PM Vishwakarma Yojana: વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના: વિશ્વકર્મા લોન યોજના: સરકાર દ્વારા દરેક વર્ગના લોકો માટે સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. એમા પણ નાના ધંધાર્થીઓ-વ્યવસાયકારો આગળ આવે અને તેમના વ્યવસાયનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની સહાય આપવામા આવે છે અને તેમના ધંધા ના વિકાસ માટે ઘણી યોજનાઓ અંતર્ગત લોન આપવામા આવે છે. નાના ધંધાર્થીઓના ધંધા-વ્યવસાયના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં 18 પ્રકારનાં કારીગરોને રૂા. 3 લાખ સુધીની લોન જામીનગીરી વગર આપવામા આવશે . ત્યારે આગામી તા. 17 સપ્ટેમ્બર નાં રોજ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરાવનાર છે.
PM Vishwakarma Yojana
- કેન્દ્ર સરકાર દ્વારા 18 પ્રકારનાં કારીગરોને આપવામા આવશે રૂ. ત્રણ લાખ સુધીની લોન
- 17 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરાવનાર છે.
- નાના કારીગરોના કૌશલ્યને પ્રમાણિત કરી તેમને તાલીમ આપવામાં આવશે
આ પણ વાંચો: વન નેશન વન ઈલેકશન: શું છે One Nation One election, તેનાથી શું ફાયદા થશે ?
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ તેમના જન્મ દિવસે કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકનાર છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના દ્વારા શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો મા આવેલા નાના કારીગરોને નાણાકીય સમાવેશન દ્વારા અર્થવ્યવસ્થામાં જોડવાનું ભગીરથ કાર્ય કરવામા આવનાર છે. આ યોજનામાં ૧૮ પ્રકારના કારીગરોને આવરી લઇ તેને તાલીમબદ્ધ કરી રૂ. ત્રણ લાખ સુધીની લોન આપવાનું આયોજન કરવામા આવ્યુ છે.
વિશ્વકર્મા લોન યોજના વ્યવસાયની યાદિ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાને ટૂંકમા પીએમ વિકાસ નામ આપવામાં આવ્યું છે. જેમાં ૧૮ પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને તાલીમ આપી જામીનગીરી વગર રૂ.3 લાખની લોન આપવામા આવનાર છે.
- સુથાર
- બોટ-નાવડી બનાવનાર
- સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર)
- લુહાર
- હથોડી અને ટૂલકિટ નિર્માતા
- તાળાના કારીગર
- કુંભાર
- શિલ્પકાર
- મોચી
- કડિયા
- વાળંદ
- ટોપલીટોપલા કે સાવરણીના કારીગર
- દરજી
- ધોબી
- માળી
- માછલી પકડવાની જાળી બનાવનારા
- પરંપરાગત રમકડાના કારીગર
- સુવર્ણકામ
વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના તાલીમ
ગ્રામીણ વિસ્તારોના કારીગરો માટે તેમના ધંધાના વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થનારી આ યોજના હેઠળ નોંધણી થયા બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ આપવામાં આવશે. કૌશલ્ય ચકાસણી પછી રૂ. ૧૫ હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે. બેઝીક અને એડવાન્સ તાલીમ દરમિયાન રૂ. ૫૦૦નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તાલીમ બાદ રૂ. એક લાખની કોઇ પણ જામીનગીરી વિનાની લોન આપવામાં આવશે. તે લોન સમયસર ચૂકવવામાં આવે તો વધુ રૂ. બે લાખની લોનની સવલત કરી આપવામાં આવશે.
આ પણ વાંચો: Shri Krishna Alphabet 2023: જન્માષ્ટમી પર તમારા નામ ની સ્પેશીયલ ઈમેજ DP અને STATUS
- પીએમ વિકાસ યોજનાની ટૂંકી વિગતો જોઇએ તો મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ કુટુંબ દીઠ એક વ્યક્તિને તેનો લાભ મળશે.
- આ યોજનાના લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કરતાં વધુ ન હોવી જોઇએ.
- અરજદારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વરોજગાર, વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ છે, પીએમઇજીપી કે પીએમ સ્વનિધિ જેવી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઇએ.
- મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તો આવા અરજદારોને આ યોજનાનો લાભ મળશે.
- સરકારી નોકરી કરતી વ્યક્તિના પરિવારને આ યોજનાનો લાભ નહીં મળે.
આ યોજનાથી નાના ધંધાર્થીઓને તેમના વ્યવસાય માટે તાલીમ મળી રહેશે તથા તેમના ધંધા-વ્યવસાયના વિકાસ માટે આર્થીક મદદ માટે લોન મળી રહેશે. જેનો વ્યાજદર સામાન્ય 5 % જેટલો જ રાખવામા આવ્યો છે.
અગત્યની લીંક
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના મા કેટલી લોન આપવામા આવશે ?
રૂ. 3 લાખ
વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના મા કેટલા પ્રકારના વ્યવસાય માટે તાલીમ આપવામા આવશે ?
18 પ્રકારના
PM Vishwakarma Yojana ની શરૂઆત ક્યારે કરવામા આવશે ?
17 સપ્ટેમ્બર ના રોજ
Plt 167 g 1 gr flr vihar society 1 katargam Surat
Q
I wil already submitted the form long time but nothing to process aur answer for this.. please help me
Gar ke liye jarurt samn ke liye