Best Car In Budget: પરિવાર માટે કાર ખરીદવા માંગતા હોય તો 5 લાખની અંદર આવતી આ છે બેસ્ટ કાર

Best Car In Budget: Best Car Under 5 Lakh: 5 લાખની અંદર આવતી આ છે બેસ્ટ કાર: પરિવાર માટે ફોર વ્હીલ કાર ખરીદવી એ દરેક માણસનુ સપનુ હોય છે. પરંતુ હાલ કાર ના ભાવ ખૂબ જ વધ્યા હોવાથી અને 8-9 લાખ થી માંડી 17-20 લાખ સુધીની મોઘી કાર આવતી હોવાથી સામાન્ય માણસને કાર ખરીદવી પોષાય તેમ નથી. તેવામા મારુતી કંપની અને અન્ય કંપનીઓની ઘણી સસ્તી કાર ઉપ્લબ્ધ છે. આજે આપણે આ પોસ્ટમા 5 લાખથી ઓછી કિમતમા મળતી કારની માહિતી મેળવીશુ.

Best Car In Budget

Table of Contents

જો તમે કાર ખરીદવાનુ આયોજન કરી રહ્યા હોય અને તે પણ નવી તો આ પોસ્ટ તમારા માટે ઉપયોગી છે. જુની કાર 5-6 લાખની કિંમતમા ઘણા સારા વેરીએન્ટ મળી રહેતા હોય છે પરંતુ લોકો સામાન્ય રીતે જુની કાર ખરીદવાનુ પસંદ કરતા નથી. કારણ કે જુની ખરીદયા પછી તેમા અવાર નવાર મેનટેનન્સ મા ખર્ચા ચાલુ રહેતા હોય છે. તેવા મા હવે તમારુ બજેટ હો 5 લાખ જેટલુ હોય તો નવી કાર ઘણા વેરીએન્ટ ખરીદી શકો છો. મારુતી સુઝુકી અને અન્ય કંપનીઓએ નવા ઘણા સસ્તા વેરીએન્ટ લોંચ કર્યા છે જે કિંંમતમા તો સસ્તા છે જ સાથે આકર્ષક લૂક અને તેના ફીચર સાતેહ આપને ખુબ જ પસંદ આવશે.

  • 5 લાખથી ઓછી કિંમતમાં આવતી બેસ્ટ કાર
  • મધ્યમ વર્ગીય પરીવાર માટે બેસ્ટ ઓપ્શન છે આ કાર
  • ઓછી કિંમતમા આકર્ષક ફિચર્સની સાથે-સાથે આપશે ધમાકેદાર માઇલેજ

આ પણ વાંચો: જાહેર રજા લીસ્ટ 2023: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ, મરજીયાત રજા લીસ્ટ 2023; બેંક રજા લીસ્ટ

આજકાલ ફોર વ્હીલ કારની ડીમાન્ડ ઘણી વધી ગઈ છે. સૌ કોઈને પોતાની પર્સનલ કાર હોય તેવી ઈચ્છા હોય છે. પરંતુ હાલ ફોર વ્હીલ કાર ગાડીઓનાં ભાવ આસમાને છે. અને મધ્યમ વર્ગને કાર લેવી પોષાય તેમ નથી. તેવામાં હવે જેમનુ બજેટ ઓછુ છે તેવા લોકો પણ સારી કાર ખરીદી શકે છે. કારણકે ભારતમાં 5 લાખ રૂપિયાથી પણ ઘણી સારી ઓછી કિંમતની કાર ઉપલબ્ધ છે.

Maruti Alto K10

Maruti Alto K10
Maruti Alto K10

મારુતિ સુઝુકીએ અલ્ટો 800નું પ્રોડક્શન હવે બંધ કરી દીધું છે. તેના લીધે હવે અલ્ટો K10 દેશની સૌથી સસ્તી કાર બની ગઈ છે. આ ભારતીય બજારમાં સૌથી લોકપ્રિય સસ્તી કાર પૈકીની એક છે. તેમાં 1.0 લીટર 3 સિલેન્ડર પેટ્રોલ એન્જિન આવે છે આ કારની પ્રારંભિક કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલની કિંમત 5.95 લાખ સુધી ની હોય છે. અલ્ટો K10નાં ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઈંચનો ટચસ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ આવે છે. એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો, keyless એન્ટ્રી અને ડિજિટલ ઈંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા આધુનીક ફીચર આવે છે. આ કારના સેડાન મૉડલમાં સ્ટીયરિંગ-માઉંટેડ કંટ્રોલ અને મેન્યુઅલ રૂપથી એડજસ્ટેબલ ORVM જેવા નવા ફીચર પણ આપવામા આવે છે.

આ પણ વાંચો: Voice Clarity: શુ ફોનમા અવાજ કલીયર નથી સંભળાતો, કરો આટલા ઉપાય; વોઈસ કલીયારીટી આવશે ગજબની

Maruti S Presso

Maruti S Presso
Maruti S Presso

સસ્તી કાર ના લીસ્ટ્મા વધુ એક વિકલ્પ છે મારુતિ સુઝુકી એસપ્રેસો કાર. જેની પ્રારંભિક કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, એક ડિજિટલ સ્પીડોમીટર અને ટચસ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ આવેલી હોય છે. આ કારના ફીચરની વાત કરીએ તો સુરક્ષા માટે તેમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ, રિયર પાર્કિંગ સેંસર, સ્પીડ એલર્ટ, ઈબીડીની સાથે એબીએસ અને ફ્રંટ સીટબેલ્ટ રિમાઈંડર પણ આવેલ હોય છે.

Renault Kwid

Renault Kwid
Renault Kwid

સસ્તી કાર ના લીસ્ટમા રેનૉલ્ટ ક્વિડ પણ એક સારો વિકલ્પ છે. તેમાં 1.0 લીટર 3 સિલેન્ડર પેટ્રોલ એન્જિન આવેલ હોય છે. આ એન્જિનથી 68 PS અને 91 Nmનો પાવર પુશપ મળે છે. આ કારની કિંમતની વાત કરીએ તો ક્વિડની કિંમત 4.70 લાખ રૂપિયાથી લઈને 6.33 લાખ રૂપિયા સુધીની છે. જે તેના મોડલ પર ડીપેન્ડ કરે છે. રેનૉલ્ટે હાલમાં જ રેનૉલ્ટ ક્વિડનાં 800CC એન્જિન વેરિયંટને બંધ કર્યુ છે.

Important Link

Maruti Alto K10અહિં ક્લીક કરો
Maruti S Pressoઅહિં ક્લીક કરો
Renault Kwidઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!