Heart Attack: ગુજરાતમા આજકાલ હાર્ટ એટેક ના કેસ ખૂબ જ સામે આવી રહ્યા છે. એમ અપણ નવરાત્રી મા ગરબે રમતા રમતા હાર્ટ બંધ પડવાના કેસ ખૂબ વધી રહ્યા છે. 1 જ દિવસમા 10 જેટલા લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થતા લોકોમા ચિંતા વ્યાપી છે.
Heart Attack
વધતી જતી ઉંમર સાથે હૃદય નબળું પડે એ સ્વાભાવિક છે. પરંતુ આજકાલ ઉંમર જોઇને હાર્ટ એટેક આવતા નથી. આપણે છેલ્લાં કેટલાંક સમયથી જોઇએ છીએ કે ઘણી યુવા અને ફિટ દેખાતી સેલિબ્રિટીઓ પણ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામી છે. યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થવો એ મેડીકલ સાયન્સ માટે ચિંતાનો વિષય છે, યુવા વયજૂથના લોકોને હાર્ટ એટેક કેમ આવે છે? ગુજરાત રાજ્યમાં આવા જ કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે ચોંકાવનારા છે.
હાર્ટ એટેકથી 10 ના મોત
ગુજરાતમાં હાર્ટ એટેકથી એક જ દિવસમા 10 લોકોના મોત થયા હતા.
ગુજરાતમાં નવરાત્રિ (Navratri) નિમિત્તે ગરબા કરતી વખતે છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓમા કિશોરથી લઈને મધ્યમ વયના લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી નાની ઉંમરનો 13 વર્ષનો છોકરો ડભોઈ બરોડા (Baroda)ના (Dabhoi)નો હતો. શુક્રવારે અમદાવાદનો 24 વર્ષીય યુવક ગરબા કરતી વખતે અચાનક ઢળી પડયો હતો અને તેનું મોત થયું હતું. આવી જ રીતે કપડવંજના 17 વર્ષના છોકરાનું પણ ગરબા કરતી વખતે મોત નીપજયુ હતું. હાર્ટ એટેકના આવા ઘણા કિસ્સાઓ છે જે આશ્ચર્યજનક છે.
કેમ વધી રહ્યા છે હાર્ટ એટેક ના કેસ
આખરે કેમ વધી રહ્યા છે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ? એ પણ એક સંશોધન નો અને ચિંતાનો વિષય છે.
રોજિંદા જીવનશૈલી અને ખોટી ખાણીપીણીની ટેવો યુવાનોમાં વધતા હાર્ટ એટેકના હાર્ટ ના કેસ માટે જવાબદાર છે. જો તમે તમારી આદતોમાં થોડો ફેરફાર કરો તો આવા જોખમો ને ટાળી શકો છો.
- આજકાલ લોકો ઘરનુ ખાવા કરતા બહારનુ ખાવનૌ વધુ પસંદ કરે છે. બહારનો બિનારોગ્ય પ્રદ, વાસી, મસાલાવાલો ખોરાક ખાવાનુ ટાળો.
- રૂટીન ડાયટમા તાજા ફ્રુટ નો સમાવેશ કરો.
- નિયમિત હળવી કસરતો કરવી જોઇએ. અતિષય અને જરૂર કરતા વધુ શારીરિક શ્રમ કરવનુ ટાળો.
- ક્રિકેટ જેવી રમતો રમતી વખતે પણ સાવધાની રાખો.
- ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લેવુ જોઇએ.
- ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ સાઇડમા બેસી જવુ.
- ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લેવાની કસરત કરો. આસપાસ રહેલી વય્ક્તિઓને તમારી તકલીફો જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.
સડન કાર્ડીયાક ડેથ એટલે એક અચાનક આવતો હ્રદયરોગનો હુમલો. તેના શું લક્ષણો છે ? આખરે શા કારણે યુવાવસ્થા મા હાર્ટ એટેક આવે છે ? હાર્ટ એટેક ન આવે તે માટે શું સાવધાની રાખવી તે બાબતે નિષ્ણાંત MD ડો.રામ ઓડેદરા નો વિડીયો મૂકેલ છે. જેમા ડોકટર દ્વારા ખૂબ જ વિષદ છણાવટથી ઉપયોગી માહિતી આપેલી છે. આ વિડીયો જોવા માટેની લીંક નીચે આપેલી છે.
અગત્યની લીંક
| Heart Attack બાબતે શું ધ્યાન રાખશો ? નિષ્ણાંત MD ડો.રામ ઓડેદરા નો વિડીયો | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “Heart Attack: નવરાત્રીમા નવી આફત, એક જ દિવસમા 10 થી વધુ હ્રદય ના ધબકારા પડયા બંધ”