શ્રાવણ માસ 2023: શ્રાવણ માસમા તમારી રાશી મુજબ કયા મંત્રનો જાપ કરવો ફળદાયી રહેશે ?

શ્રાવણ માસ 2023: મહાદેવના મંત્ર: આખા વર્ષમા દેવાધિદેવ મહાદેવનો માસ ગણાતો માસ એટલે પવિત્ર શ્રાવણ માસ. શ્રાવણ માસમા લોકો મહાદેવની પુજા અર્ચના ખુબ જ કરે છે. શિવાલયોમા લોકો દેવાધિદેવ મહાદેવ ના દર્શન માટે ઉમટી પડે છે. શ્રાવણ માસનુ આધ્યાત્મિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વ રહેલુ છે. શ્રાવણ માસમા મહાદેવના કયા મંત્ર ના જાપ કરવા ફળદાયી રહેશે તેની માહિતી મેળવીશુ.

શ્રાવણ માસ 2023

પવિત્ર શ્રાવણ માસમા રાશિ અનુસાર મહાદેવના મંત્રો નો જાપ કરવાનુ ઘણુ મહત્વ રહેલુ છે. રાશિ અનુસાર મંત્રજાપ કરવાથી મહાદેવની કૃપા થાય છે. આજે જાણીએ રાશિ મુજબ કયા મંત્રોનો જાપ કરવાથી ફળદાયી રહેશે.

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત ગુજરાતમાં 18 જૂલાઈથી થનાર છે. આ વર્ષે અધિક માસ હોવાથી શ્રાવણ મહિનાનાં 4 ને બદલે 8 સોમવાર હશે. આપણા પ્રાચીન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ પુરાણમાં કેટલાક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રોનો જાપ રાશિઓ મુજબ કરવાથી ફળદાયી નીવડે છે.

આ પણ વાંચો: GSRTC Bus Name: એસ.ટી.બસ માં સોમનાથ, સાબર, અમુલ આવા શબ્દો કેમ લખેલા હોય છે, જાણવા જેવી માહિતી

મેષ રાશિનો મંત્ર
મેષ રાશિનાં જાતકોએ ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ શ્રાવણ મહિનાનાં દર સોમવારે કરવો જોઈએ. શિવજીનાં અભિષેક દરમિયાન જળની જગ્યાએ શેરડીના રસનો ઉપયોગ કરી શકાય.

વૃષભ રાશિનો મંત્ર
વૃષભ રાશીના લોકો માટે ‘ઓમ નાગેશ્વરાય’ મંત્રનો જાપ કરવો વધુ ફળદાયી રહેશે. મહાદેવનો અભિષેક દૂધથી કરવું વધુ શુભ રહેશે.

મિથુન રાશિનો મંત્ર
મિથુન રાશીના જાતકો માટે ‘ઓમ નમઃ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલું ઓમ નમઃ ‘ મંત્રનો જાપ કરવો સારો રહેશે. શિવલિંગ પર દૂર્વા અને ભાંગનાં પાન ચડાવવું આ રાશિનાં જાતકો માટે શુભ ગણાય છે.

કર્ક રાશિનો મંત્ર
કર્ક રાશિનાં જાતકોએ ‘ઓમ ચંદ્રમૌલેશ્વર નમ:’ મંત્રનો જાપ કરવો વધુ ફળદાયી રહેશે. રાશિનાં લોકોએ શિવજી નો અભિષેક કરવા માટે ખીરનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: Ayushman Card: આયુષ્માન કાર્ડ મા હવે મળશે 10 લાખ સુધીની સારવાર, જાણો તમારા શહેરમા કઇ કઇ હોસ્પીટલ મા મળશે free સારવાર

સિંહ રાશિનો મંત્ર
સિંહ રાશિના જાતકોએ પૂજા દરમિયાન ‘શ્રી સોમેશ્વરાય ‘ મંત્રનો જાપ કરવો જોઈએ. શીવજીનો અભિષેક ગંગાજળથી કરવું ફળદાયી રહેશે.

કન્યા રાશિનો મંત્ર
કન્યા રાશિનાં જાતકોએ મહાદેવની પુજા માટે ‘ઓમ નમ: શિવાય કાલં ઓમ નમ:’નો જાપ શ્રાવણમાસનાં સોમવારે કરવો. શિવલિંગ પર 5 બીલીપત્ર ચઢાવવા . ( બીલીપત્ર ક્યારેય ખાલી ન ચડાવવું )

તુલા રાશિનો મંત્ર
તુલા રાશી માટે ‘ઓમ શ્રીનીલકંઠાય નમ:’નો જાપ આ રાશિનાં જાતકોએ કરવો. શિવજીનો અભિષેક દહીંથી કરવું લાભદાયી રહેશે.

વૃશ્ચિક રાશિનો મંત્ર
‘ઓમ હોમ ઓમ જૂં સ:’ મંત્રનો જપ વૃશ્ચિક રાશિનાં જાતકોએ કરવો જોઇએ. શિવલિંગનો અભિષેક મધથી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધુ આવે છે.

ધનુ રાશિનો મંત્ર
શ્રાવણ મહિનાનાં સોમવારે ‘ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઇએ. આ રાશીના જાતકોએ શિવજીનો અભિષેક મોસંબીનાં જ્યૂસથી કરવો જોઈએ.

મકર રાશિનો મંત્ર
મકર રાશિનાં લોકોએ શ્રાવણનાં દરેક સોમવારે ‘ઓમ નમ: શિવાય અને ઓમ ત્રિનેત્રાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ રાશીવાળા લોકોએ શિવલિંગનો અભિષેક દહીંથી કરવો.

કુંભ રાશિનો મંત્ર
કુંભ રાશીના લોકોએ ‘ઓમ ઈન્દ્રમુખાય નમ: અને ઓમ શ્રી સોમેશ્વરાય નમ:’ મંત્રનો જાપ આ રાશિનાં જાતકોએ કરવો જોઇએ. ભોલેનાથને જાંબુનો ભોગ ચડાવવું લાભકારી.

મીન રાશિનો મંત્ર
મીન રાશી માટે ‘ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમ:’ મંત્રનો જાપ કરવો ફળદાયી રહેશે. આ સાથે જ આ જાતકોએ ત્રિપુંડ બનાવવા માટે પીળા ચંદનનો પણ ઉપયોગ કરવો જોઈએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
શ્રાવણ માસ 2023
શ્રાવણ માસ 2023

1 thought on “શ્રાવણ માસ 2023: શ્રાવણ માસમા તમારી રાશી મુજબ કયા મંત્રનો જાપ કરવો ફળદાયી રહેશે ?”

Leave a Comment

error: Content is protected !!