હિમાચલમા રૌદ્ર રૂપ: હિમાલયમા બારે મેઘ ખાંગા, કાર રમકડાની જેમ તણાઇ, રોડ તોડી નાખ્યા

હિમાચલમા રૌદ્ર રૂપ: હિમાચલમા ભારે વરસાદ: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમા મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. ત્યારે દિલ્હી સહિત ઉતર ભારત મા અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેમા હિમાચલ પ્રદેશમા વરસાદે ભુક્કા બોલાવ્યા હતા. જેમ કુલુ, મંડી, મનાલી સહિત હિમાચલ પ્રદેશના વિસ્તારોમા ખુબ જ વરસાદ પડ્યો હતો. ઘણી જગ્યાએ રોડ ધોવાયા હ્તા તો ઘણી જગ્યાએ પુરમા ગાડીઓ રમકડાની જેમ તણાઇ હતી.

હિમાચલમા રૌદ્ર રૂપ

હવામાન વિભાગે એક આગાહિમા જણાવ્યું છે કે, સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે 9 જુલાઈએ હિમાચલના વિવિધ વિસ્તારો જેવા કે ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, ઉના, હમીરપુર અને બિલાસપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અતિ ભારે વરસાદ માટે ‘રેડ’ એલર્ટ આપવામા આવ્યુ છે જે દિવસમાં 204 મીમીથી વધુ વરસાદ પડવાની સંભાવના દર્શાવે છે. સિમલા, સિરમૌર, સોલન અને લાહૌલ અને સ્પીતિ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કયુ હતુ. જે આ વખતે, હવામાન વિભાગે ત્યાં 8-9 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

આ પણ વાંચો: Lucky Mobile Number: જિયોની નવી સ્કીમ, મેળવો તમારો લક્કી નંબર, આ પ્રોસેસથી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, હિમાચલ પ્રદેશમા રાજ્યમાં 13 મી જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે હિમાચલના વિવિધ વિસ્તારો જેવા કે કાંગડા, ચંબા, શિમલા, મંડી, કુલ્લુ, સિરમૌર, સોલન અને ઉના જિલ્લાઓમાં નદીઓમાં પૂર આવવાની સંભાવના અને નીચલા અને મધ્યમ પહાડી પ્રદેશો માં પાણી, વીજ પુરવઠો અને સંચાર સુવિધાઓમાં વિક્ષેપની ચેતવણી આપી છે. ભારે વરસાદને કારણે અમુક સમયે વાતાવરણ ધૂંધળુ થઈ શકે છે અને લોકોને જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય તેવા વિસ્તારો મા જવા માટે ટાળવાની સલાહ આપવામાં આવી છે.

બિયાસ નદી અને તેની સહાયક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. વરસાદને કારણે 91 રસ્તાઓ વાહનોની અવરજવર માટે હાલ બંધ છે અને 73 પાણી પુરવઠા યોજનાઓ અને 69 ટ્રાન્સફોર્મર ખોટવાયા છે જેને લીધે વીજળી ખોરવાઇ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, હિમાચલ પ્રદેશને આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 352 કરોડ રૂપિયા જેટલુ તોતીંગ નું નુકસાન થયું છે.

હિમાચલમા રેડ એલર્ટ

હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓ માટે હવામાન વિભાગે ‘રેડ’ એલર્ટ જાહેર કર્યુ છે. જેમા આગામી 2 દિવસ હવામાન વિભાગે અતિભારે વરસાદ પડવાની આગાહિ કરી છે. સોલન જિલ્લાના કસૌલીમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ત્રણ નિર્માન પામી રહેલી ઈમારતોને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ઈમારતોના રહેવાસીઓને કોઇ નુકશાન થયુ નથી. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઇ નથી.

આ પણ વાંચો: જુલાઇ વરસાદ આગાહિ: અંબાલાલે કરી નક્ષત્રો પરથી જુલાઇના વરસાદ ની આગહૈ, નોંધી લો તારીખો

કાર રમકડાની જેમ તણાઇ

હાલમાં હિમાચલના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં વધુ પડતા વરસાદને કારણે તે વધુ જોખમી બની રહ્યું છે. ભારે વરસાદને કારણે હિમાચલના કુલ્લુમાં બિયાસ નદીના વહેણને કારણે નેશનલ હાઈવે 3 નો એક ભાગ ધોવાઈ ગયો હતો. આ રોડ ધોવણનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે બિયાસ નદીએ ખતરનાક રૂપ ધારણ કર્યું છે અને નેશનલ હાઈવે 3નો એક ભાગ ધોવાઈ ગયો છે. જેમા રોડ ધોવાવાથી એક કાર રમકડાની જેમ પાણીમા તણાઇ ગઇ હતી,

પ્રવાસીઓ અટવાયા

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. ભારે વરસાદ અને હિમસ્ખલનને કારણે લેન્ડ સ્લાઇડીંગ થવાથી રસ્તા બંધ થતાં સેંકડો પ્રવાસીઓ પહાડી વિસ્તારોમાં અટવાઈ પડ્યા હતા. મોટાભાગના પ્રવાસીઓ સપ્તાહના અંતે પહાડો પર ટ્રેકીંગમા અથવા ફરવા ગયા હતા અને રવિવારે પરત ફરવાના હતા, પરંતુ ભારે વરસાદને કારણે પ્રવાસીઓના વાહનો રસ્તાઓ પર પરત ફરી શક્યા ન હતા. મોટાભાગના વાહનો કુલ્લુ, મનાલી, મંડી અને શિમલામાં ફસાયા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
હિમાચલમા રૌદ્ર રૂપ
હિમાચલમા રૌદ્ર રૂપ

1 thought on “હિમાચલમા રૌદ્ર રૂપ: હિમાલયમા બારે મેઘ ખાંગા, કાર રમકડાની જેમ તણાઇ, રોડ તોડી નાખ્યા”

Leave a Comment

error: Content is protected !!