ઇઝરાયલ પગાર: ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ઈઝરાયેલ મા ખેતીવાડી અને બાંધકામ ક્ષેત્રમા જવા માટે ભરતી અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં હજારો ભારતીય લોકોની પસંદગી થઈ. ઈઝરાયેલ ભારતના કુશળ શ્રમિકોને મોટો પગાર આપી રહ્યુ છે. ચાલો જાણીએ કે ઈઝરાયેલને ભારતથી કુશળ શ્રમીકો અને કારીગરો ની ભરતી કરવાની જરુરત કેમ પડી અને તેમને કેટલો પગાર આપવામાં આવે છે ?
ઇઝરાયલ પગાર
થોડા સમય પહેલા ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધમાં હજારો લોકોના મોત થયા હતા. તે જ સમયે, ઇઝરાયેલે હજારો પેલેસ્ટાઇનીઓની વર્ક પરમિટ વિઝા પણ રદ કરી દીધી હતી. જેના કારણે ઈઝરાયેલના બાંધકામ અને ખેતીવાડી ક્ષેત્રમાં કામદારોની અછત ઉભી થઈ હતી. આવી સ્થિતિમાં, ઇઝરાયેલના ઉદ્યોગોએ નેતન્યાહૂ સરકારને ભારતમાંથી કામદારોની ભરતી કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ, ઇઝરાયેલ બાંધકામ ઉદ્યોગમાં અને ખેતીવાડી ક્ષેત્રમા ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ભારતમાંથી કામદારોની ભરતી કરી રહ્યું છે.
ઈઝરાયેલમાં કેટલો પગાર આપવામા આવે છે?
ભારતમાંથી ભરતી કરાયેલા કુશળ કામદારોને ઈઝરાયેલ મા મહિને 1.37 લાખ રૂપિયાનો પગાર અને 16,515 રૂપિયાનું બોનસ આપવામા આવે છે. એટલે કે કુલ પગાર 1.50 લાખ રૂપિયાથી વધુ થાય છે. આ ઉપરાંત કારીગરો અને શ્રમીકો ને મેડિકલ ઈન્સ્યોરન્સ, ભોજન અને રહેઠાણ ની સુવિધાઓ પણ આપવામા આવે છે. એક અંદાજ મુજબ જો 5000 ઉમેદવારો ઈઝરાયેલમાં 5 વર્ષ સુધી કામ કરે છે તો ભારતને 5000 કરોડ રૂપિયા મળશે. હવે જો ઇઝરાયેલમાં કામદારોને મળતા પગારની સરખામણી ભારતમા કલાસ 1 અધીકારીને આપવામા આવતા પગાર સાથે કરવામાં આવે તો કામદારોને વધુ પગાર મળે છે. એટલે જ હાલ લોકોમા કમાવા માટે ઇઝરાયેલ જવાનો ક્રેઝ વધુ જોવા મળે છે.
કામના કલાકો અંગે નિયમો
ઇઝરાયલ મા કામના કલાકો અંગે સ્પષ્ટ નિયમો બનાવવામા આવ્યા છે.
ઇઝરાયેલનો શ્રમ કાયદો કામદારોને સુરક્ષા પૂરી પાડે છે. ઇઝરાયેલમાં કામદારો માટે મૂળભૂત કાયદાઓ તેમજ કામના કલાકો અને આરામના કાયદા પણ અમલી છે. ઈઝરાયેલના કાયદા હેઠળ અઠવાડિયામાં 43 કલાક કામ કરવું જરૂરી હતુ. 1 એપ્રિલ, 2018 થી આ કલાકો ઘટાડીને 42 કલાક કરવામાં આવ્યા છે. પાંચ-દિવસના કાર્ય સપ્તાહવાળા લોકો માટે, કામના દિવસની લંબાઈ 8 કલાક 20 મિનિટ રાખવામા આવી હતી. તે જ સમયે, છ-દિવસીય કાર્યકારી સપ્તાહ ધરાવતા લોકો માટે, કાર્યકારી દિવસ મહત્તમ 8 કલાક નક્કી કરવામા આવ્યા છે. ઈઝરાયેલમાં શુક્રવારના દિવસે માત્ર અડધો દિવસ જ કામ કરવાનુ હોય છે. તે જ સમયે, ઓછામાં ઓછા છ કલાકનો કાર્યકારી દિવસ ધરાવતા લોકો 45 મિનિટ આરામ માટે પણ રાખવામા આવ્યા છે. આમાં 30 મિનિટના સતત વિરામનો પણ સમાવેશ થાય છે.
ઓવરટાઈમનો પગાર
ઇઝરાયેલમાં ઘણા કર્મચારીઓ અઠવાડિયામાં 45 કલાક અથવા 5 દિવસ માટે દિવસમાં 9 કલાક કામ કરતા હોય છે. આ કલાકો કરતાં વધુ કામ કરે તો તેને ઓવરટાઈમ ગણવામાં આવે છે. ઓવરટાઈમના પ્રથમ બે કલાકને કલાકદીઠ મુળ વેતનના 125 ટકાના દરે વેતન આપવામાં આવે છે. તેનાથી વધુનો કોઈપણ ઓવરટાઈમ કલાકદીઠ વેતનના 150 ટકાના દરે વેતન આપવામાં આવે છે. ઇઝરાયલ ના નિયમ અનુસાર દિવસમાં ચાર કલાકથી વધુ ઓવરટાઈમ કરી શકાતો નથી. છ-દિવસીય કાર્ય સપ્તાહ ધરાવતા લોકો દર અઠવાડિયે 12 કલાકથી વધુ ઓવરટાઈમ કામ પણ કરી શકતા નથી. તે જ સમયે, પાંચ-દિવસના કાર્ય સપ્તાહવાળા લોકો દર અઠવાડિયે 15 કલાકથી વધુ ઓવરટાઈમ કામ કરવાની મનાઇ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |