Weather Update: ગુજરાતમા આગામી 5 દિવસ કેવુ રહેશે હવામાન, કેવી પડશે ઠંડી

Weather Update: અંબાલાલની આગાહી: ઠંડી આગાહિ: રાજયમા હાલ શિયાળો ઘણા સમયથી શરૂ થઇ ગયો છે પરંતુ હજુ ઠંડી પડી રહી નથી. લોકો કયારે ઠંડી પડશે તેની રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતમિત્રો ઠંડી પડશે તેની રાહ જોઇ રહ્યા છે. કારણ કે હાલ ઠંડી ન પડવાથી ખેતીમા શિયાળુ પાકમા વિકાસ નથી થઇ રહ્યો. એવામા રાજયમા આગામી સમયમા કેવી ઠંડી પડશે તે બાબતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહિ સામે આવી છે.

Weather Update

રાજ્ય મા આગામી સમયમા પડનારી ઠંડી હવામાનને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જે પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શકયતા છે. તેમજ હાલ કમોસમી વરસાદની કોઇ શક્યતા ન હોવાનું પણ હવામાન વિભાગે આગાહિ કરી છે. આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી જેટલુ વધવાની શક્યતા છે. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જેટલુ નોંધાયુ હતુ. અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી ઉપર નુ તાપમાન નોંધાયું હતુ. ત્યારે ભેજના કારણે હાલ સાંજના સમયે વિઝિબિલિટી ઓછી જોવા મળી રહી છે.

રાજયમા 2 વખત થયેલા કમોસમી વરસાદને લીધે ખેતીમા ઘણુ નુકશાન ગયુ હતુ. આગામી સમયમા હવામાન વિભાગની વરસાદ બાબતે આગાહી સામે આવી છે કે, હાલ વરસાદની કોઇ શક્યતા દેખાઇ નથી રહી. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી જેટલુ વધવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે આગાહી આપવામા આવી છે. આગામી બેથી પાંચ દિવસ રાજયમા કમોસમી વરસાદની કોઇ શક્યતા રહેલી નથી. દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડી ઓછી પડે તેવી શકયતા રહેલી છે.

અંબાલાલની આગાહી

આગામી દિવસોમા કેવી ઠંડી પડશે તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યકત કરી છે કે, ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે. વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થનાર છે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ પડે તેવી શકયતા રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. 29 ડિસેમ્બરથી હવાનું લો પ્રેશર સર્જાશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ પડવાની સંભવાના રહેલી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડે તેવી શકયતાઓ રહેલી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Weather Update
Weather Update

Leave a Comment

error: Content is protected !!