New IPO: IPO મા કમાણીની તક, આવતા વીકમા ખુલી રહ્યા છે નવા 6 IPO

New IPO: શેરબજારમા IPO ભરનારા લોકો ખૂબ જ હોય છે. લોકો IPO મા રોકાણ કરી માત્ર 8-10 દિવસમા પૈસા કમાઇ લેતા હોય છે. એમા પણ TATA કંપનીનો IPO ખૂબ જ ઊંચા ભાવે ખૂલવાથી રોકાણકારો ને ડબલ થી પણ વધુ વળતર મળ્યુ હતુ. આવતુ વીક IPO માટે ખૂબ જ મહત્વનુ છે. નવા 6 કંપનીઓના IPO ખૂલવા જઇ રહ્યા છે. જેના દ્વારા આ કંપનીઓ 2500 કરોડ એકત્ર કરવા માંગે છે. જેમા રોકાણ કરનારાઓ માટે આવતુ વીક ખૂબ મહત્વનુ બની રહેશે.

New IPO

આગામી સપ્તાહે શેરબજારમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખુલવાનો છે. તમે આ IPO માં 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે બિડ કરી પૈસા રોકી શકો છો. તે જ સમયે, 12 ડિસેમ્બરે એન્કર ઈન્વેસ્ટરો માટે ઇશ્યૂ ખુલવાનો છે. આ IPOનું કદ 1200 કરોડ રૂપિયા જેટલુ છે. DOMS IPO ની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 750 થી રૂ. 790 વચ્ચે નક્કી કરેલ છે. આ IPO હાલ ગ્રે માર્કેટમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તે હાલમાં 60.76 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થયો છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો કંપનીના શેર રૂ. 1270ની આસપાસ લિસ્ટીંગ થાય તેવી શકયતા છે.

આ સિવાય ફાઈનાન્સ કંપની ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ પણ 13 ડિસેમ્બરે માર્કેટમાં આવનાર છે. કંપની આ આઈપીઓ દ્વારા 1200 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 469 થી 493 રૂપિયા જેટલી પ્રતિ શેરના હિસાબથી નક્કી કરવામાં આવી છે.

investorgain.com વેબસાઇટ અનુસાર India Shelter Finance ના આઈપીઓનો જીએમપી 130 રૂપિયાના પ્રીમિયમ પર હાલ ટ્રેડ કરી રહ્યો છે. તેવામાં જો આ સ્થિતિ યથાવત રહે તો કંપનીના શેરનું લિસ્ટિંગ 623 રૂપિયા પ્રતિ શેર ના ભાવે થાય તેવી શકયતા છે.

આગામી સપ્તાહ IPOની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનુ છે. કારણ કે બે મોટી કંપનીઓ સહિત કુલ 6 કંપનીઓના IPO આવતા વીકમા ખુલવા જઈ રહ્યા છે. આના દ્વારા કંપનીઓ 2500 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના છે. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ આવી રહ્યો છે. તમે આ IPOમાં 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે બિડ કરી શકો છો.12 ડિસેમ્બરે એન્કર રોકાણકારો માટે ઇશ્યૂ ખુલનાર છે. આ IPOનું કદ 1200 કરોડ રૂપિયા જેટલુ છે. DOMS IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 750 થી રૂ. 790 જેટલી નક્કી કરવામાં આવી છે. આ IPO ગ્રે માર્કેટમાં હાલ ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તે હાલમાં 60.76 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો આ કંપનીના શેર રૂ. 1270ની આસપાસ લિસ્ટીંગ થાય તેવી શકયતા છે.

ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ જીએમપી પર રૂ. 130ના પ્રીમિયમ પર હાલ ટ્રેડ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો આ સ્થિતિ લિસ્ટિંગના દિવસ સુધી ચાલુ રહે છે, તો શેરનું લિસ્ટિંગ 623 રૂપિયા પ્રતિ શેરના દરે થાય તેવી શકયતા છે.

SME કેટેગરીમાં IPO ની વાત કરીએ તો પ્રેસસ્ટોનિક એન્જિનિયરિંગ SJ લોજિસ્ટિક્સ, શ્રી OSFM ઇ-મોબિલિટી અને સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ ના SME IPO ખુલી રહ્યા છે. પ્રેસસ્ટોનિક એન્જિનિયરિંગનો IPO 11 થી 13 ડિસેમ્બરની વચ્ચે ખુલવાનો છે. તેના દ્વારા કંપની 23.30 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. SJ લોજિસ્ટિક્સનો IPO 12 થી 14 ડિસેમ્બરની વચ્ચે ખુલશે અને તેના દ્વારા બજારમાંથી કુલ 48 કરોડ રૂપિયા એકત્ર કરવાની કંપનીની યોજના છે. શ્રી OSFM ઇ-મોબિલિટી અને સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો IPO 14 થી 18 ડિસેમ્બરની વચ્ચે ખુલવાનો છે. શ્રી OSFM ઇ-મોબિલિટી રૂ. 24 કરોડ માર્કેટમાથી એકત્ર કરવાની યોજના બનાવી રહી છે અને સિયારામ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ આઇપીઓ દ્વારા રૂ. 23 કરોડ એકત્ર કરવામા આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
New IPO
New IPO

Leave a Comment

error: Content is protected !!