ ભાવ ઘટતા જશે.

ઉનાળાની શરૂઆત થતા જ સૌરાષ્ટ્ર ના માર્કેટ યાર્ડો મા કેસર કેરી વેચાવા માટે આવી રહિ છે. હાલ કાચી કેરી ના બોકસનો ભાવ રૂ. 500 થી 900 સુધી બોલાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ હોળીના તહેવારો ની રજા અને માર્ચ એન્ડીંગ હોવાથી માર્કેટ યાર્ડો મા શાકભાજી અને ફ્રુટ ની હરાજી બંધ રાખવામા આવી રહિ છે.

એપ્રીલ અને મે મહિનામા કેસર કેરીની પુષ્કળ આવક થાય છે. સીઝનમા પાકેલી કેસર કેરી બજારમા રૂ. 100 થી 150 સુધી કિલોના ભાવે વેચાતી હોય છે. જેને લીધે સામાન્ય વર્ગ ના લોકો પણ કેરીનો સ્વાદ માણી શકે છે.

હાફૂસ કેરીના ભાવ

હાફૂસ કેરી ના સ્વાદ નાપણ લોકો શોખીન હોય છે. ત્યારે મહારાષ્ટ્ર અને વલસાડ પંંથક મા હાફૂસ કેરીની આવક થવા લાગી છે. હાલ હાફૂસ કેરી રૂ. 250 થી 350 ના કિલોના ભાવે વેચાઇ રહિ છે. હાફૂસ કેરીની આવક વધતા આ ભાવ ઘટતા જશે. અને એપ્રીલ મે મહિના ની સીઝનમા કેરી રૂ. 100 થી 150 ના કિલોના ભાવે મળી રહે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

હાફૂસ કેરીનુ ઉત્પાદન કયા થાય છે ?

મહારાષ્ટ્ર ના રત્નાગીરીમા

કેસર કેરીનુ ઉત્પાદન કયા થાય છે ?

તાલાલા ગીર, પોરબંદર અને કચ્છ મા

2 thoughts on “કેરીના ભાવ: કેરીની આવક મા થયો વધારો, જાણો કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ”

Leave a Comment

error: Content is protected !!