Tomato Price: આજના ટામેટાના ભાવ, ચોમાસુ શરૂ થતા જ કિલોના 150 થી 200 સુધી પહોંચ્યા ભાવ

Tomato Price: આજના ટામેટા ના ભાવ: શિયાળામા 5 થી 10 રૂ. મા કિલો મળતા ટામેટા ચોમાસુ આવતા જ આસમાને ભાવ પહોંચી જાય છે અને ગૃહિણીઓનુ બજેટ ખોરવાઇ જાય છે. શિયાળામા દેશી ટામેટાનુ અઢળક ઉત્પાદન થાય છે તેથી ભાવ ખુબ જ નીચા હોય છે. હાલ ચોમાસામા ટામેટા નુ ઉત્પાદન ન થવાથી આવક ઓછી થાય છે જેને લીધે દર સીઝનમા ટામેટાના ભાવ 100 રૂપીયાને વટાવી જાય છે. ચાલો જાણીએ રાજયના વિવિધ શહેરોમા હાલ ટામેટાના ભાવ શું બોલાઇ રહ્યા છે.

Tomato Price

હાલ ચોમાસામા દેશમાં ટામેટાં એટલા ‘લાલ’ થઈ ગયા છે કે ગૃહિણિઓનુ બજેટ ખોરવાઇ ગયુ છે અને ટામેટાના વધતા ભાવને કારણે લોકોના રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. ચોમાસું શરું થતાં જ ટામેટાંના ભાવ આસમાને પહોંચી જાય છે. અત્યારે ટામેટાંના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિકિલો સુધી બોલાઇ રહ્યા છે. જો કે ચોમાસામા આવક ઓછી થવાથી ટામેટા સહિત તમામ શાકભાજી ના ભાવ સામાન્ય રીતે 1-2 મહિના પુરતા ઉચા રહેતા જ હોય છે. ચોમાસાની સીઝનમા શાકભાજીના ભાવ વધતાં સામાન્ય અને ગરીબ વર્ગ નુ બજેટ ખોરવાઇ જાય છે. ચોમાસામા આપણા લોકલ ટામેટાનુ ઉપ્તાદન ખુબ જ ઓછુ થાય છે અને અન્ય રાજ્યોમાથી થતી આવક પર નિર્ભર રહેવુ પડતુ હોય છે. અન્ય રાજ્યોમાં પડેલા ભારે વરસાદના કારણે ટામેટાં સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: શ્રાવણ માસ 2023: શ્રાવણ માસમા તમારી રાશી મુજબ કયા મંત્રનો જાપ કરવો ફળદાયી રહેશે ?

ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ

આપણે રસોડામા દરેક વાનગી બનાવવામાં ટામેટા નો ઉપયોગ થાય છે. ટામેટાંના ભાવમાં તોતિંગ વધારો થતાં ગૃહિણીઓ નુ બજેટ ખોરવાયુ છે. આખુ વર્ષ દરમિયાન સામાન્ય રીતે બજારમાં 20 થી 30 રુપિયા પ્રતિ કિલો મળતા ટામેટાંના ભાવ અત્યારે 160 થી 200 રૂપિયા એ મળી રહ્યા છે. ટામેટાંમાં ભાવ વધારાના કારણે ગૃહિણીઓ ટામેટાં વગર ની વાનગીઓ બનાવવા મજબૂર બની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટામેટાંના ભાવ હજુ વધવાની શકયતા છે. આ સાથે અન્ય કેટલાક શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: હિમાચલમા રૌદ્ર રૂપ: હિમાલયમા બારે મેઘ ખાંગા, કાર રમકડાની જેમ તણાઇ, રોડ તોડી નાખ્યા

આજના ટામેટા ના ભાવ

હોલસેલ માર્કેટમાં એક અઠવાડિયામાં જ ટામેટાંના ભાવમા ઘણો વધારો જોવા મળ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદમા માર્કેટમાં ટામેટાંના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતા. જે એક અઠવાડિયા પહેલા વધીને 120 રૂપિયા પ્રતિ કિલો એ પહોંચી ગયા હતા. હાલ આ ભાવમાં ઘણો વધારો થયો છે ટામેટાંના ભાવ અત્યારે વધીને 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય અને ગરીબ વર્ગ નુ બજેટ ખોરવાયુ છે.

  • Tomato Price In Ahmedabad
  • Tomato Price In Rajkot
  • Tomato Price In Surat
  • Tomato Price In Baroda
  • Tomato Price In Bhavnagar

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Tomato Price
Tomato Price

Leave a Comment

error: Content is protected !!