DA Hike News: મોંઘવારી ભથ્થામા વધારો: કેન્દ્રીય કર્મચારીઓની આતૂરતાનો થોડા દિવસોમા અંત આવનાર છે. 31 જાન્યુઆરી 2024ના રોજ કર્મચારીઓ માટે એક નવું અપડેટ આવનાર છે. જેનાથી કર્મચારીઓને ડબલ ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ની ગણતરી આ વર્ષે બદલાવા જઈ રહિ છે. વાસ્તવમાં, 1 જાન્યુઆરીથી લાગુ થતા મોંઘવારી ભથ્થાનો સંપૂર્ણ ડેટા 31 જાન્યુઆરી, 2024ના રોજ જાહેર કરવામાં આવનાર છે. આ ડેટા AICPIનો હશે. આ ઇન્ડેક્સના આધારે જ જાણી શકાય છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા મા કેટલા ટકા વધારો થશે.
DA Hike News
આ વખતે પણ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના દરે વધારો થાય તેવી શકયતાઓ છે. નવેમ્બર સુધી AICPI ઇન્ડેક્સ નંબર જાહેર કરવામા આવ્યા છે. ડિસેમ્બરનો નંબર 31 જાન્યુઆરીએ રિલીઝ થનાર છે, જેમાં એક નવું અપડેટ આવશે. મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થવાની શકયતાઓ રહેલી છે.
જાન્યુઆરી 2024માં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થા મા વધારો કરીને 50 ટકા કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA મા વધારો) વર્ષમા બે વખત કરવામા આવે છે. પરંતુ, આ વધારો કેટલો થશે તેનો આધાર મોંઘવારી દર પર રહેલો છે. મોંઘવારીના પ્રમાણમાં કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થામાં વધારો થવાની શકયતાઓ રહેલી છે. મોંઘવારી ભથ્થું આવનારા સમયમાં કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ મળશે.
4 ટકાનો થશે વધારો
કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની શકયતાઓ રહેલી છે.
1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓ ને મળતા મોંઘવારી ભથ્થા માં 4 ટકાનો વધારો કરવામા આવ્યો હતો. આ વધારો જુલાઈ 2023થી અમલી બન્યો છે. હવે આગામી મોંઘવારી ભથ્થા નો વધારો જાન્યુઆરી 2024 થી જાહેર કરવામા આવનાર છે. આગામી વધારો પણ 4 ટકા થાય તેવી ધારણા છે. નિષ્ણાતોના મતે જે રીતે મોંઘવારીની સ્થિતિ છે અને AICPI-IWના આંકડાઓ આવ્યા છે, તે સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં મોંઘવારી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો જાહેર કરવામા આવશે.
આનો અર્થ એ થયો કે હાલમાં જે 46 ટકા મોંઘવારી ભથ્થું છે તેની સરખામણીએ જાન્યુઆરી 2024થી બેઝીક પગારના 50 ટકા મોંઘવારી ભથ્થું આપવામા આવે તેવી શકયતાઓ છે.
મોંઘવારી ભથ્થુ થઇ જશે 0 %
મોંઘવારી ભથ્થાનો નિયમ એવો છે કે જયારે નવુ પગારપંચ લાગુ કરવામા આવે ત્યારે તે શૂન્ય થઇ જાય છે. સરકારે 2016 માં 7 મું પગાર પંચ લાગુ કર્યું ત્યારે મોંઘવારી ભથ્થું ઘટીને શૂન્ય થઈ ગયું હતું. નિયમો અનુસાર, મોંઘવારી ભથ્થું 50 ટકા પર પહોંચતાની સાથે જ તે ઘટીને ફરી થી શૂન્ય થઈ જશે અને કર્મચારીઓને 50 ટકાના હિસાબે ભથ્થા તરીકે જે પૈસા મળી રહ્યા છે તે મૂળ પગાર એટલે કે લઘુત્તમ પગારમાં એડ કરવામા આવશે.
ધારો કે કર્મચારીનો મૂળ પગાર 50000 રૂપિયા છે તો તેને 25000 રૂપિયાના 50 ટકા ડીએ મળશે. પરંતુ, એકવાર ડીએ 50 ટકા થઈ જાય, તે બેઝીક પગારમાં એડ કરવામા આવશે અને મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય ટકા થઈ જશે. આનો અર્થ એ છે કે મૂળ પગાર સુધારીને રૂ. 75000 થઇ જશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
