નમો લક્ષ્મી યોજના: નવી સરકારી યોજના, ધો. 9 થી 12 મા વિદ્યાર્થીની ને મળશે રૂ.50 હજારની સહાય

નમો લક્ષ્મી યોજના: નમો શ્રી યોજના: નમો સરસ્વતી યોજના: શુક્રવારે જાહેર થયેલા ગુજરાત સરકારના વર્ષ 2024-25 માટેના બજેટમા શિક્ષણ માટે 55000 હજાર કરોડ જેટલી રકમ ફાળવવામા આવી છે. જેમા સ્માર્ટક્લાસ, કમ્પ્યુટર સુવિધા સહિતની અનેક જોગવાઇઓ કરવામા આવી છે. સાથે સાથે બજેટમા નવી 3 સરકારી યોજનાઓની જાહેરાત કરવામા આવી છે. નમો લક્ષ્મી યોજના,નમો શ્રી યોજના અને નમો સરસ્વતી યોજના અમલી બનાવવામા આવશે. ચાલો જાણીએ આ 3 નવી સરકારી યોજના મા શું જોગવાઇ કરવામા આવી છે.

નમો લક્ષ્મી યોજના

વિકસિત ગુજરાત ૨૦૪૭ ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક ર૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક ૬૧૫ હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે.
નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી ૧૨માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં, આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં ૨૧૨૫૦ કરોડની જોગવાઇ કરવામા આવી છે.

નમો સરસ્વતી યોજના

એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું “નમો સરસ્વતી યોજના”ની જાહેરાત કરવામા આવી છે. આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-૧૧માં ૧૦ હજાર અને ધોરણ-૧૨ માં ૧૫ હજાર મળી કુલ ૨૫ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક ૨ લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ૪૦૦ કરોડનો ખર્ચ થશે.

નમો શ્રી યોજના

સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું “નમો શ્રી યોજના”ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ૬૧૨ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું ૨૭૫૦ કરોડની જોગવાઇ કરવામા આવી છે.
હાલની વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારી ૪.૫% કરવામાં આવશે તથા દરેક લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે. પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી-મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થીદીઠ સહાયમાં પણ ૬૦% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરવામા આવી છે.

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
નમો લક્ષ્મી યોજના
નમો લક્ષ્મી યોજના

6 thoughts on “નમો લક્ષ્મી યોજના: નવી સરકારી યોજના, ધો. 9 થી 12 મા વિદ્યાર્થીની ને મળશે રૂ.50 હજારની સહાય”

Leave a Comment

error: Content is protected !!