પ્રાચીન ગરબા: પોરબંદરમા 99 વર્ષ થી રમાય છે આ ગરબા, માથે ટોપી પહેરીને રમે છે પુરુષો

પ્રાચીન ગરબા: પોરબંદર ભદ્રકાળી મંદિર ગરબી: હાલ નવરાત્રી ચાલુ છે અને નવરાત્રીમા હવે પરંપરાગત ગરબનુ સ્થાન અર્વાચીન ગરબા લેતા જાય છે. ગરબાના આયોજનથી માંડી, ગરબા રમવાના સ્ટેપ અને ગવાતા ગરબા મા પણ આધુનિકતા દેખાઇ રહી છે. લોકો મોટા પાર્ટી પ્લોટોમા ગરબા જોવા જવાનુ વધુ પસંદ કરે છે. જો કે હજુ પણ ઘણા શહેરોમા એવા પ્રાચીન ગરબા યોજાય છે જયા પરંપરા અને સંસ્કૃતિ જળવાઇ રહ્યા છે. આજે વાત કરશુ પોરબંદર મા ભદ્રકાળી માતાજીના મંદિરે રમાતા ગરબાની.

પ્રાચીન ગરબા

  • અનોખી રીતે ઉજવાય છે નવરાત્રી
  • માઇક વગર જ મોઢેથી ગવાય છે ગરબા
  • માથે ટોપી પહેરવી છે ફરજીયાત

હવે ગરબાના આધુનિક આયોજનોમા આપણા પ્રાચીન ગવાતા ગરબા વિસરાતા જાય છે. આપણા જુનવાણી ગરબ અહવે ક્યાક કયાક જ સાંભળૅવા મળે છે. નવા ગરવા ગીતો અને નવા ગરબા રમવાના સ્ટેપ પર લોકો રાત સુધી ગરબે ઝૂમે છે. જો કે હજુ પણ ક્યાક કયાક આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન ગરબા ની પરંપરા જળવાઇ રહી છે. આવા જ એક ગરબા યોજાય છે ગાંધીભુમિ પોરબંદરમા. પોરબંદરમા લીમડા ચોક નજીક આવેલા ભદ્રકાળી માતાજીના મંદિરે 99 વર્ષ થી ગરબા યોજાય છે. પરંતુ અહિં ગરબે રમવાની અને ગરબા ગાવાની પરંપરા અનોખી જ છે. જે ભાગ્યેજ તમે કયાય જોઇ હશે.

આ પણ વાંચો: Live Navratri 2023: ગુજરાતના પ્રખ્યાત ગરબા જુઓ લાઇવ ઘરેબેઠા, Famous તમામ કલાકારો ના લાઇવ ગરબા

સામાન્ય રીતે ગરબામા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધા ગરબે રમતા જોવા મળે છે. પરંતુ આ ગરબા મા માત્ર પુરુષો જ રાસ રમે છે. અને માથે ટોપી પહેરવી ફરજીયાત છે. કોઇ સાજ શ્ણગાર નહી અને માથે ખાદિ ની ટોપી પહેરી રાસ રમતા પુરુષોને જોવાનો લ્હાવો અલગ જ છે. કોઇ આધુનીક વાજીંત્રો વગર માત્ર 1 હાર્મોનીયમ અને ઝાંજ પખાજ પર રાસ રમતા પુરુષો જ ગરબા ગાય છે અને માતાજીની આરાધના કરે છે.

મહિલાઓને રમવાની છે મનાઇ

આધુનિક યુગ માં લોકો વેસ્ટન કલચર તરફ આગળ વધી રહ્યા છે.પોરબંદર જિલ્લા માં પણ પ્રાચીન, અર્વાચીન સહિતની ઘણી ગરબીઓ ના આયોજન થાય છે. નવરાત્રિના પવિત્ર તહેવારમાં પોરબંદરમાં પણ શેરી ગલી તેમજ મોટી ગરબીઓનું ડીજેના તાલે ઘણા આયોજન કરવામાં આવ્યા છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રિ મહોત્સવ ધામધૂમ થી ઉજવાઇ રહ્યો છે. ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પોરબંદરની એક અનોખી ગરબી કે જ્યાં માત્ર પુરૂષો ગરબી રમે છે. આ ગરબીમા મહિલાઓને ગરબે રમવાની છૂટ મળતી નથી.

આ પણ વાંચો: યુનાઇટેડ વે બરોડા લાઇવ ગરબા: ગુજરાતની સૌથી મોટી ગરબી, એકીસાથે 40 થી 50 હજાર લોકોને ગરબે રમતા જોવાનો અદભુત લ્હાવો

પોરબંદર શહેરના લીમડાચોક નજીક આવેલ ભદ્રકાળી માતાજીના મંદિરમાં છેલ્લા 98 વર્ષથી પુરૂષ ટોપી પહેરી માઇક વીના હારમોનીયમ તેમજ મોઢેથી માતાજીના ગરબા ગાઇને માતાજીની આરાધના કરે છે અને નવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે છે.આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાલી માતાજીના મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને રમવાની મનાઇ છે. ગરબીમાં માથુ ઉઘાડું રાખવાની મનાઇ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!