સૂર્ય નમસ્કાર સ્પર્ધા: સૂર્ય નમસ્કાર સ્પર્ધામા ભાગ લઇ ઇનામ જીતવાનો મોકો, રૂ. 21000 થી 250000 સુધીના ઇનામો; snc.gsyb.in

સૂર્ય નમસ્કાર સ્પર્ધા: https://snc.gsyb.in: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકો નિરોગી બને તે હેતુથી નવતર અભિગમ અપનાવવામા આવ્યો છે. જેમા સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધા ની શરૂઆત કરવામાં આવી છે જે 6 ડિસેમ્બર થી ૧ લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાનાર છે. જે અંતર્ગત આજે તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાતી શરૂ કરી જિલ્લા/ મહાનગરપાલીકા કક્ષા સૂધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા મા કઇ રીતે રજીસ્ટ્રેશન કરાવવુ? કેટલા ઇનામ મળશે તેની માહિતી મેળવીએ.

સૂર્ય નમસ્કાર સ્પર્ધા

ગ્રામ્ય / શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી યોજાનાર આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવનાર છે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ રજીસ્ટ્રેશન લીંકનું લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.

 • તા.૬ઠ્ઠી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ છે.
 • સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામા આવનાર છે.
 • ૧ લી જાન્યુઆરી મોઢેરા-સૂર્ય મંદિર ખાતે રાજય કક્ષાની સ્પર્ધાનુ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન

રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામા આવશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ મહાઅભિયાન અંગે જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામા આવનાર છે અને અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો સ્પર્ધકોને આપવામાં આવનાર છે. આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધા અંતર્ગત તા.૬ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી આ સ્પર્ધા યોજાશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે. આ સ્પર્ધા મા ભાગ લેવા માગતા સ્પર્ધકો ઓનલાઇન લીંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેન સ્ટેશન: અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન ની ઝલક જુઓ વિડીયોમા, એરપોર્ટ ને પણ ઝાંખુ પાડી દે તેવી જમાવટ

સૂર્ય નમસ્કાર સ્પર્ધા શીડયુલ

૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્પર્ધકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકસે.

આ મહાઅભિયાન સ્પર્ધાનુ શીડયુલ નીચે મુજબ છે.

 • આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાસે.
 • તા.૧૫ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા / મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા યોજવામા આવશે,
 • તા.૧૯ ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોન કક્ષા ની સ્પર્ધા યોજવામા આવશે,
 • તા.૨૪ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા યોજાશે
 • તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજવામા આવનાર છે.

સૂર્ય નમસ્કાર સ્પર્ધા ઇનામની રકમ

આ સૂર્યનમસ્કાર મહાઅભિયાન સ્પર્ધા મા નીચે મુજબની ઇનામી રકમ સ્પર્ધકોને આપવામા આવશે.

 • આ સ્પર્ધાને 3 કેટેગરીમા વિભાજીત કરવામા આવી છે. જેમા ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો એમ 3 કેટેગરીમા ભાગ લઇ શકશે.
 • જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧ ઇનામી રકમ આપવામા આવશે.
 • તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ. ૧૦૦૦ ઇનામી રકમ આપવામા આવશે.
 • જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ નંબરે આવનાર બહેનને રૂ. ૨૧,૦૦૦/- બીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧૫,૦૦૦/- અને ત્રીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧૧,૦૦૦ રોકડ ઇનામી રકમ આપવામાં આવશે.
 • રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ નંબરે આવનાર વિજેતા ભાઇ અને બહેનને રૂ. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧,૭૫,૦૦૦/- અને ત્રીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડ ઇનામી રકમ આપવામાં આવશે. આ ઉપરાંત તમામ ભાગ લેનાર સ્પર્ધકને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Adity L1 Mission: સૂર્યની આવી અદભુત તસવિરો તમે ક્યારેય નહિ જોઇ હોય, મિશન સૂર્યયાને કેપ્ચર કરી સૂર્યની અદભુત ઇમેજ

૧૯૦ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન

સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા રાજય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામા આવશે. એટલુ જ નહિ, તે જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા/મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ પણ ૧૯૦ જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઇ નવા વર્ષના સૂર્યના કિરણને આવકારતા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજી તેમા જોડાશે.

અગત્યની લીંક

રજીસ્ટ્રેશન લીંકઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
સૂર્ય નમસ્કાર સ્પર્ધા
સૂર્ય નમસ્કાર સ્પર્ધા

5 thoughts on “સૂર્ય નમસ્કાર સ્પર્ધા: સૂર્ય નમસ્કાર સ્પર્ધામા ભાગ લઇ ઇનામ જીતવાનો મોકો, રૂ. 21000 થી 250000 સુધીના ઇનામો; snc.gsyb.in”

Leave a Comment

error: Content is protected !!