લોન યોજના: દુકાન લોન યોજના: આદિજાતિ વિકાસ વિભાગ યોજનાઓ: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનેક સહાયકારી યોજ્નાઓ ચલાવવામા આવે છે. જેમા પોલ્ટ્રી ફારોમ માટેની યોજના, સ્ટેશનરી દુકાન માટે યોજના, કરિયાણાની દુકા શરૂ કરવાની યોજના જેવી અનેક યોજનાઓ અંતર્ગત સહાય અને લોન આપવામા આવે છે. આ પૈકે કરિયાણા ની દુકાન શરૂ કરવા માટેની લોન યોજના ની માહિતી મેળવીશુ.
કરીયાણા દુકાન લોન યોજના
| યોજના | કરીયાણા દુકાન લોન યોજના |
| અમલીકરણ વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
| આર્ટીકલ પ્ર્કાર | કરિયાણાની દુકાન શરૂ કરવા માટે લોન યોજના |
| યોજનાનો હેતુ | સ્વરોજગારીની તકો |
| કચેરી સંપર્ક | આદિજાતિ વિકાસ વિભાગ કચેરી |
| અરજી કરવાનો પ્રકાર | ઓફલાઇન અરજી |
| Official Website | https://adijatinigam.gujarat.gov.in/ |
આ પણ વાંચો: Statue of unity 360 degree view: સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો
આદિજાતિ વિકાસ વિભાગ યોજનાઓ
આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે આ માટે આદિજાતિના લોકોને સ્વરોજગારી યોજના હેઠળ કરીયાણા ની દુકાન શરૂ કરવાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉંચું લાવી શકે. અને પગભર થઇ શકે. આ માટે આદિજાતિના લોકોને કરિયાણાની દુકાન શરૂ કરવા માટે લોન આપવાની યોજના અમલમા મૂકવામા આવી છે.
દુકાન લોન યોજના પાત્રતા ધોરણો
- અરજદાર આદિજાતિનો હોવા જોઇએ અને આ અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. આ માટે ચૂંટણીકાર્ડની તેમજ આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની હોય છે.
- લાભાર્થીએ જે કરીયાણા દુકાન ના હેતુ માટે (ધંધો/રોજગાર) ધીરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઇશે. આ અંગેનો મોટી કરીયાણાના સ્ટોર / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો બાબતનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ/અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે.
- આ યોજના માટે આવક મર્યાદા જોઇએ તો અરજદારની પરિવારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
- આ યોજના મા રૂ. ૭૫૦૦૦/-ની મર્યાદામાં લોન આપવામાં આવે છે.
- આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના ૧૦ ટકા પ્રમાણે ભરવાનો હોય છે. વાર્ષિક ૪ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨.ટકા દંડનીય વ્યાજ ચુકવવવાનું હોય છે.
- ૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત લોન ની રકમ ભરપાઇ કરવાની હોય છે.
- લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ આપવામા આવે છે.
આ યોજના માટે અરજી કરવા માંગતા હોય તો આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની હોય છે. જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https;// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
અગત્યની લીંક
| આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓની માહિતી બુકલેટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

કરિયાણાની દુકાન શરૂ કરવા માટે કેટલી લોન આપવામા આવે છે ?
રૂ.75000
કરિયાણાની દુકાન શરૂ કરવા માટે કોને લોન આપવામા આવે છે ?
આદિજાતિ ના લોકોને
Patel Natavarsinh fatesinh