ઓનલાઇન હાજરી: શાળાઓમા હવે શિક્ષકોની પુરાશે ઓનલાઇન હાજરી, ચહેરો સ્કેન થતા પુરાશે હાજરી

ઓનલાઇન હાજરી: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણને વધુ ઉંચાઈઓ તરફ લઈ જવા માટે વધુ એક યોજના બનાવવામાં આવી છે ને હવે શિક્ષકોની હાજરી ચેહરાની ઓળખ દ્વારા પુરવામાં આવે તેવી સિસ્ટમ લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે જે માટે એક બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હોવાની વિગતો મળી છે. જેમાં નિયામકશ્રી દ્વારા નિયમિતતા માટે પ્રોત્સાહન મળે તે સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે અને શિક્ષકોની નિયમિતતા વધે અને પૂરતો સમય શાળામાં રોકાય તે ધ્યાને રાખી આ નિર્ણય અમલમાં મુકાનાર છે જેમાં સેલ્ફીની જેમ મોબાઈલ કે સિસ્ટમ રાખવાથી ચહેરાની ઓળખ થશે ને પછી હાજરી પુરાઈ જશે અને સમય એક આવી હાજરી પુરાશે, શિક્ષકોના આવવા જવાના સમય અને લોકેશન પણ જે તે સમયે નોંધાઇ જશે

ઓનલાઇન હાજરી

મોબાઈલ એપ કે જે શાળામાં કમ્પ્યુટર છે ત્યાં આપેલા કેમેરાની મદદથી આ હાજરી લેવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું

ગાંધીનગર ની કેટલીક શાળાઓમાં આ ફેસ રીકોગ્નાઇઝેશન દ્વારા હાજરી પૂરવા માટે પ્રાયોગીક તબક્કો પૂર્ણ થયેલ છે.

આ સિસ્ટમ લાગુ કરતા પહેલા ગાંધીનગર જિલ્લાની કેટલીક શાળાઓમાં આ સિસ્ટમ થકી હાજરી માટે પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવી હતી જે સફળ રહી છે અને હવે તે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવા માટે સિસ્ટમ તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો; 7 મુ પગારપંચ: જુલાઇમા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સાથે HRA મા પણ મળશે વધારો

૫ સપ્ટેમ્બર શિક્ષકદિનના દિવસે લાગુ કરાય તેવી શક્યતાઓ જણાઇ રહિ છે.

હાલ તો શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ તેને લાગુ કરવા માટે હજુ બે મહિના જેટલો સમય લાગે તેવી શકયતાઓ છે અને ૫ સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસથી આ ફેસ રીકોગનાઇઝેશન થકી શિક્ષકોની હાજરી પૂરવાનું લાગુ કરાય તેવી શક્યતા હાલ વ્યક્ત કરાઈ રહી છે.

ઈન્ટરનેટ નહીં હોય તો પણ હાજરી પુરાશે

બંને શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, અને લોકેશન નોંધાઈ જશે. કોઈ કોઈ જગ્યાએ નેટનો પ્રોબ્લેમ હોય છે તેનું પણ નિરાકરણ લાવી દેવાયું હોવાનું મનાઈ રહ્યું છે અને નેટ વગર હાજરી પુરાશે અને પછી નેટ માં આવે ત્યારે તે સેવ થઈ જશે તે મુજબ વ્યવસ્થા ઊભી કરાઇ તેવી પ્રબળ શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 8 રાજયોમા આ રીતે શિક્ષકોની હાજરી પૂરવાની સીસ્ટમ હાલ અમલમા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ઓનલાઇન હાજરી
ઓનલાઇન હાજરી

Leave a Comment

error: Content is protected !!