ફ્લિપકાર્ટ સેલ: 15000 થી ઓછી કિંમતમા મળી રહ્યા છે આ 5G ફોન, જાણો કેટલુ ડીસ્કાઉન્ટ મળશે

ફ્લિપકાર્ટ સેલ: Flipcart Big Billion Days Sale: હાલ તહેવારોની સીઝનમા ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી તમામ ઓનલાઇન શોપીંગ સાઇટ પર ડીસ્કાઉન્ટ સેલ ચાલતા હોય છે. એવામા હાલ ફ્લિપકાર્ટ પર Big Billion Days Sale અને એમેઝોન પર Great Indian Festival ડીસ્કાઉન્ટ સેલ ચાલી રહ્યા છે. આ સેલમા બધી વસ્તુઓ પર બમ્પર ડીસ્કાઉન્ટ ઓફરો ચાલતી હોય છે. ખાસ કરીને મોબાઇલ ફોન ખૂબ જ સસ્તી કિંમતે મળી રહે છે.

ફ્લિપકાર્ટ સેલ

ફેસ્ટીવલ સેલમા લોકો ખાસ કરીને મોબાઇલ ની ખરીદી ખૂબ જ કરતા હોય છે. હાલ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઘણા 5G ફોન ખૂબ જ સસ્તી કિંમતે મળી રહ્યા છે. આવા કેટલાક ફોન અને તેના પર મળતા ડીસ્કાઉન્ટ ની વિગતો નીચે મુજબ છે.

ફેસ્ટીવલ સીઝન ની અસર ઈ-કોમર્સ સાઇટ્સ પર જોઈ શકાય છે. ફ્લિપકાર્ટ પર પ્લસ સભ્યો માટે બિગ બિલિયન ડેઝ ડીસ્કાઉન્ટ સેલ શરૂ થયો છે. આ સેલમાં ઘણા ફોન અને એસેસરીઝ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Apple, Samsung, Vivo અને Motorola જેવી ઘણી કંપનીઓના મોડલ ખૂબ જ ઓછી કિંમતે મળી રહ્યા છે. આ સેલ 15 ઓક્ટોબરે પુરો થનાર છે. જો તમે 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને સરળતાથી સારી કંપનીનો ફોન મળી રહેશે.

આ પણ વાંચો: GPSC Calendar: GPSC ભરતી કેલેન્ડર, ઓકટોબર અને નવેમ્બર માસમા આવશે આટલી ભરતીઓ

Redmi Note 12 5G

આ ફોન ભારતમાં આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં 17,999 રૂપિયા ની કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. પ્લસ મેમ્બર તેને હવે રૂ. 15,999માં ખરીદી શકે છે. આ ફોન ના ફીચરની વાત કરીએ તો તે Snapdragon 4 Gen 1 પ્રોસેસર, 48MP પ્રાઈમરી કેમેરા અને AMOLED ડિસ્પ્લે જેવા દમદાર ફીચર આપવામા આવ્યા છે.

Realme 11X 5G

આ દમદાર ફોન ભારતમાં ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન ની શરૂઆતી કિંમત 14,999 રૂપિયા હતી. પ્લસ અને પ્રાઇમ મેમ્બર હવે તેને 12,999 રૂપિયા ની કિંમત મા ખરીદી શકે છે. ગ્રાહકો વિવિધ ક્રેડીટ કાર્ડ પર આપવામા આવતા વધારાના બેંક ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકે છે. આ ફોન ના ફીચરની વાત કરીએ તો તેમા MediaTek Dimensity 6100+ પ્રોસેસર અને AMOLED ડિસ્પ્લે જેવા દમદાર ફીચર આપવામા આવ્યા છે.

Poco X5 5G

આ સ્માર્ટફોન ભારતમાં માર્ચ મહિનામા લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને 20,999 રૂપિયા ની સ્ટાર્ટીંગ પ્રાઇસ થી લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે, હાલમાં પ્લસ અને પ્રાઇમ મેમ્બર સભ્યો તેને 14,999 રૂપિયા ની કિંમતમાં ખરીદી શકે છે. આ ફોન મા સ્નેપડ્રેગન 695 પ્રોસેસર અને 48MP પ્રાઈમરી કેમેરા જેવા ફીચર આપવામા આવ્યા છે.

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

Infinix Note 30 5G

આ ફોન ભારતમાં આ વર્ષે જૂન મહિનામાં લૉન્ચ કરવામા આવ્યો હતો. આ ફોન ખૂબ જ દમદાર ફીચર ધરાવે છે. જેમા 108MP પ્રાઈમરી કેમેરા અને MediaTek Dimensity 6080 પ્રોસેસર આપવામા આવ્યા છે. આ ફોન 14,999 રૂપિયા ની સ્ટાર્ટીંગ પ્રાઇસથી લોંચ કરવામાં આવ્યો હતો. જો કે, અત્યારે તેને 13,499 રૂપિયામાં ઓનલાઇન સેલમા ખરીદી શકાય છે.

Infinix Hot 30 5G

આ સ્માર્ટફોન ભારતમાં આ વર્ષે જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ હેન્ડસેટ MediaTek Dimensity 6020 પ્રોસેસર જેવા ફીચર આપવામા આવ્યા છે. આ ઉપરાંત, તેમાં 50MP પ્રાઈમરી કેમેરા પણ છે. ગ્રાહકો હવે તેને 12,499 રૂપિયાના બદલે 11,499 રૂપિયામાં જ ઓનલાઇન ખરીદી શકશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!