બુલેટ ટ્રેન સ્ટેશન: Ahmedabad Terminal: 2017 મા ભારત અને જાપાન વચ્ચે ભારતમા અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા બાબતે કરાર કરવામા આવ્યા હતા. અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા માટે નુ કામ પુરજોશમા ચાલી રહ્યુ છે. જેમા અમદાવાદ સાબરમતી મા બુલેટ ટ્રેન સ્ટેશન ટર્મીનલ તૈયાર થયુ છે. આ ટર્મીનલ નો વિડીયો જોતા તે એરપોર્ટ ને પણ ઝાંખુ પાડી દે તેવુ છે.
બુલેટ ટ્રેન સ્ટેશન
અમદાવાદને નવી અદ્ભૂત અને ગજબની ભેટ મળૅવા જઇ રહી છે. સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ શાનદાર અને ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના બની તૈયાર થઇ ગયો છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયો સોશીયલ મીડીયા પર ટ્વીટ કર્યો છે. જેમાં આ ટર્મીનલ મા કલા સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ દર્શ્યો જોવા મળી રહ્યાં છે. જો કે, આ નવી સુવિધાથી લોકોને અનેક ગણા લાભ થશે તેમજ અમદાવાદની શાનમાં વધારો થશે.
આ ટર્મિનલ અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના મુસાફરોને સેવા આપવા માટે તૈયાર કરવામા આવ્યો છે. અત્રે જણાવી દઈએ કે, આ નવુ બનાવવામા આવેલ ટર્મીનલ ગજબનું સૌદર્ય ધરાવે છે તેમજ અદભૂત કારીગરી શૈલી થી કંડારવામાં આવ્યુ છે. વિગતો મુજબ આ પ્રોજેકટ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી ચલાવવામાં આવ્યો છે. જેમાં માત્ર 2.07 કલાકમાં બે મોટા શહેરો અમદાવાદ અને મુંબઇને જોડવાની વાત છે. આ પ્રોજેક્ટ વિશે વિગતે જણાવીએ તો વર્ષ 2017માં PM નરેન્દ્ર મોદી અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
Terminal for India's first bullet train!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
ઉલ્લેખનીય છે કે, આ અમદાવાદની શાન સમાન પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે 508 KM લંબાઈની ડબલલાઈનનો સમાવેશ કરવામા આવ્યો છે. જો કે, આ પ્રોજેકટની ખર્ચની વાત કરવામાં આવે તો આ પ્રોજેકટમા આશરે રૂ. 1,08,000 કરોડ જેટલો ખર્ચ થનાર છે. જે ખર્ચમાં 81% જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1% દરે લેવામાં આવશે અને જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50-વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો નક્કી કરવામા આવ્યો છે.
બુલેટ ટ્રેન પ્રોજેકટ અગત્યના પોઇન્ટ
- નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), કંપની આ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કોરિડોરનું નિર્માણ કરવાનુ કામ કરે છે. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 100 કિલોમીટર વાયડક્ટ્સ અને 230 કિલોમીટર પિયરનું કામ પુરૂ કરવામાં આવ્યું છે.
- વાયડક્ટ્સમાં ગુજરાતની છ નદીઓ પર પુલ બનાવવાનો સમાવેશ થાય છે, જેમ કે વલસાડ જિલ્લામાં પાર અને ઔરંગા તેમજ નવસારી જિલ્લામાં પૂર્ણા, મીંધોળા, અંબિકા અને વેંગણીયા નદીઓ પર પુલ બનાવવામા આવ્યા છે.
- “પ્રોજેક્ટનો પ્રથમ ગર્ડર 25 નવેમ્બર, 2021 ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો, જ્યારે 30 જૂન, 2022 ના રોજ છ મહિનામાં વાયડક્ટનો પ્રથમ કિલોમીટર તૈયાર કરવામા આવ્યો હતો. તેણે 22 એપ્રિલ, 2023 ના રોજ 50 કિલોમીટર વાયડક્ટનું બાંધકામ હાંસલ કર્યું હતું અને ત્યારબાદ, છ મહિનામાં 100 કિલોમીટર વાયડક્ટ પૂર્ણ કરવામા આવ્યુ હતું,”
- “ફુલ સ્પાન લોંચિંગ ટેકનિક (FSLM), જ્યાં 40-મીટર લાંબા બોક્સ ગર્ડર્સ અત્યાધુનિક સાધનો દ્વારા બનાવવામા આવે છે.
- NHSRCLના જણાવ્યા મુજબ, વાયડક્ટના કામ સિવાય, પ્રોજેક્ટ માટે 250 કિલોમીટરના પિયરનું કામ પણ પુરૂ કરવામાં આવ્યું છે.
- “આ ઉપરાંત, જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રિટ (RC) ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરતમાં શરૂ કરવામા આવ્યુ છે,”
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન કયા શહેરો વચ્ચે શરૂ થશે ?
અમદાવાદ અને મુંબઇ વચ્ચે
Job mate koni sathe sampak karvo padse ane kiyare open thase