Adity L1 Mission: મિશન સૂર્યયાન: Adity L1 Mission એટલે કે મિશન સૂર્યયાન ને 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા ના સતિશ ધવન સ્પેસ સેન્ટર થી લોન્ચ કરવામા આવ્યુ હતુ. તાજેતરમા Adity L1 ના અતિઆધુનિક કેમેરાથી લીધેલી સૂર્ય ની અદભુત ઇમેજ શેર કરવામા આવી છે. સૂર્યની આવી તસવિરો અગાઉ તમે કયારેય નહી જોઇ હોય.
Adity L1 Mission
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા આદિત્ય-L1 ને અવકાશયાન પર સવાર સોલાર અલ્ટ્રાવાયોલેટ ઈમેજિંગ ટેલિસ્કોપ (SUIT) એ નજીકની લીધેલી અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ આધારીત સૂર્યની પ્રથમ પૂર્ણ-ડિસ્ક ઈમેજીસ કેપ્ચર કરી શેર છે. શુક્રવારે શેર કરવામા આવેલી આ નોંધપાત્ર સિદ્ધિ સૌર અવલોકન અને સંશોધનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની છે.
આ તસવીરો 200 થી 400 નેનોમીટરની તરંગલંબાઇની શ્રેણીને કવર કરે છે. તે સૂર્યના ફોટોસ્ફિયર અને રંગમંડળ વિશે અભૂતપૂર્વ માહિતી પ્રદાન કરે છે. સૂર્યની દૃશ્યમાન ‘સપાટી’ને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે, જ્યારે તેની ઉપર તરત જ પારદર્શક પડને રંગમંડળ કહેવામાં આવે છે.
Aditya-L1 Mission:
— ISRO (@isro) December 8, 2023
The SUIT payload captures full-disk images of the Sun in near ultraviolet wavelengths
The images include the first-ever full-disk representations of the Sun in wavelengths ranging from 200 to 400 nm.
They provide pioneering insights into the intricate details… pic.twitter.com/YBAYJ3YkUy
સૂર્યના આ સ્તરો સૂર્ય મા આવેલા વિવિધ સ્થળો અને જ્વાળાઓ સહિતની વિવિધ સૌર ઘટનાઓને જાણવા માટે મહત્વપૂર્ણ માનવામા આવે છે. જે અવકાશના હવામાન અને પૃથ્વીની આબોહવા પર ઊંડી અસર કરે છે. આદિત્ય-L1ને 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ભારતીય રોકેટ, ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-XL (PSLV-XL) દ્વારા લો અર્થ ઓર્બિટ (LEO)માં લોન્ચ કરવામાં આવેલ હતું.
લોન્ચથી L1 સુધીની કુલ મુસાફરીમાં આદિત્ય-L1 ને લગભગ ચાર મહિના જેટલો સમય લાગશે અને પૃથ્વીથી અંતર અંદાજે 1.5 મિલિયન કિમી જેટલુ હશે. ઈસરો એ આ અંગે જણાવ્યુ હતુ કે ‘આદિત્ય-એલ1’ સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા છે. તે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત લેગ્રાંગિયન બિંદુ ‘L1’ની આસપાસના પ્રભામંડળમાંથી સૂર્યનો અભ્યાસ કરી રહ્યું છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

3 thoughts on “Adity L1 Mission: સૂર્યની આવી અદભુત તસવિરો તમે ક્યારેય નહિ જોઇ હોય, મિશન સૂર્યયાને કેપ્ચર કરી સૂર્યની અદભુત ઇમેજ”