SMC Recruitment: સુરત મહાનગરપાલીકા ભરતી: સુરત મહાનગરપાલીકા એ ગુજરાતની મોટી મહાનગરપાલીકા પૈકીની એક છે. સુરત મહાનગરપાલીકામા ઘણી મોટી ભરતીઓ અવારનવાર આવતી રહે છે. SMC Recruitment અંતર્ગત 78 જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
SMC Recruitment
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation Recruitment 2023) મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે કારકિર્દી ઘડવાનો ગોલ્ડન ચાન્સ છે. 78 જેટલી જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાએ ભરતી બહાર પાડી છે. આ પોસ્ટમા આપણે આ ભરતી સબંધિત તમામ સંપૂર્ણ વિગતો ની માહિતી મેળવીશુ. જેમાં આપને જાણવા મળશે જોબ લોકેશન, ઉમર મર્યાદા, ખાલી જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, મહત્વની તારીખો, અરજી ફી, કઈ રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશુ.
સુરત મહાનગરપાલીકા ભરતી
મિત્રો આ ભરતીની જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા 02 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરુઆતની તારીખ 04 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2023 છે.
આ પણ વાંચો: Railway Job: રેલવે મા નોકરી મેળવવા શું કરવુ, કઇ કઇ પોસ્ટ હોય; કઇ રીતે ભરતી થાય ?
ભરતી સંસ્થા | Surat Municipal Corporation |
ભરતી પોસ્ટ | વિવિધ |
જોબ લોકેશન | સુરત, ગુજરાત |
અરજી મોડ | ઓનલાઈન |
નોટિફિકેશનની તારીખ | 02 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની ની તારીખ | 04 જુલાઈ 2023 થી 18 જુલાઈ 2023 |
સતાવાર વેબસાઈટ | suratmunicipal.gov.in |
સુરત મહાનગરપાલીકા ભરતી ખાલી જગ્યાઓની વિગત
SMC Bharti 2023; સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓની વિગત નીચે મુજબ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
---|---|
એડીશનલ સીટી ઈજનેર(સીવીલ-ઈલે.) | 03 |
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | 01 |
કાર્યપાલક ઈજનેર | 03 |
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | 02 |
ડેપ્યુટી ઈજનેર | 04 |
એન્વાયરમેન્ટ એન્જીનીયર | 04 |
ડેપ્યુટી ટાઉન પ્લાનર | 03 |
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર | 07 |
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ | 26 |
સબ ઓફિસર | 25 |
કુલ ભરતી ખાલી જગ્યા | 78 |
આ પણ વાંચો: GSRTC Bus Name: એસ.ટી.બસ માં સોમનાથ, સાબર, અમુલ આવા શબ્દો કેમ લખેલા હોય છે, જાણવા જેવી માહિતી
પગારધોરણ
સુરત મહાનગરપાલીકાની આ ભરતી માટે નીચે મુજબ પગાર સ્કેલ મળવાપાત્ર છે.
પોસ્ટ | પગાર સ્કેલ પે મેટ્રીકસ |
---|---|
એડીશનલ સીટી ઈજનેર(સીવીલ-ઈલે.) | રૂ. 78800-209200 |
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | રૂ.67700-208700 |
કાર્યપાલક ઈજનેર | રૂ.67700-208700 |
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | રૂ.56100-177500 |
ડેપ્યુટી ઈજનેર | રૂ.56100-177500 |
એન્વાયરમેન્ટ એન્જીનીયર | રૂ.56100-177500 |
ડેપ્યુટી ટાઉન પ્લાનર | રૂ.56100-177500 |
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર | રૂ.39900-126600 |
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ | રૂ.39900-126600 |
સબ ઓફિસર | રૂ.35400-112400 |
સીલેકશન પ્રોસેસ
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. ભરતી સંસ્થા ઈચ્છે જો તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.
લાયકાત
મિત્રો, સુરત મહાનગ્રપાલીકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ માંગવામા આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાતમાં જોઈ શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે સુરત મહાનગરપાલીકાની આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો ની જરૂરિયાત રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
ઓનલાઇન અરજી માહિતી
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે સુરત મહાનગરપાલિકાની ઓફીસીયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment વિભાગ માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરવાનુ રહેશે.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- ભવિષ્યના રેફરન્સ માટે આ ફોર્મ સેવ રાખો.
અગત્યની લીંક
SMC Recruitment ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન એપ્લાય | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
સુરત મહાનગરપાલીકા ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
suratmunicipal.gov.in
સુરત મહાનગરપાલીકા મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
78 જગ્યાઓ
1 thought on “SMC Recruitment: સુરત મહાનગરપાલીકા મા 78 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ”