Royal Enfield New Model: રોયલ એન્ફીફીલ્ડ ના નવા મોડેલ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Royal Enfield New Model: Royal enfield hunter 350: રોયલ એન્ફીલ્ડ ની બાઇકના લોકો દિવાના હોય છે. અને તેમા પણ બુલેટ એટલે પુછવુ જ શુ ? Royal Enfield New Model ની વાત કરીએ તો તેની ફેમસ બાઇકમા bullet 350, Hunter 350, New Himalayan જેવી ફેમસ બાઇક આવે છે. Royal Enfield ની ખૂબ જ ફેમસ બાઇક Royal Enfield Hunter 350cc ના નવા મોડેલ લોન્ચ થયા છે. ચાલો જાણીએ આ નવા મોડેલ ના ફીચર્સ અને કિંમત.

Royal Enfield New Model

મિડલ વેઇટ બાઇક નિર્માતા રોયલ એનફિલ્ડે (Royal Enfield) ઇટલીના મિલાનમાં ચાલી રહેલા EICMA 2023 મોટરસાઇકલ શોમાં હન્ટર 350 (Hunter 350)ના કસ્ટમ મેડ કોન્સેપ્ટ મોડેલ લોન્ચ કર્યું છે. આ બાઇક લોન્ચ થતા જ તેની ઈમેજીસ થતાં જ ઈન્ટરનેટ પરખૂબ જ વાયરલ થઇ રહી છે. રોયલ એન્ફીલ્ડ કંપનીએ તેના સોશિયલ મીડિયા પર આ નવા મોડેલ ની તસવીરો શેર કરી છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે કંપની આ બાઇકને ભારતમાં પણ કસ્ટમ મોડલમાં રજૂ કરે તેવી શકયતાઓ દેખાઇ રહી છે.

બાઇક ના શોખીન લોકો રોયલ એન્ફીલ્ડ ની બાઇકના ખૂબ જ શોખીન હોય છે. ખાસ કરીને બુલેટ નો લોકોમા ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. જો કે રોયલ એન્ફીલ્ડ ના બુલેટ સિવાય અન્ય પણ ઘણા સ્ટાઇલીસ મોડેલ આવે છે. Royal Enfield Hunter 350 એ કંપનીની સૌથી વધુ વેચાતી 350cc બાઈક પૈકીની એક છે. સેલીંગ ની દ્રષ્ટિએ આ બાઇક ક્લાસિક 350ને સીધી ટક્કર આપી રહી છે.

Royal enfield hunter 350

Hunter 350 નુ આ નવુ મોડેલ યુકે સ્થિત આફ્ટરમાર્કેટ વર્કશોપ કિંગ નેર્ડના સહયોગથી ડિઝાઇન કરવામા આવ્યુ છે. રોયલ એનફિલ્ડે હન્ટર 350ના બે નવા મોડેલ લોન્ચ કર્યા છે. પ્રથમ મોડેલ કેફે રેસર થીમ છે જેને ક્વાર્ટર ફેરિંગ અને ઈન્ટીગ્રેટેડ ફ્રંટ વિંડસ્ક્રીન સાથે રજૂ કરવામા આવ્યા છે. બાઇકનુ આ વર્ઝન બાઇકને નિયો-રેટ્રો લુક આપે છે. તે ખૂબ જ અનોખા ગુલાબી અને સફેદ ડ્યુઅલ-ટોન થીમમાં રજુ કરવામા આવ્યુ છે.

બાઇક ના નવા મોડેલ મા આરામદાયક રાઇડ માટે પાંસળીવાળી પેટર્નવાળી નવી સીટ આપવામા આવી છે અને પિલિયન માટે ફ્લેટ કન્ટૂરિંગ આપવામા આવેલ છે. બાઈકમાં ફ્લોટિંગ ટેલ સેક્શન નાનો છે જેના કારણે સીટ પણ નાની છે. બાઇકમાં આફ્ટરમાર્કેટ એક્ઝોસ્ટ મફલર લગાવી આકર્ષક લુક આપવામા આવ્યો છે, જેના કારણે આ બાઇક મસ્ક્યુલર લુક પણ આપે છે.

કંપનીએ લોન્ચ કરેલુ બીજુ મોડેલ, જેને કિંગ નેર્ડ 350 નામ આપવામા આવ્યુ છે, તે મોટાભાગના સ્ટોક કંપોનેન્ટસને જાળવી રાખે છે. આ બાઇકના બે યુનિટ EICMAમાં પણ ડીસ્પ્લે કરવામા આવ્યા હતા. બંનેમાં ગ્રે બેઝ સાથે ડ્યુઅલ-ટોન પેઇન્ટ હતો. એક યુનિટમાં નિયોન ગ્રીન હાઇલાઇટ્સ કરવામા આવ્યા છે, જ્યારે બીજામાં નારંગી હાઇલાઇટ્સ છે. બંને યુનિટને ફ્યુઅલ ટેન્ક અને કલર કોઓર્ડિનેટેડ હેડલેમ્પ બેઝલ્સ અને વ્હીલ રિમ્સ પર અદભૂત ગ્રાફિક્સ ડીઝાઇન કરવામા આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની આ બાઇકના કોન્સેપ્ટ મોડલને આવતા વર્ષે ભારતમાં લોન્ચ કરે તેવી શકયતાઓ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Royal Enfield New Model
Royal Enfield New Model

Leave a Comment

error: Content is protected !!