SBI APPRENTICES Recruitment: SBI બેંક ભરતી: sbi.co.in : સ્ટેટ બેંંકએ ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. SBI બેંક મા ઘણી વખત મોટી ભરતીઓ આવતી રહે છે. SBI બેંક મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક સારી તક છે. SBI APPRENTICES Recruitment અન્વયે 6160 જગ્યાઓ પર એપ્રેન્ટીસ ની ભરતી આવેલી છે. આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21-9-2023 છે. આ જગ્યાઓ પૈકી ગુજરાતમા 291 જગ્યાઓ છે. SBI બેંક ભરતી ની સંપૂર્ણ વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખ, પગારધોરણ, શૈક્ષણિક લાયકાત વગેરે જેવી માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
SBI APPRENTICES Recruitment
ભરતી સંસ્થા | SBI બેંક |
કાર્યક્ષેત્ર | બેંકીંગ |
જગ્યાનુ નામ | એપ્રેન્ટીસ |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ઓલ ઇન્ડીયા |
ફોર્મ ભરવાની છેલ્લીતારીખ | 1-9-2023 થી 21-9-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://sbi.co.in |
SBI APPRENTICES Recruitment ખાલી જગ્યાઓ
SBI બેંક ની આ એપ્રેન્ટીસ ભરતી અન્વયે આખા ભારતમા વિવિધ રાજયોમા કુલ 6160 જગ્યાઓ પર ભરતી છે. જે પૈકી ગુજરાતમા કુલ 291 જગ્યાઓ પર ભરતી છે. જે વિવિધ શહેરોમા નીચે મુજબ છે.
- Ahmedabad- 60
- Amreli-9
- Anand-8
- Aravalli-3
- Banaskantha- 7
- Vadodara-26
- Surat-20
- Bharuch-7
- Bhavnagar-18
- Botad- 2
- Chhota Udaipur – 3
- Dahod –3
- Dangs- 1
- Devbhumi Dwarka–3
- Gandhinagar–14
- Gir Somnath–6
- Jamnagar – 7
- Junagadh – 10
- Kheda- 6
- Kutch- 8
- Mahisagar-2
- Mehsana-6
- Morbi-6
- Narmada-2
- Navsari-6
- Panchmahals-4
- Patan-3
- Porbandar-4
- Rajkot-18
- Sabarkantha- 4
- Surendranagar- 7
- Tapi-2
- Valsad-6
SBI બેંક ભરતી અગત્યની વિગતો
SBI બેંક ની આ ભરતી માટે અગત્યની જરૂરી વિગતો નીચે મુજબ છે.
શૈક્ષણિક લાયકાત
આ એપ્રેન્ટીસ ભરતી માટે જરૂરી લાયકાત ગ્રેજયુએશન નિયત કરવામા આવેલ છે. ઉમેદવાર કોઇપન વિદ્યાશાખામા ગ્રેજયુએટ હોવા જોઇએ.
તાલીમ સમયગાળો
આ એપ્રેંટીસ ભરતી માટે તાલીમ સમયગાળો 1 વર્ષ રહેશે. એટલે કે ઉમેદવાર ને એપ્રેન્ટીસ અન્વયે 1 વર્ષ માટે નિમણૂંક આપવામા આવશે.
સ્ટાઇપન્ડ
આ ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારને દર મહિને રૂ. 15000 સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે. આ સિવાય અન્ય કોઇ ભથ્થા મળવાપાત્ર રહેશે નહી.
ઓનલાઇન અરજી
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- એપ્રેન્ટિસની આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ sbi.co.in ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઈટના હોમ પેજ પર Careers ની લિંક પર ક્લિક કરો.
- હવે Engagement of Apprentices Under The Apprentices લિંક પર ક્લીક કરો.
- હવે પેજ પર આવેલું રજીસ્ટ્રેશન ફોર્મ મા પુરી માહિતી ભરો.
- રજીસ્ટ્રેશન પછી એપ્લિકેશન ફી સબમિટ કરો.
- છેલ્લે રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.
- એપ્લિકેશન પૂર્ણ થયા પછી તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.
સીલેકશન પ્રોસેસ
SBI એપ્રેન્ટીસ ની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષા દ્વારા થનાર છે. આ અંગે જણાવી દઈએ કે આ પરીક્ષા સ્થાનિક ભાષામાં યોજવામાં આવનાર છે. લેખિત પરીક્ષામાં ઉમેદવારોને 100 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. એટલે કે પ્રશ્નપત્ર કુલ 100 માર્ક્સનું રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 30 મિનિટનો સમય આપવામાં આવશે.
ઉમેદવારોને 13 પ્રાદેશિક ભાષાઓમાંથી કોઈ એક ભાષાનું પ્રશ્નપત્ર પસંદ કરવાનું હોય છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપરાંત આસામી, બંગાળી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂ ભાષાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Rojgar samachar 2023: ગુજરાત રોજગાર સમાચાર, નવી સરકારી ભરતીઓની માહિતી; Employment News
એપ્લીકેશન ફી
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી માટે રૂ. 300 ફી ઓનલાઇન ભરવાની હોય છે. જ્યારે SC, ST, PWBD કેટેગરીના ઉમેદવારોએ કોઈ એપ્લીકેશન ફી ભરવાની હોતી નથી. ભરતી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે ઉમેદવારોએ SBIની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી લીંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
SBI બેંકમા એપ્રેન્ટીસ ની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
6160 જગ્યાઓ
XyZ
Hii
From kese bhre
ફોર્મ ભરવા ની લીંક