LRD Recruitment 2024: પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ વિભાગ મા જોડાઇને કારકિર્દી બનાવવા માંંગતા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ વિભાગમા 12472 જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથે અરજીઓ મંંગાવવામા આવી છે.
LRD Recruitment 2024
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.
પોલીસ ભરતી માટે નીચેની પોસ્ટ માટે ભરતી આવેલી છે.
જગ્યાનુ નામ | ખાલી જગ્યાઓ |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) | 1000 |
જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
જેલ સિપોઇ (મહિલા) | 85 |
કુલ જગ્યાઓ | ૧૨૪૭૨ |
ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas gujarat gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે.
૩૮ પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉંપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
પોલીસ ભરતી 2024
- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી
- લેવાની રહેશે.
- ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
- ઘર- ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
- આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે.
અગત્યની સૂચનાઓ
ઉમેદવારોએ અરજીમાં બારમાની માર્કશીટ મુજબનું નામ લખવાનું રહેશે. તથા માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ઉમેદવારો માર્કશીટ તૈયાર રાખે.
ડુપ્લીકેટ અરજીઓ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉમેદવારોની ફી સ્વીકારવા માટે બેંકે જે વ્યવસ્થા કરવી પડે તેમાં ૨૦ દિવસ જેટલો સમય લાગે તેમ હોય અરજી ફોર્મ 4 એપ્રિલથી સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીની અરજી સ્વીકારવાનો સમય ગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે. શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ.
લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીનીવિગતવાર ની જાહેરાત બે ત્રણ દિવસમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.
પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઈટ ન બને ત્યાં સુધી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર ઉમેદવારો માટે તમામ વિગતો મૂકવામાં આવશે ઉમેદવારોએ આ વેબસાઈટ જોતા રહેવું.
important Link
પોલીસ ભરતી official website | click here |
LRD Recruitment 2024 નોટીફીકેશન | click here |
ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટ | Click here |
ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટ | Click here |
Home page | click here |
jon whatsapp Group | click here |
2 thoughts on “LRD Recruitment 2024: પોલીસ વિભાગમા આવી મોટી ભરતી, 12472 જગ્યાઓ પર મોટી ભરતી”