Weather Forecast: અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ કરી માવઠાની આગાહિ, કયા જિલ્લાઓમા પડશે કમોસમી વરસાદ

Weather Forecast: માવઠુ આગાહિ: રાજ્યમા અહાલ ધીમે ધીમે શિયાળાની શરૂઆત થવા માંડી છે અને સવાર સાંજ લોકો ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થાય છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ બાદ હવે હવામાન વિભાગે પણ રાજયમા કમોસમી વરસાદ માવઠુ પડવાની આગાહિ કરી છે.

Weather Forecast

ગુજરાતમાં આગામી દિવસોમા ઠંડીની (Gujarat weather) જગ્યાએ કમોસમી વરસાદ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્ય ના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી આપવામા આવી છે. આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહિ મુજબ ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ પાંચ દિવસમાં વરસાદ થવાની શક્યતા નહિવત છે. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાત ન વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે.

માવઠુ આગાહિ

આગામી દિવસોમા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ માવઠા અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, આ વખતે નવેમ્બર મહિનામાં જોઇએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી. જેથી દેશના ઉત્તર પર્વતિય ભાગોમાં હજુ બહુ હિમ વર્ષા થઇ નથી. જેના કારણે આ વખતે હજી ઉત્તરીય પર્વત વિસ્તારોમાં અને ગુજરાતમાં ખાસ કઇ ઠંડી નથી પડી.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, પવન, ગ્રહોની સ્થિતિ અને અન્ય કારણો જોતા 24મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દેશના દક્ષિણ ભારતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે, હજુ બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને વધુ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી ફૂંકાવાની શકયતા રહેલી છે. ત્યાર બાદ ધીરે ધીરે હલચલ જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાત સહિત દક્ષિણ ભારત અને મુંબઇના ભાગો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Weather Forecast
Weather Forecast

Leave a Comment

error: Content is protected !!