Gujarat titans New Captain: IPL TEAM LIST: Hardik pandya Return To Mumbai MI: IPL ની 17 મી સીઝન શરૂ થવાને આડે હવે 4 મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમો સેટ કરવામા વ્યસ્ત છે. 26 નવેમ્બરે તમામ ફ્રેન્ચાઇઝીએ તેમની ટીમ મા રીટેઇન્ડ કરેલા અને રીલીઝ કરેલા ખેલાડીના લીસ્ટ ડીકલેર કરવાના હતા. ત્યારે ગુજરાત ટાઇટન્સે હાર્દિ પાંડયા ને રીટેઇન્ડ કરી જાળવી રાખ્યો હતો. ત્યારબાદ 2 કલાક મા મુંબઇ ઇન્ડીયન્સે ટ્રેડ કરી હાર્દિકની ખરીદ્યો હતો. હવે હાર્દિક ફરીથી તેની જુની ટીમ મુંબઇ મા રમતો જોવા મળશે.
Gujarat titans New Captain
હાર્દિકના ગયા બાદ ગુજરાત ટાઇટન્સ ની કમાન કોને સોંપવામા આવશે તેની ચર્ચાઓએ જોર પકડયુ હતુ. આ વચ્ચે ગુજરાત ટાઇટન્સે અગત્યની જાહેરાત કરતા તેનો નવો કેપ્ટન સ્ટાર બેટસમેન અને ઓપનર શુભમન ગીલ હશે તેવી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પાંડયાની આગેવાની મા ગુજરાત ટાઇટન્સે 2022 મા ટ્રોફી જીતી હતી. જયારે 2023 મા ફાઇનલ સુધી પહોંચવામા ટીમ સફળ રહી હતી. એવામા હાર્દિક ને શા માટે ટ્રેડ કરી મુંબઇ ને આપવામા આવ્યો છે તેની ચર્ચા ક્રિકેટ રસિકોમા થઇ રહી છે.
🚨 CAPTAIN GILL reporting!
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐒𝐡𝐮𝐛𝐦𝐚𝐧 𝐆𝐢𝐥𝐥 is ready to lead the Titans in the upcoming season with grit and exuberance 👊
Wishing you only the best for this new innings! 🤩#AavaDe pic.twitter.com/PrYlgNBtNU
આ તરફ બીજો એક મહત્વનો ફેરફાર પણ થયો છે. હાર્દિકને ખરીદવા માટે મુંબઇ ઇન્ડીયન્સ પાસે પુરતુ ફંડ ન હોવાથી કેમેરન ગ્રીન ને ટ્રેડ કરી રોયલ ચેલેંજ બેંગ્લોર ને આપવામા આવ્યો છે. આમ કેમેરોન ગ્રીન હવે RCB તરફથી રમતો જોવા મળશે.
📢 Announced!
— IndianPremierLeague (@IPL) November 27, 2023
𝗛𝗮𝗿𝗱𝗶𝗸 𝗣𝗮𝗻𝗱𝘆𝗮 ➡️ 𝗠𝘂𝗺𝗯𝗮𝗶 𝗜𝗻𝗱𝗶𝗮𝗻𝘀
𝗖𝗮𝗺𝗲𝗿𝗼𝗻 𝗚𝗿𝗲𝗲𝗻 ➡️ 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗮𝗻𝗴𝗮𝗹𝗼𝗿𝗲#IPL pic.twitter.com/oyuAtP7Q27
IPL ની ઓફીસીયલ જાહેરાત
હાર્દિક પાંડયા ગુજરાત ટાઇટન્સ છોડી મુંબઇ ઇન્ડીયન્સ તરફથી રમવાનો છે તેવી ચર્ચાઓ 2 દિવસથી ચાલી રહી હતી. ત્યારે આજે IPL ઓથોરીટી તરફથી ટવીટ કરી આ સતાવાર જાહેરાત કરવામા આવી છે. જેમા 2 મ્હત્વના ફેરફારોની જાહેરાત કરવામા આવી છે. હાર્દિક પાંડયા મુંબઇ ઇન્ડીયન્સ તરફથી રમશે જયારે કેમેરોન ગ્રીન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે.
જયારે ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી તરફથી સતાવાર ટવીટ કરી તેના નવા કેપ્ટન ની જાહેરાત કરવામા આવી છે. નવ કેપ્ટન ની મહત્વની જવાબદારી સ્ટાર બેટસમેન શુભમન ગીલ ને સોંપવામા આવી છે.
IPL 2024ને લઈને આજે 2 મોટા સમાચાર આવ્યા છે. IPL એ આ અંગે ઓફીસીયલ ટવીટ કરી જાહેરાત કરી છે કે, ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયેલ છે. તેણે છેલ્લી 2 સિઝન દરમિયાન ગુજરાત ટાઇટન્સ ની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન, ગુજરાત ટાઇટન્સ એક વખત ચેમ્પીયન બની હતી ત્યારે ગત સીઝનમા રનર અપ રહી હતી. પંડ્યાને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ટ્રેડ કર્યો હતો. ગ્રીન હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે, મુંબઈએ હાર્દિકને 17.5 કરોડ રૂપિયામાં ગ્રીન ટ્રેડ કરી ખરીદ્યો છે.
અગત્યની લીંક
| iplt20 ઓફીસીયલ વેબસાઇટ | અહિંં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
