અંબાલાલ ની માવઠા નીઆગાહિ: રાજયમા ત્રાટકશે વધુ એક માવઠુ, અંબાલાલ ની ડિસેમ્બર માટે ઠંડી અને વરસાદની નવી આગાહિ

અંબાલાલ ની માવઠા નીઆગાહિ: હવામાન આગાહિ: રાજયમા થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદ માવઠાને લીધે ખેડૂતોને ઘણુ નુકશાન વેઠવુ પડયુ હતુ. શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. હજુ શિયાળાની ઠંડી પડતી નથી. તેવામા ડિસેમ્બર માસ માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ ની નવી આગાહિ સામે આવી છે. ડિસેમ્બર માસમા હજુ 1 કમોસમી વરસાદ માવઠુ થવાને સંભવના રહેલી છે.

  • હાલ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને લીધે ઠંડી પડતી નથી.
  • 22 ડિસેમ્બર થી છે ઠંડી વધવાની શકયતા
  • ઉતર ના પર્વતીય ભાગોમા થશે હિમવર્ષા
  • રાજયના અમુક વિસ્તારોમા છે કમોસમી વરસાદ ની શકયતા

રાજ્યમાં આગામી સમયમા ઠંડી અને વરસાદ કેવા પડશે તે બાબતે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું લો પ્રેશર સર્જાશે. આ સાથે 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશન સર્જાઇ શકે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ જોવા મળશે. અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, અત્યારે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને કારણે હજુ ઠંડી પડતી નથી આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ આગાહિ કરવામા આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં આગામી સમયમા ઠંડી અને વરસાદ નુ જોર કેવુ રહેશે તે બાબતે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આ અંગે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શકયતા છે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ છે. વધુમા અંબાલાલ પટેલે ઉમેર્યું હતુ કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું લો પ્રેશર સર્જાશે જે આગામી 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં પરિવર્તીત થશે.

માવઠાની આગાહિ

કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામા આવી છે.
અંબાલાલ પટેલે ઠંડી ની સાથે રાજ્યમાં કમોસમી વરસાદ માવઠુ થવાની પણ આગાહિ કરી છે. જેમાં 14 થી 18 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લાઓમા વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે . આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!