વરસાદની આગાહિ: હવામાન આગાહિ: અંબાલાલ વરસાદ આગાહિ: રાજયમા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ત્રીજા રાઉન્ડમા વરસાદે ભુક્કા બોલાવ્યા બાદ છેલ્લા એકાદ મહિનાથી સંપૂર્ણ વિરામ લીધો છે. ત્યારે હવે પાક ને પાણીની જરૂર હોવાથી અને પાક સુકાતા ખેડૂતમિત્રો વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્રીજા રાઉન્ડમા મુશળધાર વરસાદ બાદ વરસાદ ગયો તે ગયો પાછો હજુ સુધી દેખાયો જ નથી ત્યારે આગામી 5 દિવસ રાજયમા કયા જિલ્લામા કેવુ વાતાવરણ રહેશે તેની આગાહિ જોઇએ.
વરસાદની આગાહિ
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની શકયતા છે જેમા હળવાથી ભારે ઝાપટા પડવાની શકયતા છે. જેમાં પંચમહાલ, દાહોદ, ખેડા, વડોદરા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી , છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. તો અમદાવાદમાં પણ હળવા ઝાપટા પડે તેવો વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, રાજકોટ, સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે ઝાપડા પડે તેવા વરસાદની શક્યતા છે.
હવામાન આગાહિ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલી આગાહિ અનુસાર રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદ પડે તેવી શકયતાઓ રહેલી છે. તો માછીમારોને આ સમયમા દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. જેથી માછીમારોને આ સમયમા દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
મહત્વનું છે કે, હાલ દરેક જિલ્લાઓમા છૂટછવાયા સામાન્ય ઝાપટા ને બાદ કરતા રાજ્યમાં ક્યાય ચોમાસુ સક્રિય નથી. જો કે હવામાન વિભાગે ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી સાથે ચોથો રાઉન્ડ ચાલુ થવાનાના સંકેત આપ્યા છે. રાજ્ય પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હળવાથી સમાન્ય વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ ના ઝાપટા વરસી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે.
વરસાદ આગાહિ 15 ઓગષ્ટ
15 ઓગષ્ટે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહિ જોઇએ તો ઉતર ગુજરાતમા બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત ના વડોદરા,દાહોદ,મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સૌરાષ્ટ્રમા પોરબંદર અને જુનાગઢમા હળવાથી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની શકયતાઓ રહેલી છે.
વરસાદ આગાહિ 16 ઓગષ્ટ
16 ઓગષ્ટે વરસાદ અંગે હવામાન વિભાગ ના બુલેટીન મુજબ આગાહિ જોઇએ તો ઉતર ગુજરાત ન અજિલ્લાઓમા જેવા કે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓ જેવા કે વડોદરા,દાહોદ,મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સૌરાષ્ટ્રમા પોરબંદર અને જુનાગઢ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની શકયતાઓ રહેલી છે.
વરસાદ આગાહિ 17 ઓગષ્ટ
17 ઓગષ્ટની વરસાદની આગાહિ જોઇએ તો અમુક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમા વાતાવરણ શુષ્ક રહેવાની શકયતાઓ રહેલી છે.
અગત્યની લીંક
હવામાન વિભાગની જિલ્લાવાઇઝ આગાહિ PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |